Dakshin Gujarat

લોકોમાં રોષ: તંત્રનું ધ્યાન માત્ર સુરત શહેર પર, જિલ્લો ભગવાન ભરોસે

બારડોલી: (Bardoli) સરકાર અને વહીવટી તંત્ર માત્ર શહેરી વિસ્તારમાં જ ધ્યાન કેન્દ્રિત કર્યું છે. જ્યારે કોરોનાએ સુરત શહેરની સાથે સાથે જિલ્લાને પણ બાથમાં લીધું છે. છેલ્લા ચાર દિવસથી જિલ્લામાં 100થી વધુ કેસો (Case) સામે આવી રહ્યા છે. જો કે તેમ છતાં વહીવટી તંત્ર દ્વારા કોઈ ધ્યાન આપવામાં આવતું ન હોય જિલ્લો (District) હાલ તો ભગવાન ભરોસે જોવા મળી રહ્યો હોવાનો રોષ સ્થાનીય લોકો ઠાલવી રહ્યાં છે.

સ્થાનિક સ્વરાજની ચૂંટણી પૂર્ણ થતાં જ રાજ્યમાં કોરોનાના કેસોમાં અચાનક વધારો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને વેક્સિનેશન બાદ બાદ પણ રાજકીય નેતાઓ અને સરકારી કર્મચારીઑ કોરોનાનો વધુ ભોગ બની રહ્યા છે. સુરત શહેરની સાથે સાથે જિલ્લામાં પણ કોરોના જેટ ગતિએ આગળ વધી રહ્યો છે. પરંતુ વહીવટી તંત્ર માટે શહેરમાં વસતા લોકોનો જ જીવ વ્હાલો હોય તેમ માત્ર શહેરી વિસ્તાર પર જ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં રોજબરોજ કેસોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે તેમ છતાં ગ્રામીણ લોકોની તંત્ર દ્વારા અવગણના કરવામાં આવી રહી છે.

દિનપ્રતિદિન વધી રહેલા કેસો છતાં વહીવટી તંત્ર તદ્દન નિષ્ક્રિય જોવા મળી રહ્યું છે. ક્યાંય પણ તંત્ર જોવા નથી મળી રહ્યું અને ક્વોરન્ટાઇન પણ માત્ર કાગળ પર જ થતું હોવાનું લોકમુખે ચર્ચા થઈ રહી છે. બીજી તરફ તંત્ર અને સરકાર પણ માત્ર સુરત શહેર પર વધારે ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે. શહેરમાં કોરોનાને કાબુમાં લાવવા માટે વિશેષ અધિકારીઓની પણ નિમણૂક કરવામાં આવે છે પણ ગ્રામ્ય વિસ્તાર તરફ કોઈનું ધ્યાન જતું નથી. ગ્રામ્ય વિસ્તારના લોકો ભગવાન ભરોસે હોવાનો અનુભવ કરી રહ્યા છે.

શાળા-કોલેજોમાં પણ કોરોનાનું સંકટ ટોળાય રહ્યું છે
બારડોલી અને આસપાસના વિસ્તારમાં અનેક શૈક્ષણિક સંસ્થાઓ આવેલી છે. બારડોલીને દક્ષિણ ગુજરાતનું શૈક્ષણિક હબ માનવામાં આવે છે. ત્યારે અહીં આવેલી સંસ્થાઓમાં સુરત અને અન્ય શહેરોમાંથી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને અધ્યાપકો અવરજવર કરતાં હોય છે. જેને કારણે શાળા-કોલેજોમાં (School College) પણ કોરોનાનું સંકટ ટોળાય રહ્યું છે. સુરત શહેરમાં શૈક્ષણિક સંસ્થાઓ બંધ કરી દેવામાં આવી છે તો જિલ્લા માટે કેમ કોઈ ગાઈડલાઇન બહાર પાડવામાં આવતી નથી તે અંગે પણ પ્રશ્નો ઉપસ્થિતિ થઈ રહ્યા છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top