Gujarat

ખાટલા પર સૂતેલા સિક્યોરીટી ગાર્ડ પર યુવક પાવડો લઈ તૂટી પડ્યો, હચમચાવનારા CCTV આવ્યા સામે

અમદાવાદ: અમદાવાદમાં ફિલ્મી ઢબે જાહેરમાં ક્રુર હત્યા કરાઈ હોવાની સનસનીખેજ ઘટના બની છે. અહીંના વસ્ત્રાપુર વિસ્તારમાં એક અજાણ્યો યુવક ખાટલા પર સુતેલા સિક્યોરિટી ગાર્ડ પર પાવડો લઈને તૂટી પડે છે. આ દ્રશ્ય જોઈ આસપાસ ઉભેલા લોકો ભાગી જાય છે. માથા પર ખુન સવાર થયું હોય તેમ અજાણ્યો યુવક પાવડાના સંખ્યાબંધ ઘા ગાર્ડને મારે છે અને તેની હત્યા કરી દે છે. આ ઘટનાના હચમચાવી મુકનારા સીસીટીવી સામે આવ્યા છે.

અમદાવાદના (Ahmedabadવસ્ત્રાપુર તળાવમાં મજૂરીકામ અને ચોકીદારીનું કામ કરતા એક વ્યક્તિની જાહેરમાં હત્યા કરવામાં આવી છે. અજાણ્યો વ્યક્તિ હત્યા કરીને ફરાર થઈ ગયો હતો. આ ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે, જેમાં હત્યારાએ ખાટલા પર સૂતેલા ચોકીદારના માથા અને ગળાના ભાગે પાવડાથી ઉપરાછાપરી ઘા કરતા ચોકીદારનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. ઘટના સ્થળેથી પસાર થતા ત્રણ યુવક હત્યાને નજરે નજર જોતા જ ગભરાયને ત્યાંથી ભાગી ગયા હતા. વસ્ત્રાપુર પોલીસે હત્યાનો ગુનો નોંધી સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી છે.

અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારમાં ગતરાત્રે એક હત્યાનો બનાવ બન્યો હતો. મળતી માહિતી અનુસાર વસ્ત્રાપુર તળાવમાં રિટર્નિંગ દીવાલ બનાવવાનું કામ કોન્ટ્રેકટર દ્વારા ચાલી રહ્યુંં છે, જ્યાં 10 જેટલા મજૂરો કામ કરી રહ્યા છે. ગતરાત્રે 9:15 વાગ્યાની આસપાસ તળાવ 30 વર્ષીય મજૂર અને રાત્રે ચોકીદાર તરીકે કામ કરતો લાલા સંગાડાની ખાટલમાંથી લાશ મળી હતી. આ અંગે જાણ થતાં પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી.

પોલીસે મૃતદેહનો કબ્જો લીધો અને મૃતકની ઓળખ કરાવી હતી. ત્યારે લાશની ઓળખ મજૂરીકામ કરનાર અને રાતે ચોકીદારી કરનારી વ્યક્તિની હોવાનું સામે આવ્યું હતું, આ ઘટનાનો સીસીટીવી પણ સામે આવ્યા છે. જેમાં એક અજાણ્યો વ્યક્તિ ખાટલા પર સૂતેલા ચોકીદારના ગળા અને માથા ભાગે પાવડા વડે તૂટી પડ્યો હતો. ચોકીદાર સૂતો હતો તેથી તેને પોતાને બચાવવાનો પ્રયત્ન પણ ન કરી શક્યો હતો અને ત્યાં જ તેનું મોત નિપજ્યું હતું. સીસીટીવીમાં જોઈ શકાય તેમ અજાણ્યા હત્યારાએ ઉપરાછાપરી માથા અને ગળામાં 11 ઘા મારતાં ચોકાદારનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. હત્યારો હત્યા કરી શાંતીથી ત્યાંથી ચાલતો પાવડો લઈને જતો દેખાઈ રહ્યો હતો.

જ્યારે હત્યારો બેખોફ બની ઘટનાને અંંજામ આપી રહ્યો તે જ સમયે ત્યાંથી ત્રણ યુવકો પસાર થઈ રહ્યા હતા. ત્રણેય યુવકો દ્રશ્યો જોઈ ત્યાંથી પાછ વળી ભાગી ગયા હતા. હાલ વસ્ત્રાપુર પોલીસે સીસીટીવીના આધારે અજાણી વ્યક્તિ વિરુદ્ધ હત્યાનો ગૂનો નોંધી તપાસ હાથ ધરી છે. આ પહેલા પણ અમદાવાદમાં જાહેરમાં હત્યાના બનાવો સામે આવ્યા છે.

Most Popular

To Top