વૈજ્ઞાનિકોએ બનાવ્યું એવું ટી-શર્ટ જે માનવીની ત્વચાના સંપર્કમાં રહીને ધબકારા સાંભળશે – Gujaratmitra Daily Newspaper

Science & Technology

વૈજ્ઞાનિકોએ બનાવ્યું એવું ટી-શર્ટ જે માનવીની ત્વચાના સંપર્કમાં રહીને ધબકારા સાંભળશે

આપણે હૃદયના (Heart) ધબકારા સાંભળવા અને માપવા માટે અનેક વસ્તુઓ જોઈ છે. પરતું વૈજ્ઞાનિકોએ (Scientists) એક અલગ જ વસ્તુ બનાવી છે જેની મદદથી હૃદયના ધબકારા (Heartbeat) સાંભળી શકાય છે. વૈજ્ઞાનિકોએ એકોસ્ટિક ફેબ્રિકમાંથી (Acoustic fabric) માનવ હૃદયના ધબકારા સાંભળી શકે તેવું ટી-શર્ટ (T-shirt) બનાવ્યું છે. જે માનવ શરીરમાં માઇક્રોફોનની (Microphone) જેમ કામ કરે છે.

  • વૈજ્ઞાનિકોએ માનવ હૃદયના ધબકારા સાંભળવા એક નવા પ્રકારનુ ટી-શર્ટ બનાવ્યું છે
  • આ પહેલા વૈજ્ઞાનિકોએ મનુષ્યને અદ્રશ્ય કરવાવાળું કવચ, રોબોટ બકરી પણ બનાવ્યા છે
  • ટી-શર્ટને ફેબ્રિક પીઝોઇલેક્ટ્રિક મટિરિયલના ફાઇબરમાંથી બનાવવામાં આવ્યું છે

વિજ્ઞાનની દુનિયામાં દરરોજ કોઈને કોઈ અનોખા સંશોધનો થતા રહે છે. ક્યારેક તે એવું કવચ બની જાય છે જે મનુષ્યને અદ્રશ્ય કરી દે છે તો ક્યારેક રોબોટ બકરી. વૈજ્ઞાનિકોએ આજ રીતે એક એવું ટી-શર્ટ વિકસાવ્યું છે, જે આપણા હૃદયના ધબકારા સાંભળી શકે છે. આ એક અલગ જ પ્રકારની પ્રથમ એવી શોધ છે, જે ત્વચાના સંપર્કમાં આવીને હૃદયના ધબકારાને મોનિટર કરી શકે છે. આ અનોખુ ટી-શર્ટ રોડ આઇલેન્ડ સ્કૂલ ઑફ ડિઝાઇન (Rhode Island School of Design) અને મેસેચ્યુસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નૉલૉજીના (Massachusetts Institute of Technology-MIT) એન્જિનિયરોએ મળીને તૈયાર કર્યું છે. તેઓ એવો દાવો પણ કરે છે કે તે ટી-શર્ટ પહેરનાર વ્યક્તિના હૃદયના ધબકારા અને તેની સંબંધિત લાક્ષણિકતાઓને શોધી શકાશે. ટી-શર્ટથી રિયલ ટાઈમની હૃદય સંબંધિત તમામ માહિતી મળી રહેશે.

મળતા અહેવાલો અનુસાર, ટી-શર્ટનું ફેબ્રિક પીઝોઇલેક્ટ્રિક (Piezoelectric) મટિરિયલના ફાઇબરમાંથી બનાવવામાં આવ્યું છે. તેની વિશેષતા એ છે કે જેવું જ આ ફેબ્રિક વળે તેવું જ તે ઇલેક્ટ્રિક સિગ્નલ બનાવવા લાગે છે. આ ફેબ્રિકને ઇલેક્ટ્રિક સિગ્નલને અવાજમાં રૂપાંતરિત થવા માટે મદદ કરે છે. તમને જણાવી દઈએ કે વૈજ્ઞાનિકોને આ વિચાર માનવ કાનના ડ્રમ પરથી મળ્યો છે, જે ફાઈબરથી બનેલો છે. જેમને આ વિશેનો અભ્યાસ કર્યો છે તે લેખક વેન યાનના કહ્યા અનુસાર, આ ફેબ્રિક પહેરનારના હૃદયના ધબકારા દ્વારા શોધી કાઢે છે કે તે આરામમાં છે કે બેચેનીમાં છે.

આ ટી-શર્ટની કિંમત હજુ નક્કી કરવામાં આવી નથી. વેન યાનના મતે ટી-શર્ટમાં વપરાતું ફેબ્રિક માનવ ત્વચા સાથે ઈન્ટરફેસ કરી શકે છે. તે માનવ શરીરમાં માઇક્રોફોનની જેમ કામ કરશે. ટી-શર્ટ પહેરતાની સાથે જ અવાજ બહાર આવશે અને આ અવાજને મિકેનિકલ વાઇબ્રેશનમાં કન્વર્ટ કરશે. જેમ આપણા કાન અવાજ સાંભળી શકે છે. તેનો ઉપયોગ માત્ર હૃદયના ધબકારા મોનિટર કરવા માટે જ નહીં પણ અવકાશયાનમાં પણ થઈ શકે છે. આ સાથે જાળ બનાવીને દરિયામાં માછલીઓ પર પણ નજર રાખી શકાશે.

Most Popular

To Top