આણંદ: વધતા જતા કોરોનાના કેસને કારણે આણંદ તાલુકાના સારસા અને રૂપિયાપુરા ગામે સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. જે અંતર્ગત બુધવારે સારસા ગામમાં બપોરે ૧૧ વાગ્યા બાદ દુકાનો અને બજારો બંધ થઈ ગયા હતા. કોરોના સંક્રમણને લઈને જીલ્લાના વિવિધ ગામોમાં ગ્રામ પંચાયતો દ્વારા કોરોના સંક્રમણ નિયંત્રણ માટે સ્વૈચ્છિક લોકડાઉન આપવામાં આવ્યું છે.
જે અંતર્ગત રામોલ, રૂપિયાપુરામાં લોકડાઉન આપ્યા બાદ સારસા ગ્રામ પંચાયત દ્વારા પણ છિક લોકડાઉન આપવામાં આવ્યું છે. સારસા ગ્રામ પંચાયતના સરપંચ ઈન્દિરાબેન પટેલે જણાવ્યા અનુસાર ગામમાં વધતા જતા કોરોના સંક્રમણને લઈને ગામના નાગરિકોની સુરક્ષા માટે આજથી આગામી તા. ૧૬ માર્ચ સુધી ૭ દિવસ સુધીનું સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે અને આજે પ્રથમ દિવસે બપોરે ૧૧ વાગ્યા બાદ ગામમાં તમામ દુકાનો, લારી ગલ્લા અને હોટલો બંધ થઈ ગઈ હતી.