મુંબઈ: બોલીવુડ સ્ટાર (Bollywood star) સલમાન ખાનને (Salman khan) અડધી રાત્રે મુંબઈની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. દંબગ સ્ટાર સલમાન ખાનને પોતાના બર્થે ડે (Birthday)ના એક દિવસ પહેલા હોસ્પિટલમાં દાખલ થવું પડયું હતું. સલમાનને સાપ કરડી જતાં રાત્રે 3 વાગ્યેની આસપાસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જોકે ત્યારબાદ તેને સવારે હોસ્પિટલમાંથી રજા આપી દેવાઈ હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર સલમાનની તબિયત સ્થિર છે અને ઝેરની કોઈ અસર થઈ નથી. સવારે 9 વાગે તેને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ પણ કરી દેવાયો છે. સલમાન ખાનને તેના જ ફાર્મ હાઉસમાં સાપે કરડી લીધો હતો. સલમાનનું ફાર્મ હાઉલ પનવેલ સ્થિત છે. જ્યા તેને પાછલી રાત્રે એક સાંપે કરડી લીધું, જે બાદ રાત્રે 3 વાગ્યાની આસપાસ નવી મુંબઈનાં MGM હોસ્પિટલમાં તાત્કાલિક દાખલ કરવામાં આવ્યો હતો. સારવાર બાદ સવારે હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યો અને સલમાન હવે પોતાના ફાર્મ હાઉસમાં જ છે અને તેની તબિયતમાં સુધાર છે. કાલે સલમાનનો બર્થે ડે છે અને તેના બર્થે ડેના એક દિવસ પહેલા આવી દુર્ઘટના બની હતી.
દંબગ સ્ટાર સલમાન ખાનના ફેન્સને જ્યારે આ વાતની જાણ થઈ તો તેઓ નિરાશ થયા હતા. કારણે કે સલમાનનો આવતી કાલે બર્થે ડે છે અને તેના તમામ ફેન્સ બર્થે ડેની આતુતાથી રાહ જોઈ રહ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર સલમાન પોતાના પરિવાર અને મિત્રો સાથે પાર્ટી કરવા માટે ફાર્મ હાઉસ પહોંચ્યો હતો.
સલમાન ખાનનું પનવેલમાં ફાર્મ હાઉસ તેની નાની બહેન અર્પિતાના નામે લીધું હતું. આ ફાર્મ હાઉસ 150 એકરમાં ફેલાયેલું છે, જેની આસપાસ ગાઢ જંગલો છે. ગાઢ જંગલને કારણે અહીંની હરિયાળીની સાથે સાથે પશુ-પંખીઓ અને સાપ અજગર પણ છે. સલમાનના ફેન્સને ખબર જ હશે સલમાન ફિટનેસનું કેટલું ધ્યાન રાખે છે. તેથી સલમાને ફાર્મ હાઉસની અંદર એક જીમ પણ બનાવ્યું છે, જેમાં કસરત માટે જરૂરી તમામ સાધનો છે. ઉલ્લેખનીય છે કે સલમાને લોકડાઉનમાં ઘણો સમય ફાર્મ હાઉસમાં વિતાવ્યો હતો. તે અવારનવાર ફાર્મહાઉસની અંદરના વીડિયો અને ફોટા સોશિયલ મીડિયા પર શેર કરે છે. કોઈ પણ ઉજવણી હોય સલમાનનું ફાર્મ હાઉસ રેડી જ હોય છે. સલમાન અને તેના પરિવારની મોટાભાગની ઉજવણી આ ફાર્મ હાઉસમાં કરે છે.