Charchapatra

સુરક્ષાકર્મીઓને વંદન

26મી ડિસેમ્બરની ગુજરાતમિત્ર દૈનિકની પૃથ્ઠ 4ની એક તસવીર હૃદયસ્પર્શી રહી! તમને કોરોના નહીં થાય તે માટે અમે ઠંડીમાં ફરજ બજાવી રહયા છીએ. વાત આપણા સુરતના પોલીસકર્મીઓને અનુલક્ષીને છે. પોલીસકર્મીઓ સદા આપણી સુરક્ષા માટે તહેનાતમાં રહે છે. વાહન ચાલકોની સુરક્ષા માટે ટ્રાફિક સિગ્નલ પર સદા ફરજ પર હાજર રહી અકસ્માત નિવારણના પ્રયત્નો માટે સદા તત્પર રહે છે.

અપહરણ, મહિલાઓની હેરાનગતિ, ચોરીના કિસ્સા, હત્યા કે પછી નાણા ઉચાપતના કિસ્સા તમામ કેસોને ઉકેલવા પોલીસકર્મીઓ કટિબધ્ધ રહે છે. વીર જવાનો પણ આપણી તમામ સરહદો પર રક્ષા કરે છે. નૌકા સૈન્ય, વાયુ સેનાનું યોગદાન પણ ઓછું નથી. આપણી સુરક્ષામાં સહુ સુરક્ષા દળો તથા પોલીસકર્મીઓનો આભાર વ્યકત કરીએ એટલો કમ છે.

સુરત              – નેહા શાહ- આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top