વડોદરા: ભાજપા એ આજે શહેર અને જિલ્લાની 10 બેઠકો પૈકી ભાજપે આઠ બેઠકો પર ઉમેદવાર જાહેર કર્યાં છે. જેમાં ચાર બેઠકો પર ઉમેદવાર રિપીટ કર્યાં છે. જ્યારે ચાર બેઠકો પર નવા ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે. વડોદરામાં વાઘોડિયાના MLA મધુ શ્રીવાસ્તવને ટિકિટ આપવામાં આવી નથી. વારંવાર દબંગ ગીરી કરતા મઘુ શ્રીવાસ્તવ હાઇકમાન્ડની નજરમા હતા. આમ કરોડપતિ ઘારાસભ્યને ઘેર ભેગા કરી દેવામાં આવ્યાં છે, તો સાવલી બેઠક પર કેતન ઇનામદારને રિપીટ કરવામાં આવ્યા છે. થોડા જ દિવસો પહેલા ભાજપાના પાટિલે કેતન ઇનામદાર ને ટિકિટ આપવાની ગેરન્ટી આપવામાં હતી.
ડભોઈ બેઠકની પર શૈલેષ મહેતા (સોટ્ટા)ને રિપીટ કર્યાં છે. ડભોઈ બેઠક પર જ રિપીટ કરવામાં આવતા તેમની સામે ભાજપમાંથી સસ્પેન્ડ કરાયેલા અને કોંગ્રેસમાં આવેલા પૂર્વ ધારાસભ્ય બાલકૃષ્ણ પટેલ (ઢોલાર)ને જો મેદાનમાં ઉતારે તો એ બેઠક પર કસોકસનો જંગ થવાની શક્યતા છે. અકોટા બેઠક પર સીમાબહેન કોઇ પણ જાતના વિવાદમાં ન હોવા છતાં, તેમની ટિકિટ કાપી નાંખવામાં આવી છે. કહેવાય છે કે તેમના પરિવાર ના જ સભ્યોના કારણે ટીકીટ ગુમાવવાનો વારો આવ્યો છે. સારુ ભણતર તેમના વિસ્તારમાં સારી કામગીરી હોવા છતા ઘર ભેગા કરાયાં.
સમર્થકો અને કાર્યકરોમાં સીમાબહેનની ટિકીટ કપાતા નારાજગી જોવા મળી હતી. મધુ શ્રીવાસ્તવની ટિકીટ કપાતા વાઘોડિયાના મતદારોમાં કહી ખૂશી કહી ગમનું મોજું ફરી વળ્યું હતું. જ્યારે વાઘોડિયા બેઠક ઉપર જિલ્લા ભાજપા પ્રમુખ અશ્વિન પટેલનું નામ જાહેર થતાં તેમના સમર્થકોમાં ખૂશીનું મોજું ફરી વળ્યું હતું. અશ્વિન પટેલે હુંકાર ભરી જણાવ્યું હતું કે, હું 50 હજાર મતોથી જીતીને આવીશ.સયાજીગંજ અને માંજલપુર બેઠક માટે દુવિધામાં હોવાથી આજે મોડી સાંજ સુધીમાં બીજા બેઠકના ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવશે. જોકે, એક કટ ટુ સાઈઝ કરાયેલા મંત્રી તેમના 10 ટેકેદારો સાથે દિલ્લીની દોડ લગાવી હતી તેમ જાણવા મળ્યુ હતું. જોકે, તેઓ વિલા મોઢે પરત ફર્યા હતાં.