144 વર્ષ બાદ આવતા મહા કુંભમેળામાં ગાગરમાં સાગરની જેમ માનવ મહેરામણ ઉભરાઈ રહ્યુ છે. આ એક આયોજીત મેળો નથી પણ સદીઓથી ચાલી આવતું એક આસ્થા અને વિશ્વાસનું જીવંત ઉદાહરણ છે આ કુંભ ત્યાગી તપસ્વી નાગા બાવા તથા વિવિધ સંપ્રદાયના સંત સમાજનો મોટો ઉત્સવ છે પણ અહીં તો મોટા મોટા ડીગ્રીધારી, પદવીધારી, ડોક્ટર્સ, વૈજ્ઞાનિકો, રાજકારણીઓના ઘોડાપુર ઉભરી રહ્યા છે. વિદેશીઓ પણ આમા બાકાત નથી. અરે! ધર્મમાં નહીં માનનારાઓ પણ અહીં ડૂબકી મારી લે છે. વાત અહીંથી પુરી નથી થતી. પણ કરોડોની સંપત્તિમાં આળોટનારા નવયુવાનો પણ સંસારી ચોલો ઉતારીને ભગવો ધારણ કરે છે.
જેમાં ફિલ્મ સ્ટાર મમતા કૂલકર્ણીનું નામ પણ ખૂબ ગાજી રહ્યુ છે. દસથી પંદર કિલોમીટર ચાલવાનું, નિશ્ચિત રહેવાની સુવિધા નહીંં કરોડોની મહા મેદનીમાં સહયાત્રીથી જો કદાચ છૂટા પડી જવાય તો પાછા ભેગા થવાની કોઈ શક્યતા નહીં. બીજી અનેક સમસ્યાઓને જાણવા છતાં પણ માનવ અહીં આવવા માટે પ્રેરાય છે. ટ્રેનોમાં ટિકિક મળતી નથી. વિમાની સેવાના ટિકિટના દર 50,000 થી પાર, પ્રાઈવેટ વાહનોથી રસ્તોઓ ચક્કાજામ, છતાં પણ કુંભનુ એટલું જ આકર્ષણ છે. શેરીઓમાં, ગલીઓમાં, ન્યુઝ પેપર, ન્યુઝ ચેનલ બધે કુંભની જ ચર્ચા ચાલતી હોય છે.
એક દુ:ખદ ઘટનાને બાદ કરતા આટલા વિશાળ સમંદરને નિયંત્રણ કરવા માટે પ્રશાસનને પણ મોટો ધન્યવાદ આપવો પડે. આખી દુનિયામાં પૃથ્વી પર આટલુ માનવ સમંદરને છલકાવુ એ પણ એક ઈતિહાસ છે. જે ભારત સિવાય કોઈ દેશ કરી શક્યુ નથી તે પણ એક નાનકડા પ્રયાગરાજ ત્રિવેણી સંગમ પર… યાર! કુછ તો જાદુ હૈ ઇસ કુંભ મેં, વર્ના ઇતની ભીડ નહીં હોતી…
સુરત. – રેખા એમ. પટેલ– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.
ડર કે આગે જીત હૈ…
કેરળની નૌજિશા, 2013માં એક યુવાન સાથે પરણાવી દિધી. એ પછી એના જીવનનો ભયંકર તબક્કો શરૂ થયો. લગ્ન પછી એ નોકરી કરવા ઈચ્છતી તી. પતિ-સાસરિયાએ ન કરવા દીધી. એ સફળ લેક્ચરર હતી. એના પતિ માટે એમ.એનું. સર્ટીફિકેટ માત્ર નકામુ કાગળ જ હતું. પતિ સતત મારઝુડ કરે. ભાગ્યે જ કોઈ દિ એવો હોય કે ન મારે. પિયરીયાએ કહ્યું ઘરે આવી જા. સાડા ત્રણ વર્ષ સુધી ત્રાસ સહન કરતી રહી. એક પુત્રની માતા પણ બની ગઈ. 2016માં જિંદગીથી કંટાળી નજીકના કુવામાં આત્મહત્યા કરવા ગઈ. પણ હિંમત ન ચાલી. કુદરતે કંઈ બીજુ જ લખ્યુ હતું. સાથે પતિનું ઘર છોડી પિયર ચાલી ગઈ. ફરી પેરામ્બાની કોલેજમાં લેક્ચરર તરીકે નોકરી મળી.
તેમણે કોચીંગમાં જઈ કેરળ પબ્લિક સર્વિસની પરીક્ષા આપવા તૈયારી કરી. ડિવોર્સ પીટીશન દાખલ કરી. છૂટાછેડા લીધા. આ દરમિયાન સ્પર્ધાત્મક પરીક્ષા પાસ કરી ક્લાર્ક બન્યા. પછી વુમન પોલીસ અધિકારીની પોસ્ટ માટે જંગી મહેનત કરી પરીક્ષા આપી, હિંમત હાર્યા વગર પરીક્ષા આપતી ગઈ. 15 એપ્રિલ -2021ના દિવસે સ્પેશ્યલ પોલીસ ઓફિસરની સ્પર્ધાત્મક પરીક્ષામાં પાસ થઈ ને પોલીસ અધિકારી બની ગઈ. એ કહે છે મારી સંઘર્ષ યાત્રામાં બહેન સાથે રહી. 35 વર્ષીય નૌજિસા પોલીસ કર્મી તરીકે ઘણી મહિલાઓને કેરળમાં મદદરૂપ થાય છે. પ્રેરણાનો સ્ત્રોત બની રહી છે. બહેન, દિકરીઓ તમે પણ જિંદગીથી હતાશ-નિરાશ ન થતાં મહેનત કરજો.
તાડવાડી -રમિલા પરમાર– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.