અમદાવાદ: અમદાવાદના (Ahmedabad) શાળા સંચાલકોએ ફરી એકવખત ફી (Fees) વધારાની માંગણી સાથે શાળા સંચાલક મહામંડળે મુખ્યમંત્રી (CM) ભૂપેન્દ્ર પટેલને પત્ર લખી 2017માં ફી રેગ્યુલેટરી કમિટી (એફઆરસી)એ બેઝિક ફી સ્ટ્રક્ચર તૈયાર કર્યું હતું. આ ફી સ્ટ્રક્ચરમાં પાંચ, પાંચ હજારનો વધારો કરવા માંગણી કરવામાં આવી છે.
શાળા સંચાલક મહામંડળે મુખ્યમંત્રીને પત્ર લખી ફી વધારાની માંગણી કરતાં રજૂઆત કરી છે કે, 2017માં 15,000, 25,000 અને 30,000 એમ ત્રણ સ્લેબમાં બેઝિક ફી નક્કી કરવામાં આવી હતી. આ બેઝિક ફીમાં પાંચ, પાંચ હજારનો વધારો કરવાની માંગણી કરવામાં આવી છે. નિયમ મુજબથી વધારાની ફી લેવા ઈચ્છતા શાળા સંચાલકોએ એફઆરસીમાં જવું પડશે. જો કે, શાળા સંચાલક મહામંડળે ફી વધારાની માંગણી મુખ્યમંત્રી સમક્ષ કરી છે, આ ફી વધારો આગામી શૈક્ષણિક સત્રથી અમલમાં બને તે પ્રમાણેનો નિર્ણય લેવામાં આવે તેવી માંગણી કરી છે.