શ્રીમદ્ ભાગવત્ મહાપુરાણ અનુસાર દ્વાપરયુગમાં ભગવાન શ્રીકૃષ્ણ લીલા પુરૂષોત્તમ કહેવાય છે. ભગવાન શ્રીકૃષ્ણએ અનેક લીલા વ્રજમાં કરી હતી. જેમાં મહારાસ લીલા પણ કરી હતી. એક વખત શરદપૂિર્ણમાના દિવસે વ્રજની ગોપીઓની સાથે શ્રીકૃષ્ણએ મહારાસ કરવાનો નિિશ્ચય કર્યો. તેમણે પોતાની કામબીજ વાંસળીની મદદથી રાગ છોડ્યો. આ રાગથી વ્રજની બધી જ ગોપીઓ વાંસળીની ધૂન સાંભળીને મધુવનમાં એકત્ર થઇ હતી. ત્રણે લોકમાં આ વાંસળીી આ ધૂન ગૂંજવા લાગી. આ ધૂન ફકત શ્રીકૃષ્ણ પ્રેમીઓને સંભળાય છે. ભગવાન શ્રીકૃષ્ણની ભકિતરસમાં મુગ્ધ ભોળનાથને આ ગુંજ સંભળાય ત્યારે તે પણ રોમાંચિત થઇ ગયા. અને માતા પાર્વતી સાથે ઉતાવળે ઉતાવળે ભાગીને જયાં ભગવાન શ્રીકૃષ્ણ ગોપીઓન સાતે મહારાસ કરવાના હતાં તે મધુવનમાં પહોંચી ગયા.
ભગવાન ભોળાનાથ જેવા મધુવનમાં પહોંચ્યા કે દરવાજે ઊભેલી ગોપીઓએ તેમને રોક્યા અને તેમને કહ્યું કે હે ભોળાનાથ આ મહારાસ છે અહીંયા શ્રીકૃષ્ણ સિવાય કોઇ અન્ય પુરુષ પ્રવેશ કરી શકતા નથી. જો તમને મહારાસમાં પ્રવેશ કરવો હોય તો ગોપીભાવ અને ગોપીવેશ ધારણ કરીને આવો. આ સાંભળી ભોળાનાથ બહુ નિરાશ થઇ ગયા હતા. ત્યારે માતા પાર્વતીએ ગોપીઓને કહ્યું હે દેવીઓ હું તો સ્ત્રી છું મને તો મહારાસમાં પ્રવેશ મળશે ને? ત્યારે ગોપીઓએ માતા પાર્વતીનું સ્વાગત કર્યું અને મહારાસમાં પ્રવેશ આપ્યો હતો. ભોળાનાથ નિરાશ થઇને પાછા ફર્યા હતા. ભોળાનાથ મનમાં વિચારે હું ગોપીઓને વેશ ધાર કરી લઉં તો કેવું? પણ મારે ગોપી કેવી રીત બનવું વિચારતા વિચારતાં યમુના કિનારે આવે છે. યમુનાજી ભોળાનાથની ઉલજન જાણી જાય છે. અને સ્વયં પ્રગટ થાય છે. ભોળાનાથને ઉદાસીનનું કારણ પૂછે છે. ભોળાનાથ બધી વાત યમુનામહારાણીને કહે છે ત્યરે યમુનાજી ભોળાનાથને કહે છે મેં તમને ગોપી બનાવું છું ત્યાર પછી યમુનાજી એ પોતાના પાણીથી ભોળાનાથ નો અિભષેક કર્યો. અને મહાદેવને ગોપાઓના વસ્ત્રો અલંકાર પહેરાવીને ગોપીવેશ ધારણ કરાવી ભોળાનાથને ગોપી બનાવી હતી.
ગોપીવેશ ધારણ કરી ભોળાનાથ મહારાસ તરફ પ્રસ્થાન કરી પાછા દ્વાર પર આવ્યા અને ગોપીઓને કહે છે મેં શ્રીકૃષ્ણના મહારાસમાં પ્રવેશ કરવા માટે આવી છું. ગોપીઓએ ભોળાનાથને ગોપી સમજીને મહારાસમાં પ્રવેશ કરાવ્યો. મહારાસ દરમ્યાન ભોળાનાથ રમતાં રમતાં શ્રીકૃષ્ણની સામે આવે છે. ત્યારે ભગવાન તેમને તરત ઓળખી જાય છે અને તેમને કહે છે આવો ભોલે બાબા તમારું મહારાસમાં સ્વાગત છે.. આવો ગોપેશ્વરનાથ આ મહારાસમાં તમારા પ્રવેશથી અમે બધા ધન્ય થઇ ગયા છે. શ્રીકૃષ્ણ અને ગોપીઓની સાથે ભોળાનાથે મહારાસનો આસ્વાદન કર્યો હતો. આ રીતે ભોળાનાથ ગોપીરૂપ ધારણ કર્યો હતો માટે ભોળાનાથ ગોપેશ્વ તરીકે ઓળખાયા. આજે પણ વંૃદાવનમાં વંશીવટની નજીક ભોળાનાથનું ગોપેશ્વર મહાદેવનું મંદિર છે. ત્યાં ગોપીવેશ ધારણ કરી ભોળાનાથનું પૂંજન અને અર્ચન થાય છે. ભગવાન શ્રીકૃષ્ણની લીલાસ્તરી વૃંદાવનમાં મહાદેવ ગોપીના રૂપમાં બિરાજમાન છે. અહીંયા પ્રતિિદન ગોપીન રૂપમાં સોળ શ્રંૃગાર (નથણી સહિત)કરવામાં આવે છે. વંૃદાવનમાં દર્શન કરવા માટે વ્રજવાસી ઉપરાંત દૂરદૂરથી ભક્તો મહાિશવરાત્રીએ ગોપેશ્વ મહાદેવના મંિદરમાં ભક્તોની ભારેભીડ જામે છે. ભગવાન શિવનુ દુલર્ભ સ્વરૂપ વૃંદાવન સિવાય અન્યા કોઇ સ્થળે જોવા મળતું નથી.