એક સમયે દુનિયાભરમાં વિલાયતના અંગ્રેજોની હકૂમત ચાલતી હતી. ભારતે પણ બસો વર્ષ જેવી અંગ્રેજોની ગુલામી વેઠી છે. ગાંધીજી આફિકા ગયા તે વખતે, એમને આગગાડીમાંથી, અંગ્રેજોએ ઉતારી પાડેલા. કારણ કે ગાંધીજી (તે વખતે મોહન લાલ કરમચંદ ગાંધી) ઈન્ડિયન હતા. અને બ્લેકિસ્ટ હતા. રંગભેદની આવી ચેષ્ઠા ગાંધીજી પચાવી શમેલા નહિ અને મનમાં ગાંઠ વાળીને અંગ્રેજોને હટાવવાની કામગીરીમાં પ્રવૃત્ત થયા હતા. છેવટે અંગ્રેજોને તા.15-8-1947ના દિવસે ભારત છોડવાનો વારો આવ્યો હતો. આજે 75 વર્ષ પછી સમયે કરવટ બદલી છે.
બ્રિટન એટલે તે યુ.કે.ના વડાપ્રધાન પદે એક મૂળ ભારતીય હિન્દૂ જન નામે ઋષિ સુનાક આરૂઢ થયા છે. કુદરત આ વક્રતા નથીનો બીજુ શું હોઈ શકે??! આજે ભારતીયોનો દુનિયાભરમાં ડંકો વાગી રહ્યો છે. અમેરિકા જેવા પ્રચંડ શક્તિશાળા દેશનાં વાઈસ પ્રેસિડેન્ટ ભારતીય મૂળનાં એક સન્નારીનામે કમલા હેરિસ, શોભાવી રહ્યાં છે. એજ રીતે ન્યુઝિલેન્ડ, આફિકાના ઘણા દેશોમાં તથા યુરોપના પણ ઘણા બધા દેશોમાં ભારતીય મૂળના લોકો વત્તે-ઓ છે અંશે, સ્થાનિક રાજગરણમાં પોતાની સેવાઓ આપી રહ્યા છે. એક સમયે ભારતીયોને હોનભાવે જોનારા અંગ્રેજોના વડા તરીકે ઋષિ સુનાક આરૂઢ થયા છે. તે ઘટના ભારત દેશ અને એમની પ્રજા માટે અત્યત ગૌરવ સમાન બની રહી છે.
બ્રિટનના ઈતિહાસમાં સૌથી યુવાવયે વડાપ્રધાનપદે આરૂઢ થનારા ઋષિ સુનાક, પ્રથમ વ્યક્તિ છે. બ્રિટનની ગાદી સાટવી રાખવવા માટે ઋષિ સુનાકે ભારતના પ્રાચિન ઋષિઓની જેમ ભારે તપ કરવું પડશે. લથળતી જતી આર્થિક સ્થિતિને નિપંત્રણમાં લાવવાની ભગીરથ અને તપ સસમાન કામગીરે ઋષિ સુનાકે કરવી પડશે. અંગ્રેજોના મુલકમાં ઋષિ સુનાક જેવા હિન્દુ ભારતીયનું વડાપ્રધાન પદે પહોંચવું એને અમે ચોક્કસ ‘‘IRONY OF FACT’’ તરીકે ઓળખીએ તેમાં કશું જ અયોગ્ય કરતું નથી. યુ.કે.ના નવનિયુક્ત વડાપ્રધાન ઋષિ સુનાકના એમના બડભાગી કાર્યમાં ઈશ્વર એમને હર ક્ષેત્રે મદદ કરે એવી અમારી અભ્યર્થના છે.
સુરત – બાબુભાઈ નાઈ- આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.