વડોદરા : શહેરના વડસર રોડ રેયલવિલા સોસાયટીમાં વાહન પાર્ક કરવા બાબતે બોલાચાલી બાદ ઝગડો થયો હતો. ત્યારે ત્રણ જેટલા ઈસમોએ દંપતી સહિત સોસાયટીના પ્રમુખ તેમજ અન્યને મારમાર્યો હતો. આ સાથે પથ્થર અને પટ્ટા વડે પણ મારામારી કરી હતી. જેમાં દંપતી ગંભીર રીતે ઈજાગ્રસ્થ થયા હતા. સમગ્ર મામલે માંજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે ગુના નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
શહેરના વડસર રોડ રોયલવિલા સોસાયટીમાં રહેતા ગૌરાંગભાઈ નરેશભાઈ મીસ્ત્રી(ઉ.વ.46) એલ્યુમીનીયમનો ધંધો કરે છે. તેઓએ માંજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે, અમારી સોસાયટીમાં રહેતો રોમીલ ઉર્ફે બબલુ પહવારી રોય વાહન અડચણરૂપ કરતા પાર્ક કરે છે. રવિવારે રોમીલ ઉર્ફે બબલુ કલબ હાઉસ સામે વાહન પાર્ક કરવાના મુદ્દે સોસાયટીના પ્રમુખ હીમાંશુ મનુભાઈ પટેલે સોસાયટીના સભ્યોની મીટીંગ બોલાવી હતી.
જેમાં રોમીલ ઉર્ફે બબલુને સમજાવવા જતા તે એકદમથી ઉશ્કેરાઈ ગયો હતો અને પ્રમુખ હીમાંશુભાઈને ગાળો બાલી મારમારવા લાગ્યો હતા. આ દરમિયાન તેણે તેના મોટા ભાઈ જુગલ કિશોર રાય તથા તેના ભત્રીજા અજીત કિશોર રાયને ફોન કરીને બાલાવી લીધા હતા. ત્યારે હું ત્યાં ઉભો હતો ત્યાં જુગલ તથા અજીતે આવી મને ઈંટ તથા પટ્ટા વડે માર્યુ હતું. આ સાથે અજીતે પથ્થર લઈ મારી પત્નીને પણ મારી દિધુ હતું. તથા સોસાયટીના અન્ય રહીશ અમીતભાઈને પણ લાફો મારી દિધો હતો.પથ્થર તથા પટ્ટા વડે મારમારતા દંપતી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. જેથી તેઓને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવાયા હતા. ઉપરોક્ત ફરિયાદના આધારે પોલીસે ગુના નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.