Gujarat

સચિવાલયના અધિકારી -કર્મચારીઓની વર્ક ફ્રોમ હોમની માંગ

GANDHINAGAR : અમદાવાદ ( AHEMDABAD ) , સુરત ( SURAT) સહિત સમગ્ર રાજ્યભરમાં કોરોનાએ ( CORONA) રીતસર તાંડવ મચાવ્યું છે. દિવસે-દિવસે કેસોની સંખ્યામાં વિક્રમજનક વધારો થઈ રહ્યો છે. ગાંધીનગરના સચિવાલય અને મુખ્યમંત્રી કાર્યાલય સ્વર્ણિમ સંકુલમાં પણ કોરોના ( CORONA ) પ્રવેશ કરી ચૂક્યો છે. તેવામાં સચિવાલય સેકશન અધિકારી એસોસિએશન દ્વારા મુખ્યમંત્રીને પત્ર લખી 50 ટકા હાજરી અથવા વર્ક ફ્રોમ હોમની માંગણી કરવામાં આવી છે.

રાજ્યમાં દિવસે દિવસે કોરોનાનું સંક્રમણ તીવ્ર બની રહ્યું છે, અને લગભગ તમામ હોસ્પિટલોમાં હાઉસફુલના પાટિયા લાગી ગયા છે. બીજી તરફ રાજ્યનો વહીવટ જ્યાંથી ચાલી રહ્યો છે. તેવા સચિવાલય સંકુલમાં સંખ્યાબંધ કર્મચારીઓ સંક્રમિત થયા છે, તેમજ બે થી ત્રણ અધિકારીઓનું કોરોનાથી મૃત્યુ પણ થયા છે. આવી સ્ફોટક પરિસ્થિતિમાં સચિવાલય સેકશન અધિકારી એસોસિએશન દ્વારા મુખ્યમંત્રીને પત્ર લખીને કર્મચારી -અધિકારીઓ સુરક્ષિત રહે અને તેમના સ્વજનો સંક્રમિત ન બને તે માટે ઓફિસમાં 5૦ ટકા હાજરી અથવા વર્ક ફોર્મ હોમની વ્યવસ્થા લાગુ કરવા માગણી કરી છે. વધુમાં જણાવવામાં આવ્યું હતું કે કોરોનાની હાલની પરિસ્થિતિને કાબૂમાં લેવા ગત વર્ષની માફક આવશ્યક સેવાઓ સિવાયના તમામ વિભાગો અને કચેરીઓમાં 50 ટકા હાજરી અથવા ત્રીજા ભાગના કર્મચારીઓને રોટેશન મુજબ બોલાવવાની વ્યવસ્થા કરવા આદેશ બહાર પાડવામાં આવ્યા હતા, તે મુજબની વ્યવસ્થા આ સંજોગોમાં પણ કરવામાં આવે તેવી વિનંતી કરી છે.

ગાંધીનગરમાં વધતાં જતાં કોરોનાના કેસોના કારણે હાલ જાહેર જગ્યાઓ અને ધાર્મિક જગ્યાઓ પર પ્રતિબંધ લગાવીને બંધ રાખવા માટે નિર્ણય લેવાયો છે . ગાંધીનગરમાં પ્રવાસન માટે મોટી સંખ્યામાં લોકો આવતા હોય છે , જો કે હાલમાં કોરોના વકરતાં બોચાસણવાસી અક્ષપપુરૂષોત્તમ સ્વામીનારાયણ સંસ્થા સંચાલિત (બીએપીએસ) અક્ષરધામન મંદિર ( AKSHARDHAM TEMPLE ) ને હમણાં દર્શનાર્થીઓ માટે બંધ કરી દેવાયું છે. અક્ષરધામના સત્તાવાર સૂત્રોએ આજે એવી જાહેરાત કરી હતી કે કોરોનાના વધતાં જતાં કેસોને ધ્યાનમાં રાખીને આવતીકાલ તા.9મી 30મી એપ્રિલથી સુધી અક્ષરધામ બંધ રાખવામાં આવશે. કોરોનાના કેસો વધતાં હવે ગાંધીનગર કલેકટર કચેરી તેમજ તાલુકાઓમાં આવેલા જન સેવા કેન્દ્રો 12મી એપ્રિલ સુધી બંધ કરવાનો નિર્ણય લેવાયો છે.

Most Popular

To Top