તાજેતરમાં જ ટોક્યોમાં ઑસ્ટ્રેલિયા, ભારત, જાપાન અને અમેરિકાની બીજી ક્વાડ લીડર્સ સમિટ સંપન્ન થઈ. એ પહેલાં અમેરિકન પ્રમુખ જો બાઈડેને દક્ષિણ કોરિયાની મુલાકાત લીધી હતી. દક્ષિણ કોરિયાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ યૂન સિઓક-યોલ હાલ ક્ષેત્રિય તણાવને લઈને રાષ્ટ્રીય સુરક્ષા અંગે ચિંતિત છે. તેમણે એશિયા-પેસિફિકમાં ચીનની વધતી જતી મહત્ત્વાકાંક્ષાને મર્યાદિત કરવા રચાયેલા જૂથ ક્વાડનો હિસ્સો બનવાની ઉત્સુકતા વ્યક્ત કરી છે. ચીન દક્ષિણ કોરિયાનું સૌથી મોટું વેપારી ભાગીદાર છે. અગાઉ પણ દક્ષિણ કોરિયા ચીન વિરુદ્ધ બનેલા મંચોથી બચતું રહ્યું છે ત્યારે તે ક્વાડમાં જોડાઈને ચીનના વિરોધનું કેટલું જોખમ ઉઠાવી શકશે એ એક સવાલ છે.
યૂને બાઈડેન સાથેની વાતમાં જણાવ્યું હતું કે દક્ષિણ કોરિયાની નજરમાં સુરક્ષાનો ખ્યાલ માત્ર સૈન્ય કરતાં વ્યાપક વિષય છે. આજે આપણે આર્થિક સુરક્ષાના યુગમાં જીવી રહ્યા છીએ, જ્યાં અર્થતંત્ર સુરક્ષા છે અને સુરક્ષા એ અર્થતંત્ર છે. મોટા ભાગના એશિયાના પરિપ્રેક્ષ્યમાં સંરક્ષણ અને આર્થિક સ્થિરતાનો ખ્યાલ એકબીજા સાથે જોડાયેલો છે. રાષ્ટ્રપતિ યૂનનું નિવેદન છેલ્લાં અઢી વર્ષના પીડાદાયક અનુભવોનો નિચોડ છે. કોરોના મહામારી અને યુક્રેન પર રશિયાના આક્રમણે આપણને શીખવ્યું છે કે અન્ય માલસામાનની સાથે આવશ્યક દવાઓ, ક્રૂડ ઓઇલ અને કૃષિ સામગ્રીના ઉત્પાદન અને વિતરણમાં કેટલા ગંભીર અવરોધો આવી શકે છે જે વૈશ્વિક અર્થવ્યવસ્થાને હચમચાવી નાખે છે.
આર્થિક વિકાસથી શરૂ થયેલી ચીનની સફર આજે લશ્કરી વર્ચસ્વમાં પરિણમી છે. ચીન આજે વૈશ્વિક પડકાર બની ગયું છે અને આ જોખમને કાબૂમાં રાખવા માટે ચીનના આર્થિક વિસ્તરણ પર બ્રેક લગાવવી જરૂરી છે, જે માટે વૈશ્વિક સત્તાઓ છેલ્લા કેટલાક સમયથી પ્રયાસો કરી રહી છે. પાછલાં વર્ષોમાં, એશિયા પેસિફિકમાં SAARC, ASEAN વગેરે જેવાં ઘણાં આર્થિક જોડાણો બન્યાં છે, પરંતુ કાં તો તેઓ ચીનના પ્રતિકાર માટે સક્ષમ નહોતા અથવા સમય જતાં, પોતે જ ચીની સિસ્ટમનો એક ભાગ બની ગયા. આ ઉદ્દેશોને સિદ્ધ કરવા તાજેતરમાં અમેરિકાએ ઈન્ડો-પેસિફિક ઈકોનોમિક ફ્રેમવર્ક (IPEF) નામનું ૧૩ દેશોનું જોડાણ બનાવ્યું છે.
આ તેર દેશોમાંથી ત્રણ વિશ્વની ટોચની છ અર્થવ્યવસ્થાઓમાં સામેલ એવા ભારત, અમેરિકા અને જાપાન છે. બાકીના દસ દેશો વિયેતનામ, દક્ષિણ કોરિયા, બ્રુનેઈ, ઇન્ડોનેશિયા, ફિલિપાઇન્સ, ઑસ્ટ્રેલિયા, સિંગાપોર, ન્યુઝીલેન્ડ, થાઇલેન્ડ અને મલેશિયા પણ એશિયા પેસિફિકમાં ભૂરાજકીય પરિદૃશ્યમાં મહત્ત્વપૂર્ણ આધારસ્તંભ છે. આ દેશોમાં એક પરિબળ સામાન્ય છે અને તે છે ચીન. ચીને આ દેશોના વિકાસ પર નકારાત્મક અસર કરી છે અને લગભગ તમામને ચીનની વિસ્તરણ નીતિઓ દ્વારા નુકસાન થયું છે.
