તમિલનાડુના કરુર જિલ્લામાં ગત રોજ શનિવારે સાંજે એક રેલી દરમિયાન ભાગદોડ મચી ગઈ હતી. જેમાં ઓછામાં ઓછા 39 લોકોની મોત અને 100થી વધુ લોકો ઘાયલ થયા હતા. આ ઘટનાએ રાજ્યમાં હલચલ મચાવી દીધી છે અને લોકોએ વિજયની ટીકા શરૂ કરી દીધી. આ ઘટના બાદ અભિનેતા-રાજકારણી વિજયના ઘરના સુરક્ષા કડક કરવામાં આવી છે.
શનિવારે સાંજે વિજયના ચૂંટણી પ્રચાર માટેની રેલી દરમિયાન મોટી ભીડ મચી ગઈ હતી. ભારે ભીડના કારણે ઘટનાસ્થળે જ લોકો બેભાન થયા અને ભીડને કાબૂમાં લાવવી મુશ્કેલ થઈ ગઈ હતી. જોકે કેટલાક ઘાયલ લોકોને નજીકની હોસ્પિટલોમાં સારવાર હેઠર ખસેડાયા છે. આ દુર્ઘટનાએ રેલીના આયોજન વ્યવસ્થા પર પણ ઘણા પ્રશ્નો ઊભા કર્યા છે.
રાજ્ય સરકાર અને વિરુદ્ધ પાર્ટી ડીએમકેની તરફથી વિજય પર આરોપો લગાવવામાં આવ્યા છે. ડીએમકેના નેતાઓનો દાવો છે કે વિજયની રેલીઓમાં હંમેશા માર્ગદર્શિકાનું ઉલ્લંઘન થાય છે. જે આ દુર્ઘટનાનું મુખ્ય કારણ બની છે. રાજ્ય સરકારે જણાવ્યું છે કે રેલીના આયોજકો દ્વારા પીવાના પાણી અને ખોરાકની યોગ્ય વ્યવસ્થા ન હોવાને કારણે ભીડમાં રહેલા લોકો માટે હાલત વધુ ગંભીર બની ગઈ હતી.
બીજી તરફ ટીવીકેના વકીલોએ સ્પષ્ટ કર્યું છે કે પાર્ટીએ રેલી માટે તમામ પોલીસ માર્ગદર્શિકાનું પાલન કર્યું હતું. વિજયને આ દુર્ઘટનાથી ખૂબ દુઃખ થયું છે અને તે તમિલનાડુના લોકોને ખૂબ જ પ્રેમ કરે છે. વકીલોએ વધુમાં કહ્યું કે રેલીમાં કોઈને નુકસાન પહોંચાડવાનું ઇરાદો ન હતો. તેમજ આ ભીડના નિવારણ માટે પણ પ્રયાસ કરવામાં આવ્યા હતા પરંતુ ભીડની ભારે સંખ્યાના કારણે દુર્ઘટના રોકી શકાઈ ન હતી.
હાલની પરિસ્થિતીને જોઈ સ્થાનિક અધિકારીઓ અને પોલીસ દ્વારા વિજયના ઘરની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે. જેથી આવી ઘટનાઓ ફરીથી ન બને. આ દરમિયાન રાજ્ય સરકારે રેલીઓના આયોજનને વધુ કડક નિયમોના હેઠળ લાવવામાં અને ભીડ સંભાળવાની વ્યવસ્થા સુધારવાની સૂચના આપી છે.
કરુર રેલી દુર્ઘટનાએ નાગરિકો અને રાજકારણીઓની વચ્ચે ભીડ નિયંત્રણ અને સુરક્ષા વ્યવસ્થા અંગે મહત્વના પ્રશ્નો ઉભા કર્યા છે. વિશ્લેષકોનું કહેવું છે કે રેલીમાં આ પ્રકારની ઘટનાઓને અટકાવવા માટે નવી માર્ગદર્શિકાઓ અને ભીડ મેનેજમેન્ટની તૈયારી જરૂરી છે.