Entertainment

હેર સ્ટાઈલ કરાવતા કરાવતા સારા અલી ખાને કર્યો એવો ડાન્સ કે વીડિયો જોઈ લોકોને મજા પડી ગઈ

બોલિવૂડ (Bollywood) અભિનેત્રી અને સૈફ અલી ખાનની પ્રિય દિકરી સારા અલી ખાન (Sara Ali Khan) તેની નખરાં કરવાની અને ડાન્સ કરવાની સ્ટાઈલ માટે ફેમસ છે. તે પોતાના અભિયન ઉપરાંત હમેશા તેના તોફાની સ્વભાવને લઈને પણ ચર્ચામાં રહે છે. હાલમાં જ સારા અલી ખાનનો એક વીડિયો સોશિયલ મીડિયા (Social Media) પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે જેમાં તે તેના હેર સ્ટાઈલિસ્ટ (Hair Stylist) સાથે સેટ પર ડાન્સ (Dance) કરતી જોવા મળી રહી છે. આ વીડિયોમાં બેકગ્રાઉન્ડમાં જયા બચ્ચનનું ગીત બાહોં મેં ચલે આઓ વાગી રહ્યું છે.

સારા અલી ખાને જે વીડિયો શેર કર્યા છે તે વીડિયોમાં (Video) સારા અલી ખાને કોફી પીતા પહેલા અને પછીના બે મૂડ બતાવ્યા છે. પહેલા ગીત ‘બાહોં મેં ચલે આઓ’ વાગે છે જે સ્ટુડિયોમાં છે. હેર સ્ટાઈલિસ્ટ તેના હેર સેટ કરી રહ્યો છે. જ્યારે સારા અલી ખાન મસ્તીના મૂડમાં જોવા મળી રહી છે. જ્યારે બીજા વીડિયોમાં તે રસ્તા પર તેના હેર સ્ટાઈલિસ્ટ સાથે ‘ટિંકુ જિયા’ સોંગ પર ટપોરી ડાન્સ કરતી જોવા મળે છે. સારાનો આ વીડિયો ચાહકોને ખૂબ જ પસંદ આવી રહ્યો છે. સારાના વર્ક ફ્રન્ટ વિશે વાત કરીએ તો તે ટૂંક સમયમાં લક્ષ્મણ ઉતેકરની ફિલ્મમાં જોવા મળશે. આ ફિલ્મમાં તેની સાથે વિક્રાંત મેસી જોવા મળશે.

ઈરાની મોડલ મહલાઘા ઝબેરી ઈન્ટરનેટ પર સનસનાટી મચાવી રહી છે
ઈરાની મોડલ અને સોશિયલ મીડિયા સ્ટાર મહલાઘા ઝબેરી તેના ગ્લેમરસ લુક માટે જાણીતી છે. તે નિયમિતપણે ચાહકોમાં તેની ઇવેન્ટ્સ વિશેની માહિતી શેર કરે છે. મહલાઘા ઝબેરીએ તેની લેટેસ્ટ તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. તે દરેક તસવીરમાં અદભૂત દેખાય છે.

તેણે ફરીથી કેટલીક તસવીરો શેર કરી છે જેમાં તે દરિયાની વચ્ચે અને ઘોડા સાથે ફોટોશૂટ કરતી જોવા મળી રહી છે. હંમેશની જેમ આ વખતે પણ મહાલાધા ઝબેરી તેના મનમોહક પ્રદર્શનનો જાદુ ચાહકો પર પાથરવામાં સફળ રહી છે. તેની દરેક તસવીર પર લાખો લાઈક્સ મળી છે. આ તસ્વીરો જોતા જ તે દરેક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાયરલ થઈ ગઈ છે. ઈરાનની સુંદર મોડલ મહલાધા ઝબેરીને ઐશ્વર્યા રાયની ડુપ્લિકેટ પણ કહેવામાં આવે છે. તેમનો નાન નક્ષ મોટાભાગે ઐશ્વર્યા જેવો છે.

Most Popular

To Top