ભારત તેમ જ દક્ષિણ ચીન સમુદ્રના દેશો તો ચીન સાથે સીધો પ્રાદેશિક વિવાદ ધરાવે છે. આ દેશો વૈશ્વિક જીડીપીના લગભગ ૪૦ ટકાનો હિસ્સો ધરાવે છે. IPEFનું મુખ્ય પરિબળ એ છે કે ચીન સામે અવરોધ ઊભો કરવાને બદલે એ તેના ભાગીદાર દેશોના સામુહિક વિકાસ માટે કામ કરશે. રોકાણ અને ટેકનોલોજીની વહેંચણી થકી વેપારમાં સહયોગ, સ્થિતિસ્થાપક સપ્લાય ચેઇન સ્થાપવી, ક્લીન એનર્જી અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવા, મની લોન્ડરિંગ, કરચોરી અને ભ્રષ્ટાચાર જેવી ખરાબ પ્રથાઓ અટકાવવી જેવા સિદ્ધાંતો IPEFનો આધાર છે.
IPEF મૂળ તો આ વિસ્તારમાં ડિજિટલ ઈકોનોમી અને સપ્લાય ચેઇનને મજબૂત કરવા રચાયેલ કરાર છે. તેના દરેક ભાગીદાર દેશ જ્યારે ચીન સાથે દ્વિપક્ષીય વેપાર ધરાવે છે ત્યારે આ કરાર કોઈ નવું બજાર ઉપલબ્ધ કરાવવાની બાંયધરી આપ્યા વિના સભ્ય દેશોને કઈ રીતે આકર્ષે છે અને ચીનના આર્થિક દબદબાનો કેવી રીતે સામનો કરે છે જોવું રસપ્રદ રહેશે. પ્રશ્ન એ છે કે ‘શું IPEF ચીનનો સામનો કરી શકશે?’ મહત્ત્વની વાત એ છે કે આ દેશોમાંથી મોટા ભાગના દેશો ચીની આધિપત્યવાળા RCEPમાં પણ સામેલ છે. કેટલાક ASEANના પણ સભ્ય છે ત્યારે IPEF કઈ રીતે અલગ પડશે? – ડૉ. જયનારાયણ વ્યાસ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
તાજેતરમાં જ ટોક્યોમાં ઑસ્ટ્રેલિયા, ભારત, જાપાન અને અમેરિકાની બીજી ક્વાડ લીડર્સ સમિટ સંપન્ન થઈ. એ પહેલાં અમેરિકન પ્રમુખ જો બાઈડેને દક્ષિણ કોરિયાની મુલાકાત લીધી હતી. દક્ષિણ કોરિયાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ યૂન સિઓક-યોલ હાલ ક્ષેત્રિય તણાવને લઈને રાષ્ટ્રીય સુરક્ષા અંગે ચિંતિત છે. તેમણે એશિયા-પેસિફિકમાં ચીનની વધતી જતી મહત્ત્વાકાંક્ષાને મર્યાદિત કરવા રચાયેલા જૂથ ક્વાડનો હિસ્સો બનવાની ઉત્સુકતા વ્યક્ત કરી છે. ચીન દક્ષિણ કોરિયાનું સૌથી મોટું વેપારી ભાગીદાર છે. અગાઉ પણ દક્ષિણ કોરિયા ચીન વિરુદ્ધ બનેલા મંચોથી બચતું રહ્યું છે ત્યારે તે ક્વાડમાં જોડાઈને ચીનના વિરોધનું કેટલું જોખમ ઉઠાવી શકશે એ એક સવાલ છે.
યૂને બાઈડેન સાથેની વાતમાં જણાવ્યું હતું કે દક્ષિણ કોરિયાની નજરમાં સુરક્ષાનો ખ્યાલ માત્ર સૈન્ય કરતાં વ્યાપક વિષય છે. આજે આપણે આર્થિક સુરક્ષાના યુગમાં જીવી રહ્યા છીએ, જ્યાં અર્થતંત્ર સુરક્ષા છે અને સુરક્ષા એ અર્થતંત્ર છે. મોટા ભાગના એશિયાના પરિપ્રેક્ષ્યમાં સંરક્ષણ અને આર્થિક સ્થિરતાનો ખ્યાલ એકબીજા સાથે જોડાયેલો છે. રાષ્ટ્રપતિ યૂનનું નિવેદન છેલ્લાં અઢી વર્ષના પીડાદાયક અનુભવોનો નિચોડ છે. કોરોના મહામારી અને યુક્રેન પર રશિયાના આક્રમણે આપણને શીખવ્યું છે કે અન્ય માલસામાનની સાથે આવશ્યક દવાઓ, ક્રૂડ ઓઇલ અને કૃષિ સામગ્રીના ઉત્પાદન અને વિતરણમાં કેટલા ગંભીર અવરોધો આવી શકે છે જે વૈશ્વિક અર્થવ્યવસ્થાને હચમચાવી નાખે છે.
