ગુજરાતમિત્રના એક સમાચાર મુજબ વર્ષ 2010 પછી સુરતની 13 શાળાઅદ કાયમ માટે બંધ પડકાર થઇ ગઇ અને બીજી 13 શાળાઓ ચાલુ રાખવા માટે મોટો પડકાર સ્વીકાર ચાલુ રહી છે. આવી બંધ પડેલ એક શાળામાં માટે મારા અંગત કામથી જવાનુ થઇ તો ત્યાં એકમાત્ર વોચમેન, એક કલાર્ક નેવી વ્યક્તિ સાથે મુલાકાત થઇ. એક સમયની ધમધમતી શાળા જોઇ હતી તે શાળામા૦ કાગડામાં ઉડતા હતા. જો મારા કામની વાત આટોપી શાળાની બહાર નીકળતી વખતે સાથે વોચમેન હતો. હું શાળાની અવદશા જોઇ અફસોસ વ્યક્ત કરતો હતો.
ત્યારે વોચમેને જે જણાવ્યુ઼ તે દુ:ખદ અને વખોડવા જેવી વાત હતા. શાળાની મિલકતોમાંથી લોખંડના ગડરો, દરવાજો અને બીજી ભંગારમાં વેચી શકાય તેવી ચીજ વસ્તુઓની ચોરી થઇ ગઇ છે. તે ચોરી કોણ કરાવે છે તે પણ વોચમેને જણાવ્યુ. શાળાના ટ્રસ્ટીઓ સમખાવા પુરતા પણ વરસોથી શાળામાં આંટો મારવા આવતા નથી. જેથી ચોરી ચપાટી અને બીજા દૂષણો શાળાના મેદાનમા કે શાળાની આસપાસમા ઘણા દૂષણો વકર્યા છે. જેને રોકનાર ટોકનાર કોઇ જ નથી. કોટ વિસ્તારની બંધ પડેલ શાળાઓ જે વિદ્યા મંદિર હતી તે આજે અડ્ડાઓ બની ગયા છે. છે કોણ રોકનાર ટોકનાર?
સુરત – પરેશ ભાટિયા – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
આ ભુવો એટલે શું?
કુદરત ક્યારેક સાનુકુળ તો ક્યારેક પ્રતિકુળ પણ બને. મુશળધાર વરસાદે, તે પહેલાં બિપોરજોય વાવાઝોડાએ પ્રજાની હાલત બેહાલ કરી. અલબત્ત સરકારી તંત્ર સજાગ રહ્યું, એક પણ મૃત્યુઆંક નોંધાયો નહિ, એવો દાવો છે. પરંતુ પૂલ અને રસ્તાની પરિસ્થિતિ ભયાનક બની. ટી.વી. ન્યૂઝ, વર્તમાન પત્રોમાં વારંવાર ભુવાનો ઉલ્લેખ મળે. પ્રાથમિકશાળામાં ભણતાં 75 વર્ષો પહેલાં ત્યારે શબ્દ ‘‘ખાડો’’ ‘‘ઊંડો ખાડો’’ ભયાનક ખાડો, જીવલેણ ખાડો જેવા શબ્દો કર્ણપટે અથડાતા. વર્તમાન સમય કરતા પ્રમાણ ઓછું. હવે શબ્દ ભુવો પડ્યો વપરાય છે. પહેલા ભુવો એટલે, ધૂણનાર, પીછી નાખનાર, ધાગા-દોરા બાંધનાર માટે શબ્દ ભૂવો સાંભળતા. ભાષા અને બોલી જુદી જ હોય. ટી.વી. જેવા માધ્યમ પર વારંવાર વપરાતો શબ્દ ભુવો રસ્તા પર પડી ગયેલ જોખમી ખાડા માટે વપરાય છે. ભુવો કે ખાડો સાચું શું? તજજ્ઞો ખુલાશો કરે. અથવા બંનેનો અર્થ એક જ થાય?
સુરત – કુમુદભાઈ બક્ષી– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.