નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે આજે એ સ્પષ્ટ કર્યું હતું કે તે જયારે સજાયતીય લગ્નોને (consanguineous marriages) કાનૂની માન્યતાની (legal recognition) માગણી કરતી અરજીઓ પર નિર્ણય કરશે ત્યારે તે લગ્નોના પ્રબંધન કરતા પર્સનલ કાયદાઓની અંદર ઉતરશે નહીં અને જણાવ્યું હતું કે સ્પેશ્યલ મેરેજ એકટના સંદર્ભમાં પુરુષ અને સ્ત્રીનો ખયાલ સંપૂર્ણપણે જાતીય ગ્રંથિઓ પર જ આધારિત નથી.
અરજીઓમાં સમાવિષ્ટ મુદ્દાને ગુંચવાડાભર્યો ગણાવતા બેન્ચે આ બાબતમાં ઉપસ્થિત થયેલા વકીલોને કહ્યું હતું કે તેઓ સ્પેશ્યલ મેરેજ એક્ટ પર પોતાની દલીલો આગળ વધારે, જે ધર્મની બાબતમાં તટસ્થ સ્વરૂપનો છે. સ્પેશ્યલ મેરેજ એક્ટ, ૧૯૫૪ એ એક એવો કાયદો છે કે જે જુદા જુદા ધર્મો કે જ્ઞાતિઓના લગ્ન માટેનું એક કાનૂની માળખું છે. તે સિવિલ મેરેજનો વહીવટ કરે છે કે જ્યાં લગ્નોને ધર્મને બદલે સરકાર માન્યતા આપે છે. બેન્ચે જણાવ્યું હતું આ પ્રશ્ન જાતીય ગ્રંથિઓનો નથી અને સ્પેશ્યલ લોમાં પુરુષ અને મહિલા અંગેનો ખયાલ જાતીય ગ્રંથિઓ પુરતો મર્યાદિત નથી. તે ફકત જાતીય ગ્રંથિઓનો પ્રશ્ન નથી. તે વધુ ગુંચવાડાભર્યું છે, અને તે મુદ્દો છે. આથી જ્યારે સ્પેશ્યલ મેરેજ એક્ટ કહે છે કે પુરુષ અને મહિલા, ત્યારે પુરુષ અને મહિલાનો ખયાલ ફક્ત જનનેન્દ્રિયો પુરતો મર્યાદિત નથી એમ બેન્ચે કહ્યું હતું, જેમાં જસ્ટિસ એસ.કે. કૌલ, જસ્ટિસ એસ. આર. ભટ્ટ , જસ્ટિસો હિમા કોહલી અને પી.એસ. નરસિમ્હાનો પણ સમાવેશ થતો હતો.
સુનાવણી દરમ્યાન સુપ્રીમ કોર્ટ અને સરકાર વચ્ચે ચકમક ઝરી
નવી દિલ્હી: સજાતીય લગ્નોને માન્યતા અંગેના સંવેદનશીલ મુદ્દાની સુનાવણી વખતે કેન્દ્ર સરકારે ભારપૂર્વક અરજ કરી હતી કે સર્વોચ્ચ અદાલત આ પ્રશ્નમાં ઉતરતા પહેલા સંસદીય વાંધા પર પહેલા વિચારણા કરે. આ આગ્રહ સામે ચીફ જસ્ટિસ ડી.વાય. ચંદ્રચુડના વડપણ હેઠળની પાંચ જજોની બંધારણીય બેન્ચ તરફથી તીવ્ર પ્રતિક્રિયા આવી હતી અને તેણે કહ્યું હતું કે સરકાર આવો આગ્રહ રાખી શકે નહીં.
સોલીસીટર જનરલ તુષાર મહેતા, કે જેઓ કેન્દ્ર તરફે ઉપસ્થિત થયા હતા તેમણે રજૂઆત કરી હતી કે આ બાબતમાં સંસદીય વાંધા પર પહેલા વિચારણા થવી જોઇએ. ત્યારે ચીફ જસ્ટિસે કહ્યું હતું કે હું દિલગીર છું, મિ. સોલિસીટર, અમે ચાર્જમાં છીએ… કાર્યવાહી કઇ રીતે ચલાવવી તેનો આદેશ તમે અમને આપી શકો નહીં. હું મારી અદાલતમાં આ કયારેય ચલાવી લઇશ નહીં એમ ચીફ જસ્ટિસે કહ્યું હતું. આની સામે મહેતાએ જવાબ આપ્યો હતો કે તેમણે અદાલતને ક્યારેય આદેશ આપ્યો નથી. તેમણે કહ્યું હતું કે આ ઘણી સંવેદનશીલ બાબત છે અને તેથી સંસદીય રજૂઆત આપ નામદાર સાંભળો…ત્યારે ચીફ જસ્ટિસ કહ્યું હતું કે અમારા પર વિશ્વાસ રાખો, અમે વિશાળ અભિગમ રાખીશું. મહેતાએ કહ્યું હતું કે તેમને એ વિચારણા કરવા સમય આપવામાં આવે કે સરકાર આમાં કેટલી હદે ભાગ લેવા માગે છે? ત્યારે જસ્ટિસ કૌલે મહેતાને પૂછયું હતું કે શું તમે એ કહેવા માગો છો તમે ભાગ લેશો નહીં? ત્યારે મહેતાએ કહ્યું હતું કે હું તેમ કહેતો નથી. ત્યારે જસ્ટિસ કૌલે કહ્યું હતું કે તે સારુ દેખાતું નથી જ્યારે તમે એમ કહો છો કે અમે કાર્યવાહીમાં ભાગ લઇશું કે નહીં તે વિચારીશું.