આર્થિક વિકાસથી શરૂ થયેલી ચીનની સફર આજે લશ્કરી વર્ચસ્વમાં પરિણમી છે. ચીન આજે વૈશ્વિક પડકાર બની ગયું છે અને આ જોખમને કાબૂમાં રાખવા માટે ચીનના આર્થિક વિસ્તરણ પર બ્રેક લગાવવી જરૂરી છે, જે માટે વૈશ્વિક સત્તાઓ છેલ્લા કેટલાક સમયથી પ્રયાસો કરી રહી છે. પાછલાં વર્ષોમાં, એશિયા પેસિફિકમાં SAARC, ASEAN વગેરે જેવાં ઘણાં આર્થિક જોડાણો બન્યાં છે, પરંતુ કાં તો તેઓ ચીનના પ્રતિકાર માટે સક્ષમ નહોતા અથવા સમય જતાં, પોતે જ ચીની સિસ્ટમનો એક ભાગ બની ગયા. આ ઉદ્દેશોને સિદ્ધ કરવા તાજેતરમાં અમેરિકાએ ઈન્ડો-પેસિફિક ઈકોનોમિક ફ્રેમવર્ક (IPEF) નામનું ૧૩ દેશોનું જોડાણ બનાવ્યું છે.
આ તેર દેશોમાંથી ત્રણ વિશ્વની ટોચની છ અર્થવ્યવસ્થાઓમાં સામેલ એવા ભારત, અમેરિકા અને જાપાન છે. બાકીના દસ દેશો વિયેતનામ, દક્ષિણ કોરિયા, બ્રુનેઈ, ઇન્ડોનેશિયા, ફિલિપાઇન્સ, ઑસ્ટ્રેલિયા, સિંગાપોર, ન્યુઝીલેન્ડ, થાઇલેન્ડ અને મલેશિયા પણ એશિયા પેસિફિકમાં ભૂરાજકીય પરિદૃશ્યમાં મહત્ત્વપૂર્ણ આધારસ્તંભ છે. આ દેશોમાં એક પરિબળ સામાન્ય છે અને તે છે ચીન. ચીને આ દેશોના વિકાસ પર નકારાત્મક અસર કરી છે અને લગભગ તમામને ચીનની વિસ્તરણ નીતિઓ દ્વારા નુકસાન થયું છે.
ભારત તેમ જ દક્ષિણ ચીન સમુદ્રના દેશો તો ચીન સાથે સીધો પ્રાદેશિક વિવાદ ધરાવે છે. આ દેશો વૈશ્વિક જીડીપીના લગભગ ૪૦ ટકાનો હિસ્સો ધરાવે છે. IPEFનું મુખ્ય પરિબળ એ છે કે ચીન સામે અવરોધ ઊભો કરવાને બદલે એ તેના ભાગીદાર દેશોના સામુહિક વિકાસ માટે કામ કરશે. રોકાણ અને ટેકનોલોજીની વહેંચણી થકી વેપારમાં સહયોગ, સ્થિતિસ્થાપક સપ્લાય ચેઇન સ્થાપવી, ક્લીન એનર્જી અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવા, મની લોન્ડરિંગ, કરચોરી અને ભ્રષ્ટાચાર જેવી ખરાબ પ્રથાઓ અટકાવવી જેવા સિદ્ધાંતો IPEFનો આધાર છે.
IPEF મૂળ તો આ વિસ્તારમાં ડિજિટલ ઈકોનોમી અને સપ્લાય ચેઇનને મજબૂત કરવા રચાયેલ કરાર છે. તેના દરેક ભાગીદાર દેશ જ્યારે ચીન સાથે દ્વિપક્ષીય વેપાર ધરાવે છે ત્યારે આ કરાર કોઈ નવું બજાર ઉપલબ્ધ કરાવવાની બાંયધરી આપ્યા વિના સભ્ય દેશોને કઈ રીતે આકર્ષે છે અને ચીનના આર્થિક દબદબાનો કેવી રીતે સામનો કરે છે જોવું રસપ્રદ રહેશે. પ્રશ્ન એ છે કે ‘શું IPEF ચીનનો સામનો કરી શકશે?’ મહત્ત્વની વાત એ છે કે આ દેશોમાંથી મોટા ભાગના દેશો ચીની આધિપત્યવાળા RCEPમાં પણ સામેલ છે. કેટલાક ASEANના પણ સભ્ય છે ત્યારે IPEF કઈ રીતે અલગ પડશે?
– ડૉ. જયનારાયણ વ્યાસ
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.