Vadodara

સાસરિયાએ રૂા.10 લાખ લઇ આવ તેમ કહી પરીણિતાને કાઢી મૂકી

વડોદરા : શહેરના છેવાડે આવેલા કોયલી ખાતે રહેતી મહિલાના તેના આણંદના સાસરીયા દહેજની માંગણી કરી ખુબ ત્રાસ આપતા તેમજ તેનો પતિ અવારનવાર અમેરીકાથી આવ-જાવ કરતો અને કોઈને કોઈ કારણે મહિલા સાથે મારઝુડ કરતો. સાસરીયાએ મહિલાને તેના પતિએ દહેજ ઓછુ આપ્યુ છે. તેમ કહી રૂ.10 લાખ લઈ આવતા તોજ ઘરમાં રહેવા મળશે તથા છુટાછેડા આપવા ધમકાવતા મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો. જે અંગે જવાહનગર પોલીસે દહેજ સતામણી, મારામારી સહિતની કલમો હેઠળ ગુના નોંધી કાર્યવાહી હાથ ધરી છે. કોયલી ખાતે રહેતી મહિલાએ જવાહનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી પોલીસને જણાવ્યું છે કે, મારા લગ્ન સમાજના રીતીરીવાજ મુજબ સંદિપકુમાર વિઠ્ઠલભાઈ પટેલ(રહે, આંણદ) સાથે થયા હતા. લગ્ન બાદ પતિ મારી સત્તર દિવસ સુધી રહ્યા હતા. ત્યારબાદ તેઓ અમેરીકા જતા રહ્યા હતા. તે બાદ પતિ થોડા થોડા સમય બાદ ઈન્ડીયા આવતા અને તે બાદ પરત અમેરીકા જતા રહેતા હતા. પતિ જ્યારે ઘરે આવતા ત્યારે કોઈને કોઈ કારણે મને મારમારતા હતા.

મારા સસરા વિઠ્ઠલભાઈ કાશીભાઈ પટેલ, જેઠ પ્રકાશભાઈ, જેઠાણી મનીષાબેન, બીજા જેઠ દીલીપભાઈ તથા જેઠણી અનપુર્ણાબેન તમામ ભેગા મળી પતિને ચઢામણી કરતા અને પતિ મને મારમારતો. મારે પતિ સાથે અમેરીકા જવુ હતું. જેથી મારા ડોક્યુમેન્ટ તેઓને મોકલ્યા હતા. ત્યારે પતિએ મારા તમામ ડોક્યુમેન્ટની કોપી મને વિડીયો કોલ કરીને બતાવતા બતાવતા સળગાવી દિધી હતી.અને તને મારી સાથે અહીં લાવવાની નથી તેમ જણાવ્યું હતું. તેમજ મારા સાસરીયા મને જણાવતા કે, તારા પિતાના ઘરેથી રૂ.10 લાખ લઈ આવ તો જ અહીંયા રહેવા મળશે, તારા પિતાએ દહેજ ઓછુ આપ્યુ છે. તેમ કહી મને પિયરમાં મોકલી આપી હતી. પતિએ ખુબ ત્રાસ આપી જણાવ્યું હતું કે, મારે બીજા લગ્ન કરવા છે. તે માટે તુ મને છુટાછેડા આપી દે. તેમ જણાવી છુટાછેડા આપવા માટે દબાણ કર્યા કરતા હતા. આ સાથે સાસરીયા પણ છુટાછેડા આપવા માટે દબાણ કરતા હતા.

Most Popular

To Top