વડોદરા: સેન્ટ્રલ જેલમાં કાચા કામના સાત કેદીઓએ જેલ અધિકારીઓના જોર જુલમ અને પારાવાર ત્રાસના કારણે ફીનાઇલ ગટગટાવી લેતા હોબાળો મચી ગયો હતો. તમામ કેદીઓને સારવાર અર્થે તાત્કાલીક સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જો કે નાયબ પોલીસ કમિશ્નર અભય સોની મદદનીશ પોલીસ કમિશનર મેધા તેવાર સહિત અધિકારીઓનો કાફલો સયાજી હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો અને તબીબો સાથે ચર્ચા વિચારણા કર્યા બાદ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યાં અનુસાર ઘટના બાદ તમામ કેદીઓએ ફિનાઇલ નહીં પરંતુ સર્ફ અને સાબુ મિશ્રિત પાણી પીધું હોવાનું જણાવ્યું હતું. જ્યાં હાલ તમામની સારવાર ચાલી રહી છે.
જે પૈકીનો નામચીન હર્ષિલ લિંબાચીયા સામે એડમીશન અને નોકરી મામલે ઠગાઇના કિસ્સા પોલીસ ચોપડે નોંધાઇ ચુક્યા છે, જ્યારે અભી ઝા પાદરામાં મર્ડર કેસમાં ભારે ચર્ચામાં રહ્યો હતો. વડોદરાના મહાઠગ હર્ષિલે હોસ્પિટલના બિછાનેથી આપવિતી મીડિયા સામે જણાવી હતી. હાઈ સિક્યોરિટી ગણાતી સેન્ટ્રલ જેલને તો સુરક્ષીત જગ્યા ગણવામાં આવે છે પરંતુ વડોદરાની સેન્ટ્રલમાં કેદીના મામલે જે સવાલો ઊભા થાય છે તે બાબતે જેલ સત્તાધીશો હંમેશા ચુપકીદી સેવી લે છે.
બુધવારે સાંજે બનેલી ધટના બાબતે સેન્ટ્રલ જેલમાં રાખવામાં મહાઠગ હર્ષિલે જેલ તંત્ર પર આરોપ મુક્તા કહ્યું કે, મને જેલમાં ત્રાસ આપે છે. વાધેલા સાહેબ મને હેરાન કરે છે. મને હાઈ સિક્યુરીટીમાં મુકી દીધો અને મારી પાસેથી હાઇ સિક્યુરીટીમાંથી બહાર કાઢવા માટે પૈસાની માંગણી કરે છે. અન્ય કેદીએ હોસ્પિટલના બિછાનેથી મીડિયા સમક્ષ જેલ તંત્ર પર આરોપ મુકતા જણાવ્યું કે, સુપ્રિટેન્ડેન્ટનો પારાવાર ત્રાસ છે. મારી સારવાર ચાલી રહી છે. જે સામે બોલે તેમને જેલ તંત્ર ભારે જુલમ ગુજારે છે. આ ઘટના કયા કારણસર બની તે અંગેની વિગતો મેળવવામાં આવી રહી છે. આ સિવાય અન્ય કોઇ કેદીએ જેલમાં આવું પગલું ભર્યું છે કે નહીં તેની પણ તપાસ કરવા માટે પોલીસની ટીમો બનાવવામાં આવી છે.
જેલમાં સત્તાવાળા બેહદ ત્રાસ આપી રહ્યા છે.
ક્યારેક બેરેક બહાર નિકળવા નથી દેતા તો ક્યારેક વિવિઘ બહાને અમને અંદર પૂરી જ રાખે છે. ટીફીન અંદર ન આવવા દે , ટીફીન આવે તો અલગ કરી નાંખે , ગેટકિપર ખુદ અમારી સામે અમારૂ ટીફીન ઢોળી નાંખે , જમવાનું પુરૂ ન આવવા દે , ઍટલે અમે ત્રાહિમામ પોકારી ગયા હતા અને આખરે આ પગલુ ભરી ને અમે કાળી ફિનાઇલ પીધી છે . જેલ સત્તાધીશો ના અહેવાલ મુજબ બધા કાચા કામના કેદી છે .
ફિનાઇલ લઈને ખુદ જેલ સ્ટાફ જ આવ્યા હતા
હોસ્પિટલના બિછાનેથી વધુ એક કેદીએ તો એવો આક્ષેપ કર્યો હતો કે વારંવાર સ્ટાફ ખોટી રીતે પૈસાની માંગણી કરે છે. બધાને હેરાન કરી દીધા છે . અમારી માંગ છે કે જેલના એસપીને તાત્કાલીક બદલાવો . કારણકે ક્યારેક તો કેદીઓને ત્રણ ચાર મહિના સુધી ૨૪ ક્લાક બંધ કરી દે છે . જેલનું આખું તંત્ર બિમાર છે . અમને જેલમાં દવાખાને પણ જવા દેતા નથી. ફિનાઇલ લઈને ખુદ જેલ સ્ટાફ જ આવ્યા હતા .