કેરમ એ ખૂબ જ જાણીતી રમત છે. જેને બાળકો થી લઈને મોટા સુધી બધા જ રમે છે. એમ તો કેરમ એ મૂળ દક્ષિણ એશિયાઈની ટેબલટોપ ગેમ છે. આ રમત ભારતીય ઉપખંડમાં ખૂબ જ લોકપ્રિય છે, અને તેને વિવિધ ભાષાઓમાં વિવિધ નામોથી ઓળખવામાં આવે છે. દક્ષિણ એશિયામાં, ઘણી ક્લબો અને કાફે નિયમિત ટુર્નામેન્ટ યોજે છે. કેરમ સામાન્ય રીતે બાળકો સહિત પરિવારો દ્વારા અને સામાજિક કાર્યોમાં રમવામાં આવે છે. 20મી સદીની શરૂઆતમાં તે યુનાઇટેડ કિંગડમ અને કોમનવેલ્થમાં ખૂબ જ લોકપ્રિય બન્યું હતું. તથા આને રમવા માટે ઘણા નીતિ નિયમો પણ હોય છે.
તો આપણે હાલ વાત કરીએ કે જે લોકોની પ્રિય રમત છે એવા બને છે કેવી રીતે ??? એ પણ ખાસ વડોદરા શહેરમાં કેરમનું ઉત્પાદન થઈ રહ્યું છે. વડોદરા શહેરમાં સરદાર એસ્ટેટ પાસે 50થી વધુ વર્ષથી કેરમ બનાવવાની જૂની ફેક્ટરી આવેલી છે. અત્યારે અહીંયા ચોથી પેઢી કામ કરી રહી છે. અહીંયા આ લોકો કેરમ, કુકી, પાવડર જેવી વસ્તુઓ બનાવે છે. જેથી બધું એક જગ્યાએ મળી શકે. અને તેઓ આગળ પણ ક્રિકેટના બેટ અને બીજી રમતના સાધનો બનાવવાની યોજના બનાવી રહ્યા છે, એવું અમન સતીશ ખોશલા એ જણાવ્યું હતું. હાલમાં અમન અને અંકુશ બંને ભાઈઓ ભેગા થઈને કારોબાર સાંભળી રહ્યા છે.
જો કેરમની વાત કરીએ તો, દિવસના 70 જેટલા કેરમ બોર્ડ બનાવવામાં આવી રહ્યા છે. જેમાં વિવિધ પ્રકારના કેરમ બનાવવામાં આવે છે. તેમાં વોટર પ્રૂફ કેરમ પણ બનાવવામાં આવે છે. આ કેરમ બોર્ડ બાવડ અને લીમડાના ઝાડના લાકડામાંથી બનાવવામાં આવે છે. અને આ તમામ કેરમ વિદેશમાં પણ મોકલવામાં આવે છે જેમ કે, શિકાગો, લંડન, અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયા જેવા દેશોમાં નિકાસ પણ કરવામાં આવે છે. વિદેશો સિવાય વડોદરા અને આખા ગુજરાતમાં પણ આ કેરમ બોર્ડ મોકલવામાં આવતા હોય છે.
બાળકો અને વયોવૃદ્ધની પ્રિય રમત
બળબળતા તાપમાં ઉનડ્સ વેકેશન માં બાળકો ઘરે બેસીને પત્તાં , સાપ સિડી અને કેરમ જેવી રમતો રમતા હોય છે. હાલના મોર્ડન જમાના માં લોકો કેરમ રમવાનું વધારે પસંદ કરે છે. ઉનાળામાં સાંજના સમયે સોસાયટી માં , મહોલ્લામાં , પોળોમાં લોકો જમ્યા બાદ ભેગા મળીને કેરમની રમત રમતા હોય છે. તે સિવાય હાલમાં કેરમની ટુર્નામેન્ટ પણ રમાય છે. જેમાં નાના મોટા સૌ કોઈ વર્ષ ના લોકો ભાગ લે છે. આ રમત નેશનલ લેવલ સુધી રમાય છે. શહેરમાં વધતા ગરમીને લઇને પણ બાળકો બપોરના સમયે ઘરમાં બેસી કેરમ ની મજા માણતા હોય છે.
લોકડાઉનમાં સૌથી વધુ રમાયેલી રમત
દેશભરમાં જ્યારે કોરોના ની સ્થિતિ વ્યાપક બની હતી ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દેશવાસીઓ નો જીવ બચાવવા માટે લોકડાઉન આપવામાં આવ્યું હતું તે દરમિયાન પણ દેશમાં લોકો પરિવાર સાથે ઘરમાં હતો ત્યારે પણ લોકો દ્વારા પરિવાર જનો સાથે ઘરમાં કેરમની ઘણી રમતો રમ્યા હતા. કેરમ જેવી રમત જે ફક્ત ઉનાળાના વેકેશનમાં રમવામાં આવતી હતી તે રમત સમગ્ર લોકડાઉન દરમિયાન લોકો દ્વારા રમીને સમય પસાર કરવામાં પણ આવ્યો હતો.
રમતગમત તમામ બાળકો રમતા હોય છે જેનાથી તે લોકોનું શ્વાસ ઘણું સારું હોય છે પરંતુ હેન્ડીકેપ લોકો પણ વિવિધ રમત રમતા હોય છે ત્યારે હેન્ડીકેપ લોકો દ્વારા કેરમની રમત પણ ઘણી રમવામાં આવતી હોય છે. તે લોકો માટે પણ કેરમની સ્પર્ધા યોજવામાં આવતી હોય છે. કેરમની રમત તમામ ઉંમરના લોકો રમે છે.