દિલ્હી: કેન્દ્ર સરકાર દ્વારા અનુસુચિત જાતિ(Scheduled Castes)ના વિદ્યાર્થીઓ માટે વિશેષ યોજના શરૂ કરવામાં આવી રહી છે. 6 ડિસેમ્બરના રોજ ડો. બી.આર આંબેડકર (Dr. B.R Ambedkar)ના સ્મૃતિ દિવસ નિમિત્તે કેન્દ્રની મોદી સરકાર વિદ્યાર્થીઓ માટે શ્રેષ્ઠ યાજના (Shreshth Yojna) શરૂ કરવા જઈ રહી છે. આ યોજનાથી ઘણા વિદ્યાર્થીઓને લાભ થશે. કેન્દ્ર સરકાર અનુસુચિત જાતિના પ્રતિષ્ઠિત વિદ્યાર્થીઓને ખાનગી શાળાઓમાં ક્વોલિટી રેસીડેન્ટલ એજ્યુકેશન (Quality Residential Education) આપવા માટે અને તેમના સામાજિક- આર્થિક વિકાસ માટે સોમવારે શ્રેષ્ઠ યોજના શરૂ કરવામાં આવશે. આ યોજનાથી ઘણા હોંશિયાર વિદ્યાર્થીઓને લાભ મળશે.
સામાજિક ન્યાય અને સશક્તિકરણ પ્રધાન (Minister of Social Justice and Empowerment) વીરેન્દ્ર કુમારે ગુરુવારે જણાવ્યું હતું કે હાઉસિંગ એજ્યુકેશન (Housing education) શ્રેષ્ઠ યોજના હેઠળ લક્ષિત વિસ્તારોમાંથી અનુસુચિત જાતિના વિદ્યાર્થીઓને વધુ સારા ભવિષ્ય માટે સક્ષમ બનાવવામાં આવશે. આ યોજના થકી ધોરણ 9થી 12ના વિદ્યાર્થીઓમાં ડ્રોપ આઉટ દર (Drop out rate)ને નિયંત્રિત કરવામાં મદદ મળશે. વધુમાં તેમણે કહ્યું કે સરકાર ‘ આઝાદી કા અમૃત મહોત્સવ’ ના ભાગરૂપે ડો. બી.આર. આંબેડકરની યાદમાં 6ઠ્ઠી ડિસેમ્બરે મહાપરિનિર્વાણ દિવસ ઉજવણી કરવામાં આવશે.
આઝાદી કા અમૃત મહોત્સવના ભાગરૂપે ડો. આંબેડકરની યાદમાં મહાપરિનિર્વાણ દિવસની ઉજવણીનો કાર્યક્રમ સંસદ ભવનથી શરૂ થશે જ્યાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી બાબા સાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરશે. આ પછી બૌદ્ધ સાધુઓ ધમ્મનું પઠન કરશે. ત્યારબાદ માહિતી અને પ્રસારણ મંત્રાલયના ગીતો અને નાટક વિભાગ દ્વારા સંસદમાં ડૉ.બી.આર. આંબેડકરને સમર્પિત વિશેષ ગીતો રજૂ કરવામાં આવશે.