દુબાઈમાં RTO ખાતું નીચે મુજબની વિશેષતાઓ ધરાવે છે : (1) દર વર્ષે નિયત સમયે ને માસમાં દરેક કારચાલકને RTOમાં વાહન ચેક કરાવવાનું હોય, જેમાં ટાયર, ટ્યૂબ, વ્હીલ એલાઈમેન્ટ તથા લાઈટને જનરલ કંડીશન ચેક કરાય છે. (2) આ ચેકીંગ દરમ્યાન જે ત્રુટિ જોવા મળે, તેની કાર ચાલકને જાણ કરાય ને નિયત સમયમાં યોગ્ય સૂચનાઓ કડક રીતે અપાય છે. (3) આ સૂચનાનું પાલન ન થાય તો દંડ થાય છે. શું આપણું RTO આ દિશામાં વિચારશે ??
સુરત – ડો.અનુકૂલ એમ.નાયક- આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.
અડાજણનું જ્યોતીન્દ્ર દવે ગાર્ડન: નવા રંગરૂપ સાથે
અડાજણ પ્રાઈમ આર્કેડ, પાણીની ટાંકી ની પાસે નાં પ્રાઈમ લોકેશન પર, આ વિસ્તારનો શિરમોર ગણાતો , વિશાળ બગીચો – વિશાળ જન સંખ્યા ને સમાવી લેતો – આબાલવૃદ્ધ સૌનો પ્રિય , સાંજે- જીવન ની સમી સાંજે વરિષ્ઠ નાગરિકો નો વિસામો. આશરે બે વર્ષ નાં સમયગાળા પછી પાંચ ઓક્ટોબરે નવાં રૂપરંગ સાથે ખુલ્લો મૂકાતાં ખાસ કરીને વરિષ્ઠ નાગરિકો ને આનંદ અને રાહત થઇ છે.બાગ બંધ થતાં ખોટી ચર્ચા ઓએ જોર પકડ્યું હતું.લોકોની અટકળો અને આતુરતાનો અંત આવ્યો છે. સુરત મનપા ની બાગનાં રિનોવેશન અંગે ની કવાયત ફળી.( ppp ધોરણે ) દેર આયે, દુરસ્ત આયે.અહીં સવાર-સાંજ કસરત કરનારાં, ચાલનારા , ફિલ્મી ગીતો નું ગાયક વૃંદ થી માનવ મહેરામણ ઉમટે છે.
સુરત – વૈશાલી શાહ- આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.