National

સંજય રાઉતના પત્નીએ PMC બેંકની લોનની 55 લાખની રકમ ચૂકવી દીધી

મુંબઇ (Mumbai): છેલ્લા કેટલાક સમયથી સતત વિવાદમાં રહેતા શિવસેનાના ટોચના નેતા અને પાર્ટી પ્રવક્તા સંજય રાઉતની (Sanjay Raut) પત્નીને ED એ PMC બેંક લોનના જે કેસમાં નોટિસ મોકલી હતી, સમાચાર આવ્યા છે કે સંજય રાઉતની પત્ની વર્ષા રાઉતે 55 લાખ ભરી દીધા છે.

પત્નીના નામે ઇડીના સમન્સથી (ED Summons) રોષે ભરાયેલા શિવસેનાના નેતા સંજય રાઉતે (Sanjay Raut) કેન્દ્ર સરકારને ચેતવણી આપી હતી કે તે આવી વસ્તુઓથી ડરશે નહીં. રાઉતે 28 ડિસેમ્બરે એક પ્રેસ કોન્ફરન્સ (press conference) કરીને મોદી સરકાર (Modi Government) પર પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કે તેમની પત્ની વર્ષા રાઉતને રાજકીય બદલો લેવા માટે સમન્સ મોકલવામાં આવ્યો છે. ઇડી કેન્દ્ર સરકારના ઇશારે કાર્યવાહી કરી રહી છે. રાઉતે કહ્યું કે અમે કાયદાનું પાલન કરીશું.

સંજય રાઉતે કહ્યું કે મારી સાથે પંગો ન લો, હું એક નાગો માણસ અને શિવ સૈનિક છું. મારી પાસે ભાજપ ફાઇલ છે, જો હું એ ફાઇલ કાઢીશ તો તમારે દેશ છોડીને ભાગવુ પડશેમારી પાસે 121 લોકોના નામ છે. તેને ટૂંક સમયમાં ઇડીને આપશે. એવા ઘણાં નામ છે કે ઇડીએ 5 વર્ષ સુધી કામ કરવું પડશે. ત્યારબાદ ઇડીને ખબર પડશે કે કોનાથી પંગો લીધો છે?

સંજય રાઉતે કહ્યું કે આ બધું રાજકારણથી પ્રેરિત છે. ઇડીએ 10 વર્ષ જુનો કેસ ખોલ્યો છે. અમે મધ્યમ વર્ગના લોકો છીએ. મારી પત્ની એક શિક્ષિકા છે. પત્ની પાસે મિત્ર પાસે 50 લાખની લોન લીધી હતી. રાજ્યસભાના સોગંદનામામાં તેનો ઉલ્લેખ છે. આવકવેરામાં પણ આ બતાવવામાં આવ્યું છે. આ કોઈ છુપાયેલી વસ્તુ નથી. ઇડી અને ભાજપને શું તકલીફ છે? જો હું તેમના પરિવાર પાછળ પડીશ તો તેમને દેશ છોડીને ભાગવું પડશે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top