ગુજરાતના (Gujarat) પાટનગર ગાંધીનગરમાં (Gandhinagar) દિવાળીના (Diwali) દિવસે 6 વર્ષની બાળકીનું અપહરણ કરીને તેની હત્યા કરવાના કેસમાં પોલીસને મોટી સફળતા મળી છે. ગાંધીનગર પોલીસે એક સિરીયલ રેપીસ્ટની (Serial Rapist) ધરપકડ (Arrest) કરી છે. આ હવસખોરે તાજેતરના દિવસોમાં 3 માસૂમ બાળકીઓ સાથે દુષ્કર્મ કર્યું હતું.
ખરેખર, ગાંધીનગરના ખાત્રજમાં રહેતા શ્રમિક પરિવારની ત્રણ વર્ષની પુત્રી તેના ઘરે સૂતી હતી ત્યારે રાત્રિના સમયે બાળકીની માતા ઊંઘમાંથી જાગી હતી અને ઠંડીને કારણે પુત્રીને ચાદર આપવા ગઈ ત્યારે પુત્રી પથારીમાં દેખાઈ નહોતી. તેણે તાત્કાલિક આસપાસના લોકોને જાણ કરી અને પુત્રીની શોધખોળ શરૂ કરી હતી.
થોડા સમય સુધી પુત્રી ન મળતાં તમામ લોકો બાળકીના ગુમ થવાની ફરિયાદ કરવા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. પોલીસે કેસ નોંધીને તપાસ શરૂ કરી હતી, તે જ સમયે પોલીસને સંદેશો મળ્યો હતો કે સંતેજથી થોડે આગળ એક નિર્જન જગ્યાએ એક બાળકીની લાશ પડી છે.
જ્યારે પોલીસે તેણીને મેડિકલ માટે મોકલી ત્યારે બાળકી પર બળાત્કાર થયો હોવાનું બહાર આવ્યું હતું. આ સમગ્ર મામલે ગાંધીનગર પોલીસે બે ટીમ બનાવી બળાત્કારીને પકડવાની કાર્યવાહી શરૂ કરી હતી, જેમાં પોલીસે 26 વર્ષીય યુવકની ધરપકડ કરી છે.
આરોપી વિજય ઠાકોર સાઈકો છે
આજથી ચાર દિવસ અગાઉ રાંચરડા ગામની સીમમાંથી એક પાંચ વર્ષની બાળકીનું અપહરણ કરી દુષ્કર્મ કરનારો તથા ખાત્રજ ચોકડી ખાતેથી એક ત્રણ વર્ષની બાળકીનું અપહરણ કરી ખૂન કર્યા બાદ તેના પર દુષ્કર્મ કરી મૃતદેહ ગરનાળામાં ફેંકી દેનારો સાઈકો કિલર વિજય પોપટજી ઠાકોરની પોલીસે ધરપકડ કરી છે. લોકલ ક્રાઇમ બ્રાંચ, સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ સહિતની પોલીસ ટીમે સંયુક્ત ઓપરેશન હાથ ધરી ટૂંકા ગાળામાં વધુ ગુના બનતાં અટકાવી દેવામાં આવ્યા છે.
5 અને 7 વર્ષની બાળકી પર પણ બળાત્કાર ગુજાર્યો હતો
ધરપકડ કરાયેલા આરોપીએ પૂછપરછ દરમિયાન પોલીસને જણાવ્યું છે કે મોબાઈલ (Mobile) પર પોર્ન (Porn) ફિલ્મ નિહાળ્યા બાદ દારૂનો નશો કરી બાળકીઓને શોધી તેઓ પર બળાત્કાર ગુજરતો હતો અને પોલીસથી બચવા માટે તેઓની હત્યા કરી દેતો હતો. દિવાળી બાદ બે દિવસમાં તેણે ત્રણ છોકરીઓ પર બળાત્કાર કર્યો છે અને તે તેમાંથી માત્ર એકની હત્યા કરવામાં સફળ રહ્યો છે, જ્યારે 5 અને 7 વર્ષની બે છોકરીઓ ભાગી જવામાં સફળ રહી છે. આરોપીએ પોલીસને એમ પણ કહ્યું કે તે પોલીસથી બચવા માટે તમામ યુવતીઓને મારી નાખવા માંગતો હતો.
અભય ચૂડાસમાએ બળાત્કારીને શોધવા 12 ટીમ બનાવી હતી
ગુનાઓ આચરનારા ઇસમને તાત્કાલીક શોધી કાઢવા ગાંધીનગર રેન્જ આઇ.જી.પી. અભય ચુડાસમા તથા જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડા દ્વારા આ બને ગુનાઓની તપાસ એલસીબી પોલીસ ઇન્સ્પેકટર એચ.પી ઝાલાને સોંપવામાં આવી હતી.ત્યારબાદ પોલીસે અલગ-અલગ 12 ટીમો બનાવી બનાવ વિસ્તાર કેનાલ ઉપર, આસપાસ આવેલી ફેકટરીઓ તથા આજુબાજુના ગામડાઓની ગ્રામ પંચાયતના તથા પ્રાઇવેટ સી.સી.ટી.વી. ફુટેજ તથા ટેક્નીકલ સર્વેલન્સ આધારે તપાસ હાથ ઘરવામાં આવી હતી.
4 નવેમ્બરના રોજ પ્રથમ દુષ્કર્મની ઘટના બની
ગત. તા. 4 નવેમ્બરનાં રોજ રાંચરડા ગામની સીમમાંથી 5 વર્ષની બાળકીને કોઇ અજાણ્યા ઇસમ તેની ઓરડી આગળથી મોટર સાયકલ ઉપર બેસાડી અપહરણ કરી અવાવરૂં જગ્યાએ લઇ જઇ દુષ્કર્મ કરી રાંચરડાથી ડાભલા જતા રોડ ઉપર છોડી દીધી હતી. માતાની ફરિયાદના આધારે પોલીસે બનાવથી નજીક આવેલી એક ફેક્ટરીના કેમેરા ચેક કરતા આરોપી વિજય પોપટજી ઠાકોરની ધરપકડ કરી હતી.
5 નવેમ્બરના રોજ દુષ્કર્મ અને હત્યાની ઘટના
નવા વર્ષના દીવસે તા. 5 મી નવેમ્બરની રાત્રીના સમયે ખાત્રજ ચોકડી પાસે આવેલ છાપરામાંથી ત્રણ વર્ષની એક બાળકીનું પણ અપહરણ કરી ગળું દબાવી હત્યા કરી દુષ્કર્મ ગુજાર્યાની પણ આરોપીએ કબૂલાત કરી હતી.
બાળકીની હત્યા કર્યા બાદ દુષ્કર્મ ગુજાર્યાનો ઘટસ્ફોટ
આરોપીએ પોતાની પૂછપરછ દરમિયાન જણાવ્યું છે કે દિવાળીના દિવસે 5 વર્ષની બાળકી પર દુષ્કર્મ કર્યા બાદ પોતાના પડોશના ગામમાં ગરબાનું આયોજન હોઈ, પોતે રાત્રે ગરબા રમવા ગયો હતો. ત્યાર બાદ નવા વર્ષના દિવસે પોતાના ગામમાં ગરબાનું આયોજન હોઇ પોતે ગરબા રમ્યા બાદ ખાત્રજ ચોકડી ખાતેથી બાળકીનું અપહરણ કર્યું હતું. ત્યાર બાદ તેની હત્યા કરીને દુષ્કર્મ આચર્યું હતું. આનાથી આરોપીની ક્રૂર માનસિકતા છતી કરે છે.