સાપુતારા: (Saputara) ડાંગ જિલ્લાનાં (Dang District) મોટામાંળૂગાનાં બંધક (Hostage) 14 શ્રમિકો વતન પરત ફરતા નાયબ મુખ્ય દંડક અને જિલ્લા પંચાયતનાં પ્રમુખે તેમની મુલાકાત લઈ અનાજની કીટ સહિત આર્થિક મદદ કરી હતી. મળતી માહિતી મુજબ વઘઇનાં મોટા માંળુગાનાં 14 શ્રમિકોને (Workers) સતારાના શ્રીમંત ખેડૂતે બંધક બનાવી દીધા હતા. તેઓ પાસે વધુ કામ કરાવી જુલમ ગુજારતો હતો.
- ડાંગનાં બંધક બનાવાયેલા 14 શ્રમિક વતન પરત ફરતા અનાજની કીટ સહિત આર્થિક મદદ કરાઇ
- સતારાના શ્રીમંત ખેડૂતે શ્રમિકોને બંધક બનાવી દીધા હતા. તેઓ પાસે વધુ કામ કરાવી જુલમ ગુજારતો હતો
વઘઇનાં મોટામાંળુગાનાં 14 શ્રમિકોને સતારાના શ્રીમંત ખેડૂતે બંધક બનાવી વધુ કામ કરાવી જુલમ ગુજારતો હતો. જેને પગલે ડાંગ પ્રશાસન હરકતમાં આવ્યું હતુ. અને ગતરોજ ધારાસભ્ય વિજય પટેલ, જિલ્લા પંચાયતનાં પ્રમુખ મંગળ ગાવીત તથા બાંધકામ સમિતિનાં ચેરમેન ચંદર ગાવીતનાં માર્ગદર્શન હેઠળ બંધક 14 શ્રમિકોને મહારાષ્ટ્રમાંથી ડાંગ લવાયા હતા. આ શ્રમિકો વતન મોટામાંળુગા ગામે પરત ફરતા મહામંત્રી કિશોર ગાવીત, બાંધકામ અધ્યક્ષ ચંદર ગાવીત સહીતનાંએ મુલાકાત લીધી હતી. અને શ્રમિકોને મંગળ ગાવીતે અનાજની કીટનું વિતરણ કર્યુ હતુ.
નાયબ મુખ્ય દંડક વિજય પટેલે શ્રમિકોનાં પરિવારને આર્થિક સહાય અર્પણ કરી હતી. નાયબ મુખ્ય દંડક વિજય પટેલે જણાવ્યુ હતુ કે જિલ્લામાંથી સ્થળાંતરણ કરતા મજૂરોની યાદી ગામનાં આગેવાનોએ રાખવી જોઈએ. ભાજપાની સરકાર હંમેશા છેવાડાનાં માનવીઓ માટે કટિબદ્ધ હોવાનું જણાવી આ મજૂરોને પરત લાવવામાં અહમ ભૂમિકા ભજવનાર નગીન ગાવીત, અને જિલ્લા પંચાયતનાં બાંધકામ અધ્યક્ષ ચંદર ગાવીતની ઉદારનીતિને બિરદાવી હતી.
ડાંગ જિલ્લાનાં ગલકુંડમાં વોટરશેડનાં કામોનું ખાતમુહૂર્ત
સાપુતારા : ડાંગનાં આહવા તાલુકામાં સમાવિષ્ટ ગલકુંડમાં 266.78 લાખનાં કામોમાંથી 10 લાખનાં કામોનું ખાતમુહૂર્ત નાયબ મુખ્ય દંડક વિજય પટેલનાં હસ્તે કરાયુ હતુ.
આહવા તાલુકાના કાંચનઘાટ પ્રોજેક્ટનાં ગલકુંડ, પીપલપાડા, મોહપાડા, વનાર, આંબાળીયા, ઉમર્યા, વાંકી, પાયરપાડા, ચીંચપાડા, જાખાના, રાનપાડા, ભૂરાપાણી, ભાપખલ જેવા ગામોમાં વહેતા પાણીનો સંગ્રહ કરવા માટે તથા ખેડૂતોને પાણીની સવલતો મળી રહે તે માટે જિલ્લા જળસ્ત્રાવ વિકાસ એકમ ડાંગ આહવાનાં પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના અંતર્ગત એન્ટ્રી પોઈંટ એકટીવીટી, વર્ક ફેઝ તથા લાઈવલીહુડ અને માઈક્રો એન્ટર પ્રાઈઝ હેઠળનાં 403 કામો માટે રૂ.266.78 લાખનાં કામો આવરી લેવાયા છે. જેમાંથી આજે પીપલપાડા, વાંકી અને ગલકુંડમાં બે ચેકડેમ, એક ભૂગર્ભ ટાંકી, અને એક ખેતતલાવડી મળી કુલ 10 લાખનાં કામોનું ખાતમુહૂર્ત દંડક વિજયભાઈ પટેલનાં હસ્તે કરાયું હતું. આ પ્રસંગે ધારાસભ્ય વિજય પટેલ અને જિલ્લા પંચાયતનાં પ્રમુખ મંગળ ગાવીતે પ્રધાનમંત્રીની યોજનાઓનો ચિતાર આપ્યો હતો. આ પ્રસંગે તાલુકા પંચાયતનાં પ્રમુખ કમળા રાઉત, વઘઇ પ્રમુખ શંકુતલાબેન પવાર, જિલ્લા સદસ્ય મયના બાગુલ, તાલુકા સદસ્ય સુરેશ ચૌધરી, લક્ષ્મીબેન ગવળી, નિયામક એસ.ડી.તબિયાર, ટેક્નિકલ હિમાંશુ ગાંધી સહીત આગેવાનો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.