Vadodara

પાલિકાની કમાણી સોસાયટીમાં સમાણી

વડોદર,: શહેરના વોર્ડ નંબર 11 માં ટાગોર નગર વિસ્તારમાં ઉપર ગેરકાયદેસર રીતે કો.ઓ. સોસાયટી દ્વારા હોલ અને ઓફિસ ઉભી કરી દેવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે અને આ હોલ ભાડે આપી તેનું ભાડું સોસાયટીની તિજોરીમાં જતું હોવાનું જાણવા મળ્યું છે. સોસાયટીના પ્રમુખ અને સંચાલકો દ્વારા સાંસ્કૃતિક ફંડના નામે હોલનું ભાડું ઉઘરાવાતું હોવાનું જાણવા મળ્યું છે. જો કે આ અંગે પ્રમુખનો સંપર્ક કરાતા તેઓ બઘવાઈ ગયા હતા. અને તેઓએ મારે કોઈ વાત નથી કરવી એમ જણાવ્યું હતું.

મહાનગર પાલિકાની હદમાં પશ્ચિમ વિસ્તારમાં ઓ.પી.રોડ.પર સૈયદ વાસણા-અકોટા ટી.પી.સ્કીમ નં -૧૫ જેને સરકારના શહેરી વિકાસ ગાંધીનગર દ્વારા ફાયનલ નોટીફીકેશન નં GH/V/119 OF 1995/TPS-1294-1495 L તા – ૫-૧૦-૯૫ થી મંજુર કરવામાં આવેલ છે.તેમા ફાયનલ પ્લોટ નં ૨૧ આશરે ૨૫,૦૦૦ ચો.ફુટ પર ગેરકાયદેસર કબ્જો હોવાનું જાણવા મળ્યું છે. જે વડોદરા મહાનગરપાલિકા ની માલિકીનો વાણીજ્ય વેચાણ માટેનો અનામત પ્લોટ રાખવામાં આવેલ છે. જો કે આ પ્લોટ ઉપર છેલ્લા કેટલાય વર્ષોથી કોમ્યુનિટી હોલ અને ઓફિસ બનાવી દેવામાં આવી છે. અને તેનું સંચાલન સોસાયટીના પ્રમુખ તેમજ કમિટી કરે છે.

આ કોમ્યુનિટી હોલ સોસાયટીના તેમજ વડોદરા ના રહીશોને ગેરકાયદેસર રીતે લગ્ન પ્રસંગે તેમજ બેસણાના પ્રસંગે તેમજ અન્ય કાર્યક્રમો માટે મોટી રકમ લઈ ને ભાડેથી આપે છે.અને વષૉથી સરકારી જમીનને ગેરકાયદેસર રીતે ભાડે થી આપી ને મોટો ભષ્ટાચાર કરતા હોવાનું ચર્ચાય છે. ત્યારે આ અંગે આજરોજ પ્રમુખ કલ્પેશ બ્રહ્મભટ્ટને ફોન કરાતા તેઓએ પહેલા જણાવ્યું હતું કે મને કઈ ખ્યાલ નથી પરંતુ તેઓનું સ્ટેટમેન્ટ રેકોર્ડ કરવાનું શરુ કરતા તેઓએ મારે કોઈ પણ પ્રકારની વાત નથી કરવી તેમ જણાવી ફોન કાપી નાખ્યો હતો અને બાદમાં ફોન રિસીવ કર્યો ન હતો. ત્યારે આ આવક જે મહાનગરપાલિકાની સોસાયટીના ખાતામાં જઈ રહી છે. ત્યારે કોના ઈશારે આ સંચાલન થઇ રહ્યું છે તે તપાસનો વિષય છે.

મટીરીયલ નાખવાં સોસાયટીના સભ્યોએ રૂા.10,000 જમા કરાવવાનું ફરમાન
સોસાયટીનો કોમન પ્લોટ કે જે પણ મનપાની અનામત જગ્યામાં આવતું હોવાનું કહેવાય છે તેના ઉપર સોસાયટીમાં નવા બનતા બાંધકામ દરમિયાન નીકળતા માટી / છારૂ નાખવા માટે માસિક રૂ. 10, 000 લાગત પેટે લઇ રહીશોને નાખવા માટેની છૂટ આપવા સોસાયટીની મિટિંગમાં ઠરાવ કરવામાં આવ્યો હતો. અને તેની પણ આવક સોસાયટીમાં થઇ રહી છે. ત્યારે પાલિકાની કમાણી સોસાયટીમાં સમાણી તેવો ઘાટ થઇ રહ્યો છે.

Most Popular

To Top