સૌરાષ્ટ્ર: સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ (Saurashtra University) એક મહત્વનો નિર્ણય લીધો છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ વિદ્યાર્થીઓને BAPSનો કોર્સને (BAPS Course) નહીં ભણવવાનો નિર્ણય લીધો છે. કારણે કે છેલ્લા થોડાક સમયથી સ્વામિનારાયણ સંપ્રદાયના કેટલાક સંતોના વિવાદાસ્પદ નિવેદનના કારણે સમગ્ર હિંદુ સમાજ તેમજ સાધુ-સંતોમાં ભારે વિવાદ સર્જાયો હતો. ત્યારે એવામાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ BAPSનો કોર્સ અંગે મહત્વનો નિર્ણય કર્યો છે. અને હવેથી યુનિવર્સિટીમાં સનાતન ધર્મનો કોર્સ ભણવવામાં આવશે.
સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોના વિવાદાસ્પદ નિવેદનો બાદ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ BAPSનો કોર્સ નહીં ભણાવવાનો નિર્ણય કર્યો છે. તેથી હવે કહેવામાં આવી રહ્યું છે કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સનાતન ધર્મનો કોર્સ શરૂ કરશે. તમને જણાવી દઈએ કે આ અગાઉ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સ્વામિનારાયણ સંપ્રદાયનો કોર્સ શરૂ કરવાની હતી. જે કોર્સમાં સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો, સ્વામિનારાયણ મંદિરના ઉદાહરણો આપવાનો નિર્ણય કર્યો હતો.
યુનિવર્સિટીએ નિર્ણય કર્યો હતો ધર્મનું સિંચન કરવા માટે વિદ્યાર્થીકાળથી યુવાનોને ધર્મ શીખવવાનો હતો. યુનિવર્સિટી દ્વારા સિલેબસ પણ તૈયાર કરવામાં આવ્યો હતો, જેમાં એક પુસ્તકની કિંમત 220 રૂપિયા હતી. BAPS સંસ્થાએ જે વીડિયો લેક્ચર તૈયાર કર્યા છે તે સૌથી પહેલા કોલેજના પ્રોફેસરોને શીખવવાના હતા અને ત્યાર બાદ પ્રોફેસર્સ વિદ્યાર્થીઓને ભણાવવાના હતા. પરંતુ હવે યુનિવર્સિટીએ BAPSનો કોર્સ ભણાવવાનો નિર્ણય રદ્દ કરી દીધો છે. જો કે સંત સમાજ દ્વારા વિરોધ કરવામાં આવતા હવેથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સનાતન ધર્મનો કોર્સ શરૂ થશે.
જો કે સરકાર દ્વારા શ્રીમદ ભગવદ્ ગીતાને અભ્યાસક્રમમાં સામેલ કરવા પહેલાથી જ જાહેરાત કરવામાં આવી છે. ત્યારે હવે ભગવત ગીતા અભ્યાસક્રમ કમિટીના સભ્ય સંજય ઠાકરે આક્ષેપ કરતા કહ્યું કે સરકારના દેખાડવાના અને ચાવવાના દાંત જુદા હોય છે. તેમણે સરકાર આક્ષેપો કરતા કહ્યું કે જો સરકાર ઈચ્છતિ હોત તો શ્રીમદ ભગવદ ગીતા પાઠ્યક્રમમાં સામેલ થઈ ગઈ હોત. પરંતુ લાગે છે સરકાર ઈચ્છતિ નથી. તેમણે કહ્યું કે ગાય, ગીતા અને ગંગા આ ત્રણેય હિન્દુત્વની આધારશીલા છે અને આ ત્રણ માટે થઈને સરકાર દ્વારા કોઈ નક્કર કામગીરી કરવામાં આવી નથી. ગાયો રસ્તે રજડતી હોય, ગાયોનું કતલ થતું હોય, ગંગાનું કોઈ શુદ્ધિકરણ ન થતું હોય અને શ્રીમદ્ ભગવદ્ ગીતાને અભ્યાસક્રમમાં સામેલ કરવાની જાહેરાત બાદ પણ તેને સામેલ કરવામાં ન આવી.
સંજય ઠાકરે જણાવ્યું છે કે, ચાલુ સત્રમાં ભગવત ગીતાનો અભ્યાસક્રમમાં સમાવેશ કરવાનો નિર્ણય લેવાયો હતો. આ મુદ્દે સરકારે 17 માર્ચે જાહેરાત પણ કરી દીધી હતી, અને તેના માટે સરકારે અલગ-અલગ 15 તજજ્ઞોની કમિટી પણ બનાવી હતી. કમિટીના સ્ભ્યો દ્વારા અભ્યાક્રમ સામેલ કરવા માટે રિપોર્ટ પણ તૈયાર કરવામાં આવ્યો, પરંતુ હજુ સુધી શિક્ષણ વિભાગે અભ્યાસક્રમનો સમાવેશ કર્યો નથી.