વડોદરા : કોટાથી ગાંધીનગર પરત ફરનાર દીક્ષિત પરિવારનાં કોઈ જ સદસ્યને મહેંદીના મર્ડરનો લેશમાત્ર અણસાર સુધ્ધાં નહીં આવવા દેનાર ખુની સચીનની પત્ની અનુરાધાનું પોલીસે નિદવેન લેતાં ભાંગી પડી હતી. રડમશ ચહેરે પોતાના 4 વર્ષના પુત્ર ધ્રુવને સાથે રાખીને નિવેદનમાં જણાવ્યું હતું કે, શિવાંશ વિશે તો ઠીક સચીનના ત્રણ વર્ષથી ચાલતા પ્રેમપ્રકરણથી પણ સદંતર અજાણ છે. પતિ પત્ની અને વો ના અનેક ભેદભરમ ભરેલા હત્યાના ગુનાનો આરોપી સચીન નંદકિશોર દિક્ષીત હાલ 14 દિવસના રિમાન્ડ પર છે.
આજે એલીસીબીએ હત્યારાની આકરી પૂછતાછમાં અનેક સ્ફોટક વિગતો મેળવી હતી. પોલીસને ગોળ ગોળ ફેરવતાં સચિને તેના બંને મોબાઈલ છુપાવી દીધા હતા તે પણ કબજે કર્યા હતા અને સાઈબર ક્રાઈમના નિષ્ણાતોની મદદથી અંદરની તમામ ડિટેઈલ મહેંદી સાથેના વોટ્સએપ ચેટ, ફેસબુક, સહિતની સાઈડ પરથી ગુના સંલગ્ન મજબુત પુરાવા એકત્ર કરશે. પોલીસને એવી પણ શંકા છે કે, સચીનના અન્ય રાજ પણ મોબાઈલમાંથી જ મળી આવશે.
સમગ્ર ગુનાનો ભેદ માત્ર 20 કલાકમાં જ ઉકