Vadodara

રોજ 3 થી 10 હજાર કમાવોની લાલચમાં સેલ્સ એક્ઝિક્યુટિવે 2.91 લાખ ગુમાવ્યા

વડોદરા : ચાઇનીઝ એપ સહિત વિવિધ એપ દ્વારા નોકરી આપવા તેમજ વધુ પૈસા કમાવવાની લાલચ આપીને  ભારતભરમાં 5 લાખ લોકોને પોતાના જાળમાં ફસાવી  રૂપિયા 150 કરોડ ઉપરાંતની છેતરપિંડી આચરવામાં આવી છે. ત્યારે હવે શહેરનો યુવક પણ આ પ્રકારની છેતરપિંડીનો શિકાર બન્યો છે. ઓનલાઇન બિઝનેસ કરી રોજના 3000 થી 10,000 કમાવોની તગડા કમિશનની લાલચમાં ઠગ ટોળકીએ 2.91 લાખ પડાવી લઇ છેતરપીંડી આચરી છે. બનાવ અંગેની ફરિયાદ સાઇબર ક્રાઇમમાં નોંધતા  થતાં પોલીસે કંપનીના ડાયરેક્ટર સહિત 8 લોકો સામે ગુનો નોંધી  તપાસ હાથ છે.

શહેરના સનફાર્મા રોડ ઉપર આવેલ કૈલાશ શિખર રેસિડેન્સીમાં રહેતા મિરલ ભુપેન્દ્ર નાયક ખાનગી કંપનીમાં પીવીસી પ્રોડક્ટ માર્કેટિંગમાં સિનિયર સેલ્સ એક્ઝિક્યુટિવ તરીકે ફરજ બજાવે છે. ગત તા. 31 ઓગસ્ટ 2021ના રોજ તેમના મોબાઈલફોનમાં એક એસમેટ્સ આવેલો હતો. જેમાં પાર્ટ ટાઈમ જોબ અને રોજના 3000 થી 10000 રૂપિયા કમાઈ શકો તેમ જણાવવામાં આવ્યું હતું. અને આ લિંક ઓપન કરો તેમ જણાવ્યું હતું. એસએમએસ થકી ઇન્દિરા નામની મહિલાએ ફ્લિપકાર્ટ મોલ મલ્ટિનેશનલ કંપનીની કર્મચારી હોવાની ઓળખ બાદ ઓનલાઇન પૈસા કમાવવા કંપનીમાં ટાસ્ક મુજબ કામગીરી કરી તગડા કમિશનની લાલચ આપી હતી. જેથી મિરલ નાયકએ ટુકડે ટુકડે 2,96,600 ઓનલાઇન ઇન્વેસ્ટ કર્યા હતા.

આમ ટેલિગ્રામમાં અને વિવિધ એપ મારફતે મીરલભાઈ પાસેથી રૂ. 2.91 લાખ મેળવી લીધા બાદ તેમને બ્લોક કરી દેવામાં આવ્યા હતા અને તેમનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યું હતું. ત્યારબાદ કંપની તરફથી ઈન્વેસ્ટ કરેલી રકમ તથા કમિશન ન મળતા મિરલભાઇને શંકા ગઈ હતી. ઓનલાઇન સર્ચ કરતા પોતે ચાઈનીઝ સ્કેમનો શિકાર બન્યા હોવાની જાણ થતાં તેમણે સાયબર ક્રાઇમ પોલીસ મથકે કંપનીના બેગ્લોરમા રહેતા ડાયરેક્ટરો વિનાયકા ચંદ્રશેખર ગોવડા અને વિશાલ હરીશકુમાર સામે ફરિયાદ નોંધાવી હતી.

અત્રે ઉલ્લેખનિય છે કે, આ કિસ્સામાં પોલીસે ફરિયાદના આધારે ડાયરેક્ટરો વિનાયકા ચંદ્રશેખર ગોવડા અને વિશાલ હરીશકુમાર સહિત બેંક ખાતાધારક તથા મોબાઈલ નંબરનો ઉપયોગ કરનારા આઠ શખ્સો વિરુદ્ધ છેતરપિંડી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા સમયથી પ્રત્યેક મોબાઈલ ઉપભોક્તા મોબાઈલ પણ વિવિધ છેતરપિંડી આચરતી કંપની અને ભેજાબાજો દ્વારા વિવિધ મેસેજ કરી લોભામણી લાલચ આપવામાં આવતી હોય છે. જેનો લાખો લોકો શિકાર થયા છે અને પોતાની જીવનની મુડીના પૈસા ગુમાવ્યા છે.

Most Popular

To Top