સાપુતારા : (Saputara) ડાંગ જિલ્લાનાં ગિરિમથક સાપુતારામાં સ્વિફ્ટ મારૂતિ કાર (Car) રેલિંગ તોડી સર્પગંગા તળાવમાં (Sarpaganga Lake) ખાબકી હતી. જ્યારે બીજા બનાવમાં સાપુતારા ઘાટમાર્ગમાં ઉભી ટ્રક પાછળ કાર ભટકાતા ડબલ અકસ્માત સર્જાયા હતા. પ્રાપ્ત વિગતો અનુસાર આજરોજ મહારાષ્ટ્રનાં કોલ્હાપુર તરફથી બરોડા તરફ જઈ રહેલી સ્વિફ્ટ મારૂતિ કાર નં. એમ.એચ.10.ડી.સી.1497નાં ચાલકે ગિરિમથક સાપુતારાનાં સર્પગંગા તળાવ નજીક સ્ટિયરીંગ પરથી કાબુ ગુમાવી દેતા આ સ્વિફ્ટ મારૂતિ કાર બેકાબુ બની રેલિંગ તોડી સર્પગંગા તળાવનાં પાણીમાં ખાબકતા ઘટના સ્થળે અફરા તફરીનો માહોલ સર્જાયો હતો.
- બીજા બનાવમાં સાપુતારા ઘાટમાં ઉભી ટ્રક પાછળ કાર ભટકાતા ડબલ અકસ્માત સર્જાયા
- જે સ્થળે કાર ખાબકી તે સ્થળે પાણી નહિવત હોવાનાં પગલે કારમાં સવારોનો બચાવ થયો
- આ બનાવમાં સ્વિફ્ટ મારૂતિ કારને જંગી નુકસાન થયુ હતુ
પ્રાપ્ત જાણકારી મુજબ અહીં જે સ્થળે કાર ખાબકી હતી તે સ્થળે પાણી નહિવત હોવાનાં પગલે કારમાં સવાર ચાલક સહિત એક મુસાફરનો ચમત્કારિક બચાવ થયેલો હોવાની વિગતો સાંપડેલી છે. આ બનાવમાં સ્વિફ્ટ મારૂતિ કારને જંગી નુકસાન થયુ હતુ. જ્યારે બીજા બનાવમાં સાપુતારાથી શામગહાનને જોડતા રાષ્ટ્રીય ધોરીમાર્ગનાં સાપુતારા ઘાટમાર્ગમાં તકનીકી કારણોસર ખરાબ થઈ ઉભેલી ટ્રકમાં પાછળથી કાર ભટકાતા સ્થળ પર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતનાં બનાવમાં કારને નુકસાન થયુ હતુ.
બોલેરો ગાડીએ મોટરસાઈકલને અડફેટમાં લેતા ચાલકનું ઘટનાસ્થળે મોત
ભરૂચ: ટંકારી બંદરનો એકનો એક દિકરો દહેજ કંપની પરથી પરત આવતી મોટર સાઈકલ પર આછોદ ગામે સમી સાંજે બોલેરો ગાડીએ જોરદાર રીતે અડફેટમાં લઇ કરૂણ મોત નીપજ્યું હતું.અને તેની સાથે ગામના બે સાથીમિત્રને ઈજા થતા સારવાર હેઠળ દાખલ કરવામાં આવ્યા છે. ગોઝારા અકસ્માતના પગલે એકનો એક જુવાનજોધ દિકરો ગુમાવતા માતમ છવાઈ ગયો હતો.
પ્રાપ્ત જાણકારી મુજબ જંબુસર તાલુકાના ટંકારી બંદર ખાતે રહેતા ૨૨ વર્ષીય કિરીટભાઈ મહેન્દ્રભાઈ પરમાર છેલ્લા ત્રણ મહિનામાં દહેજ ગોદરેજ કંપનીમાં મોટર સાઈકલ ઉપર અપડાઉન કરે ગત રોજ સાંજે સાડા સાતેક વાગ્યાના અરસામાં તેના પિતા મહેન્દ્રભાઈ પર એવો ફોન આવ્યો કે તમારા દીકરાને આછોદ ગામ પાસે અકસ્માત થયો છે.તમે અહી જલ્દી આવી જાવ.આ માહિતી મળતા તાબડતોબ તેમના પરિજનો સાથે નીકળી જઈને આછોદ ગામે પહોચી ગયા હતા. એ વેળા તહેસીન પોલ્ટ્રી ફાર્મ નજીક મોતને ભેટેલો કિરીટ પરમાર પડેલો હતો