સાપુતારા: (Saputara) ડાંગ જિલ્લાનાં સાપુતારાથી વઘઇને જોડતા ચીખલી (Chikhli) વાસુર્ણા ફાટક પાસે ત્રિપલ અકસ્માત (Accident) સર્જાયો હતો. પ્રાપ્ત વિગતો અનુસાર આજરોજ મહારાષ્ટ્રનાં નાસિકથી પરત વતન જઈ રહેલા અમદાવાદી પરિવારની નેક્સન ગાડી. નં. જી.જે.01.ડબ્લ્યુ.એ. 8530ને સાપુતારાથી વઘઇને જોડતા ચિખલી વાસુર્ણા ફાટક પાસેનાં વળાંકમાં સામેથી સેલેરિયો ગાડી નં. એમ.એચ.12.પી.ટી.0920ને ટક્કર મારતા સ્થળ પર ગંભીર અકસ્માત સર્જાયો હતો.
આ અકસ્માતનાં બનાવનાં પગલે નેક્શન ગાડીની એરબેગ ખુલી જવાની સાથે માર્ગમાં ફંગોળાઈ જતા સામેથી આવી રહેલી ત્રીજી વોક્સવેગન ગાડી નં. જી.જે.06.કે.ડી.3367 પણ આ ગાડીઓ જોડે અથડાતા ઘટના સ્થળે ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતનાં બનાવમાં ત્રણેય ગાડીઓને નુકસાન થયુ હતુ. જ્યારે નેક્શન ગાડીમાં સવાર અમદાવાદી પરિવારને નાની મોટી ઈજાઓ પહોચી હતી. આ બનાવ સંદર્ભે સાપુતારા પોલીસની ટીમે સેલેરીયો ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ક્લાર્કની પરીક્ષા આપવા જતા પરીક્ષાર્થીઓને લઈ જતી ટાવેરાને શિવઘાટમાં અકસ્માત નડ્યો
સાપુતારા : આજે જુનિયર ક્લાર્કની પરીક્ષા હોવાથી પરિક્ષાર્થીઓ ખાનગી વાહનો સહિત એસ.ટી બસોમાં સવાર થઈ રવાના થયા હતા. ત્યારે આજે આહવાથી વઘઇને જોડતા શિવઘાટના વળાંકમાં પરિક્ષાર્થીઓ ભરેલી જી.જે.30 એ.1924 નંબરની ટાવેરાની બ્રેક ફેલ થતા અકસ્માત સર્જાયો હતો. આ ટાવેરા માર્ગની સાઈડમાં સંરક્ષણ દીવાલ સાથે અથડાઈ પલ્ટી જતા બચી ગઈ હતી. સદનસીબે આ અકસ્માતમાં કોઈને જાનહાનિ થઈ ન હતી.
આ બનાવની જાણ નાયબ દંડક વિજય પટેલ, ભાજપાનાં મહામંત્રી હરિરામ સાંવત તથા નાયબ પોલીસ અધિક્ષક એસ.જી.પાટીલને થતા તેઓ દોડી ગયા હતા. અને ખાનગી ગાડીમાં પરીક્ષાર્થીઓને પરીક્ષા કેન્દ્રો સુધી લઈ જવાની સગવડ કરવામાં આવી હતી. વધુમાં આજે ડાંગમાં પરીક્ષાર્થીઓ પરીક્ષા આપવાનાં હોવાથી કોઈ પરીક્ષાર્થી અટવાય ન જાય તે માટે ડાંગ પોલીસ એલર્ટ મૂડમાં દેખાઇ હતી.
જેમાં વલસાડના ગુંદલાવથી ડાંગમાં આવેલા પરિક્ષાર્થી અટવાતા ડાંગ પોલીસે મદદ કરી આ પરીક્ષાર્થીને સ્થળ પર પહોચાડી હતી. એકલવ્ય સ્કૂલના એક જ નામનાં કારણે પરિક્ષાર્થી અટવાઈને આહવા પહોચી ગઈ હતી. ડાંગ પોલીસ દ્વારા આ પરિક્ષાર્થીની હોલ ટીકીટની ચકાસણી કરતા પરીક્ષાર્થીનું સેન્ટર સાપુતારા માલેગાંવ એકલવ્ય સ્કૂલ હોય જેથી પોલીસ દ્વારા આ પરિક્ષાર્થીને આહવાથી સાપુતારા માલેગાવ 35 કિમિનું અંતર કાપી સમયસર પહોચાડવાની વ્યવસ્થા કરી હતી.