ગાંધીનગર: પેપર લીકના (PaperLeak) દૂષણને (Scam) ડામવા માટે સરકાર દ્વારા ગૌણ સેવા પસંદગી મંડળની પરિક્ષાની (SecondaryServiceSelectionBoardExam) સિસ્ટમમાં ધરમૂળથી ફેરફાર કરાયા છે. ગૌણ સેવા પસંદગી મંડળની પરિક્ષા પદ્ધતિમાં મોટા ફેરફારની જાહેરાત આજે કરવામાં આવી છે.
હવે આ પરિક્ષ મેન્યુઅલ નહીં લેવામાં આવે. આ પરિક્ષાને હવે પેપરલેસ (PaperLess) કરી દેવામાં આવી છે. તે હવે ઓનલાઈન લેવામાં આવશે. હવે ઉમેદવારોની સંખ્યાને આધારે એક દિવસથી વધુ પરીક્ષા લેવાશે. એક દિવસ દરમિયાન 3 પેપર નીકળશે. ઉમેદવારોએ કોમ્પ્યુટર પર જ પરીક્ષા આપવાની રહેશે.
ગુજરાત રાજ્યમાં છેલ્લાં કેટલાંક વર્ષોથી પેપર લીકનું દૂષણ ચિંતાજનક હદે વ્યાપી ગયું છે. ખાસ કરીને ગૌણ સેવા પસંદગી મંડળની પરિક્ષાના પેપર પહેલાંથી જ લીક થઈ જતા હોવાના કૌભાંડનો પર્દાફાશ થયા બાદ રાજ્ય સરકાર આ મામલે ચિંતિત બન્યું હતું. હવે સરકારે ગૌણ સેવા પસંદગી મંડલની પરિક્ષા પદ્ધતિમાં જ મોટો ફેરફાર કરી દીધો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર ગૌણ સેવા પસંદગી મંડળની પરિક્ષાની પદ્ધતિ પેપર લેસ કરી દેવામાં આવી છે. એટલે કે હવે ઉમેદવારોએ કોમ્પ્યુટર પર જ પરિક્ષા આપવાની રહેશે. એક સાથે 15,000 વિદ્યાર્થીઓ પરિક્ષા આપી શકે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવશે. ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ટીસીએસ કંપનીને પરિક્ષાના આયોજન માટેની જવાબદારી સોંપવામાં આવશે.
આગામી દિવસોએ યોજાનાર બીટ ગાર્ડની પરીક્ષા પણ ઓનલાઈન પદ્ધતિથી લેવાશે. વિગતો મુજબ પરીક્ષા અંદાજીત એક સપ્તાહથી વધુ સમય ચાલશે. જેમાં 4.5 લાખ ઉમેદવારો પરીક્ષા આપશે.