દિવાળીના (Diwali) આગમનની તૈયારી થાય ઘરની સાફ-સફાઈથી (Cleaning). ગૃહિણીઓ (House Wife) માટે નવરાત્રી જાય એટલે ઘરની સફાઈ શરૂ થઈ જાય. જાણે ઉત્સવોની મહારાણી દિવાળીને પોંખવાની તૈયારીઓ શરૂ થઈ જાય! લાગી ગયાને દિવાળીની સાફ સફાઈમાં. હાલ ઠેરઠેર ગૃહિણીના હાથમાં ઝાપટિયું કે સાવરણી દેખાશે અને સુંદર ચહેરા પર મેકપને બદલે માળીયાની જામેલી ધૂળ ચોંટેલી હશે. આ દિવાળી તહેવાર જ એવો છે કે પ્રકાશના પર્વમાં ઘરમાં પણ રોશની ફેલાય અને એ રોશની થકી દરેકની જિંદગીમાં નવી ખુશાલીઓ આવે તે માટે એક નવો ઉમંગ દરેક ચહેરા પર ચમકતો હોય છે. પણ ઘણીયવાર એવું બને છે કે દિવાળીની સાફ સફાઈમાં જૂની દબાયેલી યાદો બહાર નીકળે છે તો સાથે કેટલાક છુપાયેલા સિક્રેટ (Secret). અનેક ગૃહિણીઓ સાથે એવું બન્યું હશે કે તેમના માટે લાવેલી હસબન્ડની ગિફટ એમના હાથે લાગી ગઈ હોય કે છોકરાઓના છુપાવેલ સિક્રેટ્ની એમને ખબર પડી ગઇ હોય. ચાલો સફાઈ કરતાં કરતાં જૂની યાદોને તાજા કરીએ….
દિકરાના ફ્રેંડ્સ સાથેની ટ્રીપની ટિકિટ હાથે લાગી
૪૨ વર્ષીય વૈશાલી ગાલા જ્ણાવે છે કે, ‘’ દિવાળી નજીક આવે એટલે ગ્રુહિણિઓનું ટેન્શન વધી જાય, કેમ કે સાફ સફાઇ, રંગરોગાણ, ખરિદી, તૈયારી બધુ જ સાથે ભેગુ થાય અને સૌથી મોટું ટેન્શન માથા પર ભમતું હોય સફાઇનું. આથી હું દિવાળીને ૧૫ કે ૨૦ દિવસ બાકી હોય એના પહેલા જ સફાઇ શરૂ કરું. એમા બન્યું એમ હતું કે મારો ૧૭ વર્ષનો દિકરો અને ૨૪ વર્ષની દિકરી છે. જે દિવાળીમાં એના ગ્રુપ સાથે બહાર જવાનો હતો પણ અગાઉથી તેણે અમને જાણ કરી નહિ હતી પણ ટ્રાવેલ બુકિંગની ટિકીટ મને સફાઇ વખતે હાથ લાગી અને મેં તેને પૂછ્યું તો મને કહે હું તમેને કહેવા માટેના સમયની પ્રતિક્ષા જ કરતો હતો એ પહેલા તમને ખબર પડી ગઇ અને તેની ટ્રીપ્નો પ્લાન વિષે મને અગાઉથી જ જાણ થઇ ગઇ’’
રૂમ સફાઇ વખતે હસબન્ડની સંતાડેલી સરપ્રાઇઝ ખબર પડી ગઇ
૨૫ વર્ષીય વિશાખા જ્ણાવે છે કે, ‘’ અમારા રિલેશનને ૧૦ વર્ષ થયા અને લગ્નને ૮ મહિના થયા છે. હું મારા હસબંડને કેટલાય સમયથી કહેતી હતી કે કોરોના સમયને લીધે લગ્ન બાદ આમ તો કશે જવાયું નથી તો ચાલો આ વેકેશનમાં બહાર ફરવા જઇએ પણ તેઓ મને કોઇને કોઇ બહાનું બનાવી મારી વાત ટાળી દેતા કે આ વખતે બહાર નહિં જવાશે. આવું સાંભળી મારું મુડ ઓફ થઇ જતું પણ જેવી મેં મારા રૂમની સફાઇ શરૂ કરી કબાટમાં એમના કપડાં નીચેથી મને વૈષ્વદેવીની ટિકિટ મળી. એ જોઇને મારી તો ખુશીનો પાર ના રહ્યો. પણ એક અફસોસ એ થયો કે એમણે મારા માટે દિવાળી સરપ્રાઇઝ ગીફટ નક્કી કરેલી એ મને અગાઉથી ખબર પડી ગઇ અને એમનો પ્લાન ચોપટ થઇ ગયો પણ સારી વાત જાણવા મળી એની ખુશી એની સામે બમણી છે. ‘’
જુના લેટર અને ગીફટને જોઇને ઇમોશનલ થઇ જવાયું
ભાવીકા જ્ણાવે છે કે, ‘’ગયા વર્ષની વાત છે. આમ તો મારી સગાઇ કર્યાના ૨ વર્ષ થયા. હું દિવાળી સફાઇ કરતી હતી. ઘરની સફાઈ બાદ કબાટ સાફ કરતી હતી, જેમાથી મને એક ડ્રોવરમાં લેટર મળ્યાં જે મારા હસબન્ડે મને લખેલા હતા. સાથે એમા મેં તેમને પહેલીવાર પ્રપોઝ કરેલું સુકાયેલું ગુલાબ ફુલ , મેં આપેલી તમામ ગિફટ પણ સાચવેલી હતી. તેમજ દરેક ઉપર તેમણે તારીખ અને સમય સહિત લખેલું હતું, તે જોઇને મારી આંખમાંથી આસું જ સરી પડયા અને મારાથી ઇમોશનલ થઇ જવાયું. સાચું કહું તો તે દિવસે અમારો ઝઘડો થયો હતો પણ એમની આ સાચવેલી પ્રેમની યાદો જોઇ મારો બધો ગુસ્સો ભુલીને મેં સામેથી એમને કોલ કર્યો અને જુના દિવસોને યાદ કર્યા’’
દિકરાના અફેરનો ભાંડો ફુટયો
જેનીષા યાદવ જણાવે છે કે, ‘’ આમ તો દર વખતે ઘરની સાફ સફાઇ વખતે કોઇને કોઇ એવી યાદગાર વસ્તુ બહાર આવતી જ હોય છે કે પછી કોઇએ છુપાવેલું હોય એ પણ ખબર પડી જતી હોય છે. જેમાથી એક યાદગાર બનાવ કહું તો બે વર્ષ પહેલાં મને મારા દિકરાંના અફેર વિષે ખ્યાલ નહિં હતો. સફાઇ વખતે તેના બેગમાંથી એક ડ્રેસ મેં જોયો. હું મનમાં ખુશ થયા કરતી હતી કે મારા માટે દિવાળી ગિફટ લાવ્યો હશે એમ વિચારી હું કશું જ બોલી નહિં. પણ દિવાળી પણ જતી રહી પછી મારાથી રહેવાયું નહિ અને મેં પૂછી લીધું કે પેલા ડ્રેસનું શું થયું? એ સમયે એણે મને તેના અફેર વિષેની વાત કરી. કદાચ એ ડ્રેસ હાથમાં નહિં આવ્યો હોત તો હજુ મને તેની ગર્લફ્રેંડ વિષે ખબર જ નહિં પડતે.’’
- કેવા કેવા સિક્રેટ આવે બહાર
- છોકરાઓના અફેર વિષેના પુરાવા
- હસબન્ડની સરપ્રાઇઝ
- જુના લેટર કે ફોટા
- જુની અનેક યાદો
- ગર્લફ્રેંડ કે બોયફ્રેંડના દિવાળી ગિફટ
- પતિ પત્ની વચ્ચેનાં અનેક સિક્રેટ