સુરત (Surat): શહેરના વરાછા (Varacha) વિસ્તારમાંથી પોલીસે વધુ એક કુટણખાનું (Brothel) ઝડપી પાડ્યું છે. ન્યુ બોમ્બે માર્કેટની સામે આવેલા તાપ્તી ગંગા કોમ્પલેક્સના ભોંયરામાં સ્પા, મસાજ પાર્લરની (SPA) આડમાં ચાલતું કૂટણખાનું પોલીસે પકડ્યું છે. અહીંની એલજી-1 અને 2 નંબરની દુકાનમાં યુવતીઓ પાસે દેહવ્યાપાર કરાવતા સ્પાના સંચાલક મનોજકુમાર બંસીધરપ્રસાદ પ્રજાપતિ અને તેની ભાગીદાર સીમા ઉર્ફે રોમા તેમજ 10 ગ્રાહકોને કુલ રૂપિયા 1,18,150ના મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં આવ્યા છે. આ સાથે 5 લલનાને પૂછપરછ માટે વરાછા પોલીસ સ્ટેશન લઈ જવામાં આવી છે. પોલીસે રેઈડ કરી ત્યારે 7 ગ્રાહકો વેઈટીંગમાં બેઠાં હતાં.
- ભોંયરાની દુકાનમાં પાર્ટીશન કરી 3 કેબિન બનાવાઈ હતી
- ગ્રાહકો પાસે 900 રૂપિયા લઈ સ્પાનો સંચાલક લલનાને 200 રૂપિયા આપતો હતો
- પોલીસે રેઈડ કરી ત્યારે 7 ગ્રાહકો વેઈટીંગમાં બેઠાં હતાં
પ્રાપ્ત માહિતી અનુસાર મૂળ બિહારનો વતની અને સુરતમાં પાંડેસરા ખાતે એસએમસી આવાસમાં રહેતો મનોજકુમાર પ્રજાપતિ સીમા ઉર્ફે રોમા સાથે ન્યુ બોમ્બે માર્કેટની સામે તાપ્તી ગંગા કોમ્પલેક્સના અંડરગ્રાઉન્ડમાં બે દુકાન ભાડે રાખી BALSS નામના સ્પાની આડમાં કૂટણખાનું ચલાવતા હોવાની બાતમી પોલીસને મળી હતી. બાતમીના આધારે વરાછા પોલીસે ડમી ગ્રાહકને મોકલી રેઈડ કરી હતી. પોલીસ સ્પામાં પહોંચી ત્યારે ત્યાંનું દ્રશ્ય ક્ષોભજનક હતું. અહીં લોખંડના દાદર ઉતરીને નીચે ભોંયરામાં જતા બે દુકાનમાં પાર્ટીશનવાળી 3 કેબિનો બનાવવામાં આવી હતી, જ્યાં અલગ અલગ કેબિનમાં 3 મહિલા સાથે 3 ગ્રાહક પુરુષ કઢંગી હાલતમાં હતાં. તમામની અટકાયત કરી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
ગ્રાહક પુરુષોને પોલીસે પકડ્યા
વરાછા પોલીસે સ્પાની આડમાં ચાલતા કુટણખાનમાં લલનાઓ સાથે શરીરસુખ માણતા (1) દલબહેરીશિવા ભિકારી ડોરી (ઉં.વ. 40, રહે. સરદાર માર્કેટ પાસે, ફૂટપાથ ઉપર), (2) જીગર નવીનભાઈ પંચાલ (ઉંવ. 39, રહે. જીવનગંગા સોસાયટી, ઉધના, સુરત), (3) સાદીક અલી સૈયદ (ઉંવ. 22, પદમાવતી સોસાયટી, ઉધના), (4) કિશોર દિલીપ માળી (ઉં.વ. 27, પાટીચાલઝૂંપડપટ્ટી, વરાછા), (5) નિમ્બા નામદેવ મહાજન (ઉં.વ. 34, રહે. પાલડી, જલગાંવ), (6) આરીફ મોહમદ શેખ (ઉં.વ. 20, નુરાનીનગર, મીઠીખાડી, લિંબાયત), (7) ક્રિષ્ણાકુમાર હરીશંકર યાદવ (ઉં.વ. 24, આરાધના ડ્રીમ, કડોદરા ચાર રસ્તા પાસે, (8) બ્રિજેશ રાજમલ યાદવ (ઉં.વ. 19, આરાધના ડ્રીમ, કડોદરા ચાર રસ્તા પાસે), (9) મનિષ નારાયણ કુમાર (ઉંવ. 20, ઈશ્વરાનગર, મમતા પાર્ક સોસાયટીની બાજુમાં, કાપોદ્રા), (10), ગીરધર દેવચંદ્ર કુમાર (ઉં.વ. 20, ઈશ્વરાનગર, કાપોદ્રા) ની અટકાયત કરી હતી. લલનાઓના જણાવ્યા અનુસાર સ્પાનો સંચાલક ગ્રાહકો પાસે 900 રૂપિયા લઈ સ્પાનો સંચાલક લલનાને 200 રૂપિયા આપતો હતો.