વિશાળ ભારતની સરહદો પણ વિશાળ છે, તેની સુરક્ષા માટે લશ્કરી અને અર્ધલશ્કરી દળો પવિત્ર ફરજ રાત દિવસ પોતાના પરિવારજનોથી દૂર રહીને પણ બજાવી રહ્યા છે. શિયાળો, ગ્રીષ્મ, વર્ષા એમ તમામ ઋતુઓમાં તેમને ખડેપગે સેવા આપવી પડે છે. શત્રુઓ સામે જાત જોખમે કાર્યરત રહેવું પડે છે. આસમાની સુલતાની વખતે તૈયાર રહેનાર સૈનિકો દેશ અને પ્રજા માટે સદા તત્પરતા દાખવે છે. તેમની યશસ્વી કામગીરી બદલ સરકાર તરફથી મહાવીર ચક્ર, પરમવીર ચક્ર સાથે સન્માનિત કરાય છે. કડક શિસ્ત હેઠળ તેમનું જીવન રહે છે. યુનિફોર્મ સાથે પરેડ થાય છે.
નૌકાદળ, ભૂમિ દળ, આકાશી દળ એમ જુદા જુદા લશ્કરી દળો માટે દેશ ગર્વ અનુભવે છે. તેમના ક્ષેત્ર માટે ભારતીયો ગર્વ અનુભવે છે. સૈન્યમાં જોડાવા માટે હવે અગ્નિવીર વ્યવસ્થા ચાલે છે. અજંપો, હવે તેમાં પણ જણાય છે. સૈનિકો રાષ્ટ્રપ્રેમ જાળવી રાખે છે. આમ છતાં છેલ્લા પાંચ વર્ષોમાં અર્ધલશ્કરી દળોના છસોને અઠ્ઠાવન જવાનોએ આત્મહત્યા કરી છે અને ત્રેપન હજાર ત્રણસો છત્રીસ જવાનોએ નોકરી છોડી દીધી છે કે નિવૃત્ત થયા છે. કેન્દ્રીય ગૃહ રાજય પ્રધાન નિત્યાનંદ રાયે જણાવ્યું છે. કેન્દ્ર સરકાર દ્વારા અર્ધલશ્કરી દળોના કાર્યકારી વાતાવરણ અને કલ્યાણને સુધારવા સતત પગલા લેવાઇ રહ્યા છે. જવાનોમાં સ્વૈચ્છિક નિવૃત્તિનું પ્રમાણ, વધતુ જાય છે.
યુક્રેનના રાષ્ટ્રપ્રેમી જવાનો હરહાલમાં દેશ માટે ઝૂઝી રહ્યા છે તેવી દેશપ્રેમની, કર્તવ્યપાલનની ભાવના ખૂબ જ જરૂરી છે. સૈનિક તરીકે માત્ર નોકરી અને વેતન પ્રત્યેજ જોવાનું નથી, સૌ પ્રથમ તો એ સ્વાર્પણ અને સમર્પણની ભાવના સાથેની દેશ સેવા, માતૃભૂમિનું ઋણ અદા કરવાના વિચાર સાથે જ ચાલવાનું છે. દેશની સુરક્ષા જ અગ્રસ્થાને શિસ્તબધ્ધ રીતે હોય. સુરક્ષા દળોમાં સ્ટ્રેસના અનેક કારણો હોઇશકે. અન્ય ક્ષેત્રોમાં જેમ કર્મચારીઓની યાચના પર રજા મળી જાય છે. તેની સરળતાથી રજા સૈનિકોની ઇચ્છા મુજબ મળવી મુશ્કેલ હોય છે. તેમને પૂરતી સુવધાઓ પણ મળતી નહી હોવાથી પરિસ્થિત પણ હોય છે અને પાયાની જરૂરિયાતો સંતોષાતી નથી, કયારેક નબળી લિડરશીપમાંથી પસાર થવું પડે છે. કડક શિસ્ત હેઠળ રહેવું પડે છે. અન્ય ક્ષેત્રોમાં મોકળાશ દેખાય છે આથી પણ સૈન્ય છોડી ત્યાં જવા તે લલચાય.
સુરત – યૂસુફ એમ. ગુજરાતી– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે