Vadodara

મોરબીની દુર્ઘટનાના અનાથ બાળકોની વ્હારે સંતો

વડોદરા : મોરબીમાં ઝૂલતા પુલ તુટવાની ભયંકર દૂર્ઘટનાને કારણે 141 લોકોએ પોતાનો જીવ ગુમાવી દીધો છે. કોઈએ પોતાનો પુત્ર કોઈએ માતા કોઈએ બહેન તો કોઈએ પિતાને ગુમાવ્યા છે. ત્યારે દુર્ઘટનામાં અનાથ થનાર બાળકોને ઉછેરીને પગભર કરવાની જવાબદારી વડોદરાના હરિધામ સોખડા યોગી ડિવાઇન સોસાયટી નિભાવશે. મોરબીમાં મચ્છુ નદી પર આવેલો ઝૂલતો પુલ તૂટી પડ્યો હતો.આ દૂર્ઘટનામાં 141 લોકો મોતને ભેટ્યા છે. નવા વર્ષે આ પુલ સમારકામ બાદ ખુલ્લો મુકાયો હતો. તેવામાં સાંજના સમયે 400 કરતા વધુ લોકો પુલ પર હતા.

ત્યારે પુલ અચાનક તૂટી પડતા 100 જેટલા લોકો નીચે પાણીમાં પડ્યા હતા. અનેક લોકોએ પાણીમાં પડવાથી બચવા માટે વાયરો પકડી લીધા હતા. સમગ્ર ઘટનાને પગલે તંત્ર દોડતું થયું હતું બચાવ કામગીરી હાથધરી હતી.ત્યારે આ ગોઝારી દુર્ઘટનામાં અને કે પોતાના સ્વજન ગુમાવ્યા છે તેવામાં વડોદરાના હરિધામ સોખડા ની યોગી ડિવાઇન સોસાયટી આગળ આવી છે યોગી ડિવાઇન સોસાયટી, હરિધામ સોખડાના પરમાધ્યક્ષ પરમ પૂજ્ય પ્રેમ સ્વરૂપ સ્વામીજી મહારાજે મોરબીની દુર્ઘટનાને અત્યંત દુઃખદાયક ગણાવીને તેમાં દીવ અંગત આત્માઓને પ્રભુ સાશ્વત શાંતિ અર્પે જે લોકો ઘાયલ થયા છે.તેઓ જલ્દી સ્વસ્થ થાય અને સ્વજનો ગુમાવનારા સૌને આવી પડેલી વિભક્તિ સહન કરવાની શક્તિ પ્રભુ આપે તેવી પ્રાર્થના કરી છે.

મોરબીમાં ઝુલતો બ્રિજ તૂટતા વડોદરામાં બનેલી બે પુલની ઘટનાની યાદ તાજી થઇ
વડોદરા: ગઈકાલે મોરબીમાં ઝુલતો બ્રીજ તૂટતા યાદ આવી કે વડોદરાનાં બે ઝુલતા બ્રીજની વડોદરામાં પણ બે ઝુલતા પુલ હતા. એક વિશ્વામિત્રી નદી પર કમાટીબાગમાં અને બીજો અકોટા રેલ્વે ટ્રેક થી રાજમહેલ કંપાઉન્ડનાં ધનટેકરી તરફનાં પાછળનાં ભાગને જોડતો વિશ્વામિત્ર નદી પર કમાટીબાગમાં હાલ પક્ષી ઘરથી અતિથિ ગૃહ તરફ જવાના રસ્તે જે કેબલ બ્રિજ છે ત્યાં જ પહેલા ઝુલતો પુલ હતો. જેનુ નિર્માણ બોમ્બેનાં જ્હોન ફ્લોટિંગ એન્ડ એન્જિનિયર્સ દ્રારા 1890 માં કરવામાં આવ્યુ હતુ. પરંતુ 1964 માં ફુગ્ગા અગિયારસનાં મેળાનાં દિવસે સાંજે પાંચ એક વાગ્યાની આસપાસ ભારે ભીડ ને કારણે તે પુલ તુટી પડ્યો હતો. તે દિવસે પણ મોરબીની જેમ મોટી જાનહાની થઈ હતી. હાલનો કમાટીબાગમાં જે કેબલ બ્રીજ છે તે VMSS દ્વારા ઝુલતા પુલનાં સ્થાને 2016 માં નિર્માણ કરવામાં આવ્યો છે. બીજો અકોટા રેલ્વે ટ્રેક થી રાજમહેલ કંપાઉન્ડનાં પાછળનાં ભાગને (ધન ટેકરી અને સેન્ટ્રલ જેલને) જોડતો બ્રીજ સમય કાળે રાખ રખાવ ન થતા અને લોકો તેનાં પાટીયા અને અન્ય સામગ્રીઓ કાઢી જતા લુપ્ત થઈ ગયો – વિસ્મૃતીમાં ગયો. કદાચ આજે સ્થળ પર તેનાં અવશેષો મળે પણ ખરા.

Most Popular

To Top