નવી દિલ્હી: રામાયણ (Ramayan) બનાવનાર રામાનંદ સાગરની પૌત્રી સાક્ષી ચોપરા (Sakshi Chopra) પોતાના બોલ્ડ લૂકના કારણે ચર્ચામાં રહે છે. તે સોશિયલ મીડિયા (Social Media) પર પોતાના બોલ્ડ ફોટા અવાર નવાર શેર કરતી રહે છે. ત્યારે હાલ તે પોતાના ફોટાના કારણે કે પોતાના બોલ્ડ લૂકના (Bold Look) કારણે નહિં પણ તેના પર થયેલા શારિરીક શોષણ અને મેન્ટલી હેરેસ્મેન્ટના કારણે ચર્ચામાં છે. તેમજ આવા બેહુદી વર્તનનો આરોપ સાક્ષીએ નેટફ્લિક્સ પર મૂક્યો છે.
સાક્ષીની એક પોસ્ટે હાલ સોશિયલ મીડિયા પર હલચલ મચાવી છે. સાક્ષી ચોપરાએ શેર કરેલી પોસ્ટમાં શોમાં તેણે અનુભવેલી તમામ બાબતો શેર કરી હતી. આ ઉપરાંત તેણે મેકર્સ પર આરોપ મૂક્યો હતો કે શૂટિંગ દરમિયાન તેણીને હેરાન કરવામાં આવી હતી. સાક્ષીએ તેણે કરેલા કોન્ટ્રાક્ટની શરતો અંગે જણાવ્યું હતું કે તેને દરરોજ તેની માતાને એક ફોન કૉલ કરવાની મંજૂરી આપવામાં આવી હતી. પોતાની માતાને જ્યારે તે પોતાની આપવિતી જણાવતી ત્યારે તેની પાસેથી ફોન લઈ લેવામાં આવ્યો હતો. આ ઉપરાંત સાક્ષીએ મેકર્સ પર આરોપ લગાવ્યો છે કે તેને અનકર્મર્ફટેબલ હોય તેવા સીન કરવા માટે પણ મજબૂર કરવામાં આવી હતી.
સાક્ષીએ પોસ્ટ શેર કરી તેને સેક્સ્યુઅલ હેરેસમેન્ટનું કેપ્શન આપ્યું હતું. તેણે પોસ્ટમાં લખ્યું હતું કે મેં આ શો માત્ર એટલા માટે સાઈન કર્યો કારણ કે મારા કોન્ટ્રાક્ટમાં મારી માતાને એક ફોન કોલ કરવાની પરવાનગી આપવામાં આવી હતી. નેટફ્લિક્સ પર આરોપ લગાવતા તેણે કહ્યું કે નેટફ્લિકસ મને છેલ્લાં એક વર્ષથી હેરાન કર્યું છે. મેં શરૂઆતમાં શો માટે ના પાડી હતી તો મને સમજાવવા માટે ટીમે મીટિંગ કરી હતી. મને શો કરવા દબાણ આપવા ઘણા બધા કોલ્સ અને મેસેજ કરવામાં આવ્યા છે. મને ખાતરી આપવામાં આવી હતી કે તમને કોઈ તકલીફ નહીં પડે. મને ગેરમાર્ગે દોરવામાં આવી હતી અને કહેવામાં આવ્યું હતું કે તે માત્ર એક ગેમ શો છે જેમાં મનોરંજનના કાર્યો છે જેમ કે સિંગગ, કન્ટેન્ટ બનાવવું, એન્ટરટેનિંગ ટાસ્ક જેવી બાબતોનો સમાવેશ થાય છે પણ શોમાં તો કંઈક બીજુ જ થઈ રહ્યું હતું. સાક્ષીએ નિર્માતાઓ પર માનસિક ત્રાસ આપવાનો પણ આરોપ લગાવ્યો છે.