ગાંધીનગર (Gandhinagar): રાજ્યમાં લગભગ દસ મહિના પછી શાળાઓ શરૂ થઇ છે. દેશ સહિત રાજ્યમાં પણ કોરોનાનું જોર ઓછું થયુ છે. રાજ્યમાં કોરોનાના કેસોની સંખ્યામાં ઘટાડો નોંધાઈ રહ્યો છે. ત્યારે હવે શાળાઓને અમુક નિયમો મુજબ શરૂ કરાઈ છે. રાજ્યમાં શાળા સંચાલકોના નિર્ણય મુજબ ધોરણ 9 અને 11ના વિદ્યાર્થીઓ માટે MWF સિસ્ટમ લાગુ કરી છે. જ્યારે ધોરણ ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓ માટે TTS સિસ્ટમ અપનાવી છે. બીજી તરફ 9 મહિના પછી આજે રાજ્યમાં કોરોનાને કારણે એક પણ વ્યક્તિએ જીવ ગુમાવ્યો નથી. જ્યારે છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યમાં રવિવારે નવા 316 કેસ નોંધાયા હતા જ્યારે 335 દર્દીઓ સાજા થયા છે. આમ દર્દીઓની સાજા થવાનો દર 97.00 ટકા રહ્યો છે.
આપણે બધા જ જાણીએ છીએ કે રાજ્યમાં આજથી શાળાઓ ફરી શરૂ થઇ છે. ગુજરાત શિક્ષણ વિભાગે કોરોનાનું જોર ઓછું થયા બાદ અને રસી આવ્યા પછી આ નિર્ણય લીધો છે. જણાવી દઇએ કે અન્ય રાજ્યોમાં ઘણા મહિનાઓથી શાળા કોલેજો શરૂ કરી દેવાઇ છે, પણ ગુજરાત સરકારે આ નિર્ણય ઉતાવળ કર્યા વગર લીધો છે. રાજ્યમાં ધોરણ 9-12ની શાળાો સાથે ચ્યૂશન કલાસીસ પણ શરૂ કરવાની મંજૂરી મળી ગઇ છે.
સમાચાર આવ્યા છે કે કોરોનાના સમયમાં બાળકોને ચેપ લાગવાની કોઇ સંભાવના ન રહે એ માટે કાળજીના દરેક પગલાને ધ્યાનમાં લઇને શાળા સંચાલકોએ બાળકોને શાળમાં બોલાવવા માટે એક નવો નિર્ણય લીધો છે. રાજ્યમાં શાળા સંચાલકોના નિર્ણય મુજબ ધોરણ 9 અને 11ના વિદ્યાર્થીઓ માટે MWF સિસ્ટમ લાગુ કરી છે. જ્યારે ધોરણ ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓ માટે TTS સિસ્ટમ અપનાવી છે. MFW એટલે મં-ડે, વેદ્નસ-ડે, ફ્રાય ડે. અને TTS એટલે ટ્યૂઝ-ડે, થર્સ-ડે અને સેટર ડે સિસ્ટમ લાગુ પાડી છે. એટલે કે ધોરણ 9 અને 11ના વિદ્યાર્થીઓને સોમ, બુધ અને શુક્રવારે શાળામાં બોલાવવામાં આવશે. જ્યારે ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓને મંગળ, ગુરૂ અને શનિવારે શાળામાં બોલાવવામાં આવશે.
આમ કરવાથી શાળામાં વિદ્યર્થીઓને ધસારો નહીં થાય અને સોશિયલ ડિસ્ટન્સ પણ જળવાયેલું રહેશે. જાણવા મળ્યુ છે કે આ સિસ્ટમ લાગુ કર્યા પછી ઓનલાઇન શિક્ષણ પણ ચાલુ રખાશે. કારણ જે દિવસે બાળકોએ શાળામાં આવવાનું નહીં હોય એ દિવસે પણ એમનું ભણવાનું ચાલુ રહેશે અને ભણતર પર આ નિર્ણયથી અસર થશે નહીં.
જણાવી દઇએ કે રાજ્યના આરોગ્ય વિભાગના સૂત્રોના જણાવ્યા પ્રમાણે છેલ્લા 24 કલાક દરમિયાન અમદાવાદ મનપામાં 72, સુરત મનપામાં 39, વડોદરા મનપામાં 67, રાજકોટ મનપામાં 35, ભાવનગર મનપામાં 1, ગાંધીનગર મનપામાં 3, જામનગર મનપામાં 6 અને જૂનાગઢ મનપામાં 2 કેસ, જ્યારે સુરત ગ્રામ્યમાં 8 કેસ નોંધાયા છે. રાજ્યમાં હાલમાં એક્ટિવ કેસોની સંખ્યા 3450 વેન્ટિલેટર ઉપર 33 અને 3417 દર્દીઓ સ્ટેબલ છે.