National

કાઠમાંડુના એક હોટેલમાં 7 દિવસ રોકાયા હતા સીમા અને સચિન, રિસેપ્શનિસ્ટે કર્યો આ ખુલાસો

નવી દિલ્હી: પ્રેમમાં સરહદ પાર કરનાર સીમા હૈદરનો (Seema Haider) મામલો સતત ગરમ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા (Social Media) પર અનેક પ્રકારની ચર્ચાઓ ચાલી રહી છે. આ મામલે હવે વધુ એક ખુલાસો સામે આવ્યો છે. પાકિસ્તાની (Pakistani) સીમા અને નોઇડાના (Noida) સચિન નેપાળની (Nepal) રાજધાની કાઠમાંડુના એક હોટેલમાં (Hotel) રોકાયા હતા. આ હોટેલમાં સાત દિવસ રોકાયા બાદ તેઓ ટેક્સી લઇને નીકળી ગયા હતા. આશ્ચર્યજનક વાત એ છે કે જે હોટેલમાં તેઓ રોકાયા હતા ત્યાંના રજીસ્ટરમાં બંનેની એન્ટ્રી જ નથી. જે મુદ્દે હોટેલ મેનેજમેન્ટનું કહેવું છે કે તેઓએ પોતાનું નામ બદલીને એન્ટ્રી કરાવી હશે.

જો કે સીમા હૈદરનો કેસ ચર્ચામાં આવ્યા બાદ જ્યારે સીમા અને સચિન સાથે પૂછપરછ કરવામાં આવી હતી. ત્યારે તેમણે કહ્યું કે તેઓ નેપાળના કાઠમાંડુમાં હોટેલ ન્યૂ વિનાયકમાં 7 દિવસ રોકાયા હતા. જે બાદ ઘણી વાતો સામે આવી હતી. મળતી માહિત મુજબ જ્યારે હોટેલના રિસેપ્શનિસ્ટ ગણેશે કહ્યું કે કાઠમાંડુમાં એવા અનેક હોટેલ છે જ્યાં રોકાવા માટે આઇડી કાર્ડની જરૂર હોતી નથી. ફક્ત રજીસ્ટરમાં નામ અને બધી માહિતી લખવામાં આવે છે. જે પછી રૂમ આપી દેવામાં આવે છે. ગણેશની વાત સાંભળ્યા બાદ જ્યારે હોટેલ ન્યૂ વિનાયકનો રજીસ્ટર ચેક કરવામાં આવ્યું તો તેમાં સીમા અને સચિનના નામથી કોઇ એન્ટ્રી ન હતી. પરંતુ રિસેપ્શનિસ્ટ ગણેશનું કહેવું છે કે તેણે પોતે સીમા અને સચિનના રૂમની બુકિંગ કરી હતી. તેણે વધુમાં કહ્યુ કે તે બંનેએ હોટેલમાં એન્ટ્રી માટે રજીસ્ટરમાં ચોક્કસ નામ બદલીને લખાવ્યું હશે.

ગણેશે જણાવ્યું કે હોટલનો રૂમ નંબર 204 ઘણો નાનો છે. રોજના લગભગ 500 રૂપિયા મળે છે. રૂમમાં એક અરીસો છે. ત્યાં એક નાનો ડબલ બેડ પડેલો છે. તેણે વધુમાં કહ્યું કે સચિન પહેલા આવ્યો હતો. તેણે મારી પત્ની પણ આવી રહી છે તેમ કહીને રૂમ બુક કરાવ્યો હતો. પછી બંને સાથે રહ્યા અને ઘણી રીલ બનાવી હતી. એટલું જ નહિ ગણેશના બાળકો અને પરિવાર સાથે પણ રીલ્સ બનાવી હતી. સીમા હૈદર અને સચિન મીના ન્યૂ વિનાયક હોટલના રિસેપ્શનિસ્ટ ગણેશના પરિવાર સાથે ભળી ગયા હતા, જે દરમિયાન કોઈને શંકા નહોતી કે તે પાકિસ્તાની છે. હોટલમાં તેના રોકાણ દરમિયાન સાત દિવસ દરમિયાન સીમાએ ક્યારેય કોઈને કહ્યું ન હતું કે તે પાકિસ્તાનથી આવી છે. સીમા અને સચિન મોટાભાગનો સમય હોટલના રૂમમાં વિતાવતા હતા.

હોટલના રિસેપ્શનિસ્ટ ગણેશે કહ્યું કે તેમને લાગે છે કે આ કપલના લગ્ન એ જ રૂમમાં થયા હતા જે રીલમાં જોવા મળ્યા હતા. બંને પશુપતિનાથ મંદિરે જતા હતા. એકવાર, સીમાએ ક્લબ અને પબમાં જવા માટે પણ રસ દાખવ્યો હતો, પરંતુ હોટેલીયર્સ દ્વારા કહેવામાં આવ્યું કે ત્યાં ભારતીયો સાથે છેતરપિંડી થાય છે તે પછી તે ગઈ ન હતી. ત્યાર બાદ એક દિવસ બંને ઉતાવળે ટેક્સી દ્વારા પોખરા જવા નીકળી ગયા હતા.

Most Popular

To Top