મુંબઇ: પાકિસ્તાની (pakistan) સીમા હૈદર (Seema Haider) અને સચિન મીણાની લવ સ્ટોરીથી (Love Story) સૌ કોઇ પરિચિત છે. પબજી ગેમ રમતાં રમતાં પોતાના પ્રેમી માટે ભારત આવેલી સીમા હૈદરનો કેસ કેટલાક દિવસોથી ચર્ચામાં છે. ત્યારે સચિનની પાડોશીએ મીડિયા સાથે વાત કરતા સચિન માટે જે કહ્યું હતું તે સોશિયલ મીડિયા (Social Meida) પર ખૂબ વાયરલ થયું હતું. જે બાદ હવે પ્રખ્યાત મ્યુઝિક કંપોઝર યશરાજ મુખાતેએ (yashraj Mukhate) સચિન અને સીમા હૈદરની લવ સ્ટોરી પર એક નવું ગીત બનાવ્યું, જે સોશિયલ મીડિયી પર ઝડપથી વાયરલ થઇ રહ્યું છે.
વાયરલ વીડિયોમાં સચિનની પાડોશીએ મીડિયા સાથે વાત કરતા સચિન વિશે કહ્યું હતું કે સચિન…ક્યા હૈ સચિન મેં…લપ્પુ કા સચિન હૈ….વો ઝિંગુર સા લડકા…એસા ક્યા હૈ સચિન મેં…ઉસસે પ્યાર કરેગી સીમા? મહિલાના આ વીડિયો પર હજારો મીમ્સ બનાવવામાં આવ્યા હતા. હવે આ બધાની વચ્ચે ‘રસોડે મેં કૌન થા?’ ટાઈટલ ફેમ મ્યુઝિક પ્રોડ્યુસર યશરાજ મુખાતેએ તેના પર એક ગીત બનાવ્યું છે જે ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે.
યશરાજ મુખાતે મીમ્સ અને વાયરલ કન્ટેન્ટ પર ગીતો બનાવવા માટે પ્રખ્યાત છે. તેમના દ્વારા રચિત લગભગ દરેક ગીત સોશિયલ મીડિયા પર વાયરલ થાય છે. આ વખતે પણ કંઈક આવું જ થયું છે. યશ રાજ મુખાતેએ સીમા હૈદરના બોયફ્રેન્ડ સચિન પર એક ગીત કમ્પોઝ કર્યું હતું. યશરાજ મુખાતેના આ ગીતને અત્યાર સુધીમાં 20 લાખથી વધુ વખત જોવામાં આવ્યું છે અને લોકો તેને ખૂબ પસંદ કરી રહ્યા છે. જેમાં યશરાજે ડાયલોગમાં જબરદસ્ત સંગીત આપીને મજેદાર સોન્ગ બનાવ્યું છે. યશરાજના ગીતના વીડિયો પર લોકો ઘણી કોમેન્ટ કરી રહ્યા છે. લોકો આના પર લખી રહ્યા છે- વિશ્વાસ નથી આવતો કે આટલા ચિડાઈ ગયેલા અવાજમાં બોલાયેલા ડાયલોગમાં પણ તમે મ્યુઝિકલ તડકો લગાવ્યો છે. તે જ સમયે ઘણા લોકોએ લખ્યું – આ એક એડિકશન છે, હું સતત 15 મિનિટથી સાંભળી રહ્યો છું.
હાલમાં જ સચિનના પાડોશીનો એક નવો વીડિયો વાયરલ થયો છે. જેમાં એક મીડિયા ચેનલ સાથે વાત કરતી વખતે તેણી કહે છે, “પ્યાર કે લિએ કારણ હોના ચાહિએ. નોર્મલ સી બાત હૈ, આદમી તો હોના ચાહિએ. વો કીડા સા લડકા હૈ…ઝિંગુર સા…સૂખા, કભી તેજ હવા ચલ ગઇ ના, તો પતા નહીં કિતની દૂર જાકે પડેગા. ઢૂંઢે સે ભી નહીં મિલેગા વો”