રાજસ્થાનના (Rajasthan) કરૌલીમાં એસબીઆઈ (SBI) બેંકની શાખાના લોકરમાંથી (Locker) 11 કરોડ રૂપિયાના સિક્કા ગુમ થઈ ગયા છે. આ કેસમાં સીબીઆઈએ ગુરુવારે 25 સ્થળો પર સર્ચ હાથ ધર્યું હતું. અધિકારીઓએ જણાવ્યું કે રાજસ્થાન હાઈકોર્ટના (High Court) આદેશ બાદ 13 એપ્રિલે આ મામલે કેસ નોંધવામાં આવ્યો હતો. તેમણે કહ્યું કે દિલ્હી, જયપુર, દૌસા, કરૌલી, સવાઈ માધોપુર, અલવર, ઉદયપુર અને ભીલવાડામાં લગભગ 15 ભૂતપૂર્વ બેંક અધિકારીઓ અને અન્ય લોકોના ઘર પર દરોડા પાડવામાં આવ્યા હતા. આ મામલો ત્યારે પ્રકાશમાં આવ્યો જ્યારે SBI શાખાએ પ્રારંભિક તપાસ પછી આ સિક્કાઓની (Coin) ગણતરી શરૂ કરી. આ દરમિયાન બેંકમાં (Bank) કેશ રિઝર્વમાં હેરાફેરી થઈ હતી. રોકડ ગણતરી ખાનગી વિક્રેતા દ્વારા કરવામાં આવી હતી. આ શાખામાંથી રૂ. 11 કરોડના સિક્કા ગાયબ હોવાનું બહાર આવ્યું છે.
આ પછી SBIએ FIR નોંધાવી. આ એફઆઈઆરમાં કહેવામાં આવ્યું છે કે ઓગસ્ટ 2021ના રોજ જાણવા મળ્યું હતું કે બ્રાન્ચમાંથી 11 કરોડ રૂપિયાથી વધુના સિક્કા ગાયબ થઈ ગયા છે. જો કે આ મામલો હવે સીબીઆઈના હાથમાં છે અને તપાસ ચાલી રહી છે. સીબીઆઈએ ગુરુવારે આ કેસમાં 25 સ્થળો પર દરોડા પાડ્યા હતા. અધિકારીઓએ જણાવ્યું કે રાજસ્થાન હાઈકોર્ટના આદેશ બાદ કેન્દ્રીય એજન્સીએ 13 એપ્રિલે આ સંબંધમાં કેસ નોંધ્યો હતો. આ મામલો રાજ્યના કરૌલીમાં SBI શાખાના લોકરમાંથી રૂ. 11 કરોડના સિક્કા ગાયબ થવા સાથે સંબંધિત છે. આ મામલો ત્યારે સામે આવ્યો જ્યારે એસબીઆઈ શાખાએ ઓગસ્ટ 2021 માં તેના રોકડ અનામતમાં તફાવત પછી નાણાંની ગણતરી કરવાનો નિર્ણય લીધો હતો. રોકડ ગણતરી ખાનગી વિક્રેતા દ્વારા કરવામાં આવી હતી.