- માર્ગ અને મકાન વિભાગ (Roads and Buildings Department) માટે કુલ ૨૨,૧૬૩ કરોડની જોગવાઈ કરવામાં આવી
- મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના (Chief Minister Gram Sadak Yojana) અંતર્ગત કામો માટે ૫૦૦૦ કરોડની જોગવાઇ.
- દરિયા કાંઠે આવેલા હયાત રસ્તાઓનું મજબૂતીકરણ/અપગ્રેડેશન/ ખૂટતી કડીના રસ્તાઓ અને નાના મોટા પુલના બાંધકામ સહિતના કોસ્ટલ હાઇવે માટે ૨૪૪૦ કરોડના આયોજન અન્વયે પ્રથમ અને બીજા તબક્કાના કુલ ૪૬ રસ્તાઓ અને પુલો માટે ૯૭૯ કરોડની કામગીરી પ્રગતિ હેઠળ. જેના માટે ૨૧૬ કરોડની જોગવાઈ.
- અંદાજિત ૧૬૦૦ કરોડના ખર્ચે બનનાર પરિક્રમા પથના બાંધકામ માટે ૩૧૮ કરોડની જોગવાઈ.
- ભારે ટ્રાફિક ધરાવતા હાઈવેને હાઈસ્પીડ કોરીડોર (High Speed Corridor) તરીકે અંદાજિત ૩૧૦૦ કરોડના ખર્ચે વિકસાવવાશે જેના માટે ૨૨૨ કરોડની જોગવાઈ.
- દ્વારકા, શિવરાજપુર, પાવાગઢ, જાંબુઘોડા, ધોરડો, ધોળાવીરા, ધરોઈ, વડનગર, સાસણ, એકતાનગર વગેરે ટુરિસ્ટ સર્કિટને જોડતાં કુલ ૧૭ રસ્તાઓના વિકાસ માટે ૫૬૮ કરોડનું આયોજન. જેના માટે ૫૨૬ કરોડની જોગવાઈ.
- જૂના પુલોના પુન: બાંધકામ, મજબુતીકરણ, મરામત અને રેટ્રોફિટીંગના ૫૩૦ કરોડના કામો માટે ૨૭૦ કરોડની જોગવાઈ.
- મહાનગરો, બંદરો, પ્રવાસન તથા યાત્રાધામોને જોડતા ૧૪ રસ્તાઓના અનુભાગોને ફોર-લેન બનાવવાની ૧૧૫૯ કરોડની કામગીરી પ્રગતિ હેઠળ.
- ઔદ્યોગિક વિસ્તારને જોડતા ૮૮ કિલોમીટરના ચાર રસ્તાઓના અનુભાગોને ફોર-લેન બનાવવાની `૮૪૩ કરોડની કામગીરી પ્રગતિ હેઠળ.
- પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના(Pradhan Mantri Gram Sadak Yojana)ના ત્રીજા તબક્કાની ૧૭૪૯ કરોડની અંદાજિત કિંમતની કામગીરી અન્વાયે રાજ્યના ૩૦૧૫ કિલોમીટરના ગ્રામ્ય માર્ગોની ૬૬૦ કિ.મી.ની કામગીરી પ્રગતિ હેઠળ. જેના માટે ૬૦૦ કરોડની જોગવાઈ.
- વનબંધુ કલ્યાણ યોજના-૨ હેઠળ આદિજાતિ વિસ્તારમાં ગામમાંથી શાળા તથા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સુધીના પાકા રસ્તા અને પુલો માટે ૨૪૬ કરોડની જોગવાઇ.
નવા કામો
- અંદાજિત ૨૦૦૦ કરોડના ખર્ચે રાજ્યના કોર રોડ નેટવર્કમાં સમાવિષ્ટ રસ્તાઓની સુધારણા, અપગ્રેડેશન, વાઇડનીંગ અને મજબુતીકરણની કામગીરી માટે ૭૦૦ કરોડની જોગવાઈ.
- અંદાજિત ૧૨૦૦ કરોડના ખર્ચે રાજ્યના ઔદ્યોગિક વિસ્તારોને જોડતા રસ્તાઓની સુધારણા, અપગ્રેડેશન, વાઇડનીંગ અને મજબુતીકરણની કામગીરી માટે ૪૫૦ કરોડની જોગવાઈ.
- અંદાજિત ૮૦૦ કરોડના ખર્ચે રાજયના બંદરોને જોડતા હયાત રસ્તાઓની સુઘારણા, વાઇડનીંગ તથા મજબુતીકરણ, સ્ટ્રકચર અને રોડ સેફટી(Road Safety) સંબંઘિત કામગીરી માટે ૩૦૦ કરોડની જોગવાઈ.