“પપ્પા મારે પણ ચાલવુ છે.અને મારે રમવું છે.આ કાલીઘેલી ભાષાનાં શબ્દો એક વર્ષ બાદ ધૈર્યરાજ તેના પિતાને એવા સમયે બોલશે તેના જયારે ટ્રીટમેન્ટ થઇ ગઈ હશે કેવો ઉન્માદ હશે.છતાં આજે ચોમેર હિંમતભેર અશ્રુધારા, લાગણીવશ સમગ્ર ગુજરાતીઓની આજીજી, વિશ્વની સૌથી ગંભીર બિમારી સ્પાઈન મસ્ક્યુલર એટ્રોપીનાં રોગથી માસુમ ધૈર્યરાજસિંહ ઝઝુમી રહયો છે.
મહીસાગર જિલ્લાનાં નાનકડા કાનેસર ગામનાં મધ્યમ વર્ગના પરીવારમાં વારસદાર બાળકનો જન્મ થતા ભલે આનંદ હોય એ સ્વાભાવિક છે.છતાં માતા-પિતાને જન્મેલું બાળક ગંભીર બિમારી સાથે અવતરણ લીધો છે.કુદરતી મરજી સામે માણસ લાચાર છે.અ રોગ માટે ઇન્જેકશનનાં રૂપિયા 16 કરોડમાં યુ.એસથી મંગાવવુ પડે છે.
પરિવારની વેદના સાંભળો તો આંખો ભીંજાઈ જાય.આ રોગ માટે મદદરૂપ થવુ એ અગત્યનો ભાગ છે.જે માટે આપણા નિષ્કામ કામ કરનારા માટે રાહત ઇંદોરીએ લખેલી લીટીથી… તુફાનો સે આંખ મિલાઓ, સૈલાબો પર વાર કરો, મલ્લાહો કા ચક્કર છોડો, તૈર કે દરિયા પાર કરો.
અંકલેશ્વર -વિરેન્દ્રસિંહ અટોદરીયા – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.