Business

શેરબજારમાં રૂપિયા કમાવા હોય તો ટ્રેડિંગ છોડી દેવા નિષ્ણાતોએ આપી સલાહ

સુરત: જો તમે શેરબજારમાં (Sensex) રૂપિયા કમાવા માંગતા હોવ તો ટ્રેડિંગ (Trading) કરવાનું છોડી દો. વિચિત્ર લાગશે, પરંતુ આ સલાહ શેરબજારના નિષ્ણાતોએ (Expert) આપી છે. સુરતમાં ધી સર્ધન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી (SGCCI) દ્વારા માર્કેટ આઉટલુક (Market Outlook) વિષય પર એક સેમિનારનું આયોજન કરાયું હતું, જેમાં સ્ટોક માર્કેટમાં (Stock Market) કેવી રીતે રોકાણ કરવું જોઈએ તે વિશે નિષ્ણાતોએ માહીતી આપી હતી.

ચેમ્બર ઓફ કોમર્સના ઘણા સભ્યો રિસ્ક લઇને સ્ટોક માર્કેટમાં રોકાણ (Invest) કરતા હોય છે. મોટા ભાગે એવું પણ બનતું હોય છે કે સ્ટોક માર્કેટ વિષેની જરૂરી માહિતીના અભાવે અથવા અનુભવ વગર તેઓ રોકાણ કરીને મોટું જોખમ ખેડી લેતા હોય છે. આથી ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા પોતાના સભ્યોના અવેરનેસ હેતુ આ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં નિષ્ણાત વકતા તરીકે યુટીઆઇ એસેટ મેનેજમેન્ટના હેડ ઓફ ઇકવીટિ અજય ત્યાગી દ્વારા મહત્વનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

અજય ત્યાગી, યુટીઆઈ એસેટ મેનેજમેન્હેટના હેડ ઓફ ઈક્વિટી

આ રીતે કરો રોકાણ : અજય ત્યાગી
અજય ત્યાગીએ જણાવ્યું હતું કે, સ્ટોક માર્કેટમાં ટ્રેડીંગ માનસિકતાથી રૂપિયા કમાવી શકાય નહીં. આગામી છ મહિનામાં અથવા તો વર્ષ દરમ્યાન માર્કેટ કયાં જવાનું છે તેના વિષે કોઇ અંદાજ લગાવી શકે નહીં. આથી જે કંપનીમાં રોકાણ કરવાનું હોય છે તે કંપની આગામી પાંચ વર્ષમાં કયાં જવાની છે તેના વિષે જાણકારી મેળવી લેવી જોઇએ. એવી દસ કંપનીઓ કઇ છે કે જેમાં રોકાણ કરી શકાય છે તેના સંદર્ભે રિસર્ચ કરવું જોઇએ.

દેશમાં કયા કયા સેકટરમાં પ્રગતિ થઇ છે અને આ સેકટરોમાં કઇ કઇ કંપનીઓ આવે છે તેના વિષે સંશોધન કરવાની સલાહ તેમણે રોકાણકારોને આપી હતી. ઇન્ટરેસ્ટ રેટ ઉપર જાય એટલે માર્કેટ નીચે આવે એ ધારણા પણ ખોટી હોવાનું તેમણે જણાવ્યું હતું. તેમણે કહયું હતું કે, સ્ટોક માર્કેટ હાય ઇકયુ લોકો માટે છે પણ હાય આઇકયુ લોકો માટે નથી. માર્કેટ ઉપર નીચે થવાનું છે પણ એમાં રોકાણકારોએ ઇમોશનલ થવાનું નથી. માર્કેટથી પ્રભાવિત થવાનું નથી પણ તેનો લાભ લેવાનો છે. માર્કેટમાં નાની – મોટી નેગેટીવ ઘટનાઓ થવાની જ છે, પરંતુ પોઝીટીવ વિચાર સાથે આગળ વધવાનું છે.

કેપિટલ રિટર્ન ઓન ઇકવીટિ જે કંપનીઓની વધારે છે તે આગળ પણ વધારે રહેવાની છે. આથી સ્ટોક પ્રાઇઝથી પ્રભાવિત થવાનું નથી પણ કંપનીના બિઝનેસ ઉપર ધ્યાન આપવાની જરૂર છે. એના માટે લાંબા સમય માટે રોકાણ કરવાની તથા કંપનીમાં ટકી રહેવાની સલાહ આપી તેમણે રોકાણકારોને વિવિધ દાખલા આપીને પ્રેકટીકલ અને લોજિકલ નોલેજ આપ્યું હતું.

Most Popular

To Top