આપણા દેશમાં અંગ્રેજો આવ્યા ત્યારે આપણા બ્રાહ્મણ સમાજમાં લગભગ 1886 જેટલી પેટા જાતિઓ હતી અને તે બધી પરસ્પરમાં ઊંચનીચ ભેદ અને અશ્પૃશ્યતાથી પીડાતી હતી. તેમનામાં પરસ્પરમાં રોટી-બેટી વહેવાર પણ નહોતો. ગુજરાતના વરિષ્ઠ ઇતિહાસકાર સ્વ. મૂળ શંકર ભટ્ટ ભારત દર્શન-3 (જ્ઞાન-ગંગોત્રી ગ્રંથ શ્રેણી 26, પ્રકાશક: સરદાર પટેલ યુનિવર્સિટી, વલ્લભ વિદ્યાનગર)માં ‘કુલીન’ બ્રાહ્મણનું સ્થાન સૌથી ઉંચુ ગણાતું. તેમની કન્યાઓ બીજા નીમ્ન બ્રાહ્મણ કુળમાં કેમ જાય? આથી કુલીન બ્રાહ્મણ પુરુષો માટે અનેક (50 થી 60 સુધીની) કુલીન કન્યાઓના પતિ બનવાનું અનિવાર્ય હતું. અલબત્ત કુલીન કન્યાઓ મોટે ભાગે પોતાના પિતાને ત્યાં જ રહેતી. પતિએ પોતાની પત્નીઓની સંખ્યાની અને સરનામાની નોંધ રાખવી પડતી.
જીવનમાં એકાદ વખતપતિદેવ શ્વસુર ગૃહે પધરામણી કરે તો તેની કૃપા! અન્યથા એમ ને એમ વિધવા બની જીવન વિતાવતી. એવા પણ દાખલાઓ નોંધાયેલ છે કે મરણાસન્ન કુલીન ગૃહસ્થની પથારી પાસે ટોળાબંધ કન્યાઓને લાવીને તેમનો હાથ અડાડી રાખીને લગ્નવિધી કરાવી દેવામાં આવતો. કુટુંબીજનો તો પોતાની કન્યાનું લગ્ન થયાની ધન્યતા અનુભવતા પરંતુ કયારેક તો લગ્ન અને વૈધવ્ય વચ્ચે ઓછામાં ઓછો ગાળો રહે એવું બનતું. એ સમયમાં દેશમાં લાખો વિધવાઓ અને બાળ વિધવાઓ હતી, પુનર્લગ્નનો તેમને અધિકાર નહોતો, મૃત પતિ પાસે જીવતી સળગાવી સતી બનાવી મારી નાખવામાં આવતી હતી. વિધવાઓ ઉપર પણ અત્યાચારો થતા હતા. અંગ્રેજ સરકારેક કાયદો બનાવી બ્રાહ્મણોને આવા અનેક દૂષણોમાંથી મુકત કર્યા હતા. બ્રાહ્મણોને આધુનિક જ્ઞાન માટે વિદેશોમાં ભણવા મોકલી વકીલો, ડોકટરો, આઇએએસ અને આઇપીએસ અધિકારીઓ બનાવ્યા હતા.
કડોદ એન. વી. ચાવડા – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.