Dakshin Gujarat

નિઝરના રૂમકી તળાવ ખાતે શાળાની પ્રયોગશાળામાં આગ લગતા અફરા તફરીનો માહોલ

સુરત: નિઝર તાલુકાની રૂમકી તળાવ ખાતે આવેલ સરકારી માધ્યમિક શાળાની (Secondary School) પ્રયોગ (Experiment) શાળામાં વિદ્યાર્થીઓના પ્રયોગ દરમિયાન અચાનક આગ (Fire) ભભૂકી ઊઠી હતી. શોર્ટ સર્કિટ (Short Circuit) થવાથી આગ લાગી હોવાનું જાણવા મળ્યું છે. જો કે, આ આગ પર સમયસર કાબૂ મેળવી લેવાતાં મોટી નુકસાની ટળી હતી. આગને કારણે શાળામાં અફરાતફરી મચી ગઈ હતી. જો કે, કોઈ જાનહાનિ કે મોટી નુકસાની થઈ ન હતી. જેને લઇને શાળા પરિવારે રાહતની લાગણી અનુભવી છે.

અંકલેશ્વરના સોલવન્ટના ગોડાઉનમાં આગની અસરથી 200 પારેવાએ જીવ ગુમાવ્યો
ભરૂચ, અંકલેશ્વર: અંકલેશ્વરની કિરણ કેમિકલ કંપનીના ગોડાઉનની બાજુમાં આવેલા ગોડાઉનમાં 200 કરતાં વધારે કબૂતરનો વસવાટ હતો. કિરણ કેમિકલ કંપનીના ગોડાઉનમાં સોલવન્ટનો જથ્થો હોવાના કારણે આગ ઝડપથી પ્રસરી જતાં પક્ષીઓનો આશિયાનો પણ આગમાં સપડાઈ ગયો હતો. અંકલેશ્વરમાં કંપનીઓમાં લાગતી આગના ઇતિહાસમાં પ્રથમ વખત પારેવડાંનાં મોતનાં દૃશ્યો સામે આવ્યાં હતાં.અંકલેશ્વર સહિત જિલ્લા ઔદ્યોગિક વસાહત સ્થપાયાને હજારો આગની ઘટના સામે આવી છે. પણ પ્રથમ વખત અંકલેશ્વરમાં એકસાથે 200થી વધુ પક્ષીનાં મોતની ઘટના સામે આવી છે. અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં ગુરુવારે કિરણ કેમિકલ્સ કંપનીમાં આગની ઘટના સામે આવી હતી. જીવદયાપ્રેમી સંજય પટેલને જાણ થતાં તેઓ વન વિભાગના અધિકારીઓ સાથે કંપની ખાતે દોડી આવ્યા હતા અને મૃત કબૂતરોને જોઇ ઉપસ્થિત તમામનાં હૃદય દ્રવી ઊઠ્યાં હતાં.

ઝઘડિયાની ફૂલવાડી શાળામાં વિજ્ઞાનની લેબ બનાવાશે
ઝઘડિયા: ઝઘડિયા જીઆઈડીસીની ગેલેક્ષી સરફેક્ટન્ટ્સ કંપની દ્વારા તેની સામાજિક જવાબદારી અન્વયે ઝઘડિયા જીઆઈડીસીની આજુબાજુના વિસ્તારમાં સીએસઆર એક્ટિવિટી હેઠળ આરોગ્ય, શિક્ષણ, સ્થાનિકોની પ્રાથમિક જરૂરિયાતો માટે કામ કરે છે. ઝઘડિયા જીઆઈડીસીમાં આવેલ ગેલેક્ષી સરફેક્ટન્ટ્સ લિ. કંપનીના સહયોગ દ્વારા ફૂલવાડી ગામમાં પ્રાથમિક શાળા ફૂલવાડીમાં પાયાના શિક્ષણ અને ફૂલવાડી ગામનાં બાળકોના ઉજ્જવળ ભવિષ્યને‌ ધ્યાનમાં રાખી નવી લેબ બનાવવા માટે નિર્ણય કરવામાં આવ્યો હતો.

શુક્રવારના રોજ નવી લેબના મકાનનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું
શુક્રવારના રોજ નવી લેબના મકાનનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગેલેક્ષી સરફેક્ટન્ટ્સ લિ. કંપનીના અધિકારીઓ, સામાજીક આગેવાન નરેન્દ્રભાઈ પટેલ, તલોદરા ગામના સરપંચ વિઠ્ઠલભાઈ તથા ફૂલવાડી ગામના સરપંચ, ઉપસરપંચ સાથે ગામના ભાઈઓ ઉપરાંત યુવા મિત્રોએ હાજરી આપી હતી. ફૂલવાડી ગ્રામ પંચાયત તેમજ પ્રાથમિક શાળા ફૂલવાડી, ગ્રામજનો વતી ગેલેક્ષી કંપનીનો‌ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.

Most Popular

To Top