Gujarat

ACBના ઈતિહાસમાં પ્રથમ વખત સર્વ શિક્ષા અભિયાનના ઈજનેરના લોકરોમાંથી 2.27 કરોડનું કાળું નાણું મળ્યું

ગાંધીનગર: (Gandhinagar) તાજેતરમાં ગાંધીનગરમાં સર્વ શિક્ષા અભિયાન (Sarva Shiksha Abhiyan) હેઠળ ફરજ બજાવતા સ્ટેટ પ્રોજેકટ ઈજનેર નિપુણ ચંન્દ્રવદન ચોકસી કોન્ટ્રાકટરોના બિલો મંજૂર કરવા સામે 1.21 લાખની લાંચ લેવાના ગુનામાં રંગે હાથ એસીબીના (ACB) હાથે ઝડપાઈ ગયા હતા. તેમના ઘરે તપાસ કરતાં એસીબીને 4.12 લાખની કેશ મળી આવી હતી. તે પછી બે દિવસના રિમાન્ડ દરમ્યાન એસીબીને જુદા જુદા બેન્ક લોકરમાંથી 2.27 કરોડનું બ્લેક મની (Black Money) મળી આવતા તે જપ્ત કરી લેવાયું છે.

  • ગાંધીનગરના ઈજનેર નિપુણ ચોકસી સાહિત્યમાં રસ ધરાવતા હોવાથી તેણે પુસ્તકો લખ્યાં હતા, બે દિવસની રેઈડમાં સતત કાળું નાણું મળ્યું
  • નિપુણ ચોકસી લાંચ લેતા પકડાયા બાદ કરાયેલી તપાસમાં ઘરમાંથી પહેલા 4.12 લાખની કેશ મળી હતી
  • અગાઉ જીપીસીબીના અધિકારી સુત્રેજાના લોકરમાંથી 1.27 કરોડની કેશ મળી આવી હતી
  • રાજ્યના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ પુસ્તકોનું વિમોચન કર્યુ હતું

અગાઉ એસીબી દ્વ્રારા પ્રદુષણ નિયંત્રણ બોર્ડના જામનગરના અધિકારી ભાયાભાઈ ગીગાભાઈ સુત્રેજાના બેન્ક લોકરમાંથી 1.27 કરોડની રોકડ રકમ મળી આવતા તે જપ્ત કરી લેવાઈ છે. જયારે શ્રમ અને રોજગાર વિભાગના ડાયરેકટર બોઈલર રમણભાઈ ચારેલના બેન્ક લોકરમાંથી 37 લાખની રોકડ મળી આવી હતી. જો કે એસીબી દ્વારા બેન્ક લોકરમાંથી એક જ દિવસે 2.27 કરોડ બ્લેક મની મળી આવ્યા હોય તેવો આ પહેલો કેસ છે.

એસીબીના સત્તાવાર સૂત્રોએ કહ્યું હતું કે નિપુણ ચોકસીને બે દિવસના રિમાન્ડ દરમ્યાન પુછપરછ કરતાં તેમના ગાંધીનગર નાગરિક કો-ઓપ. બેન્કના લોકરમાંથી 74 લાખ રોકડા મળી આવ્યા હતા. તે પછી આ બેન્કની ઘ-2 બ્રાન્ચના લોકરમાંથી 1.52 કરોડની રોકડ મળીને કુલ રૂા.2.27 કરોડની રોકડ મળી આવતા તે જપ્ત કરી લેવાઈ છે. સર્વ શિક્ષા અભિયાન હેઠળ પાટણ ઓફિસના બે કર્મચારી પણ લાંચના છટકામાં ઝડપાઈ ગયા હતા.

Most Popular

To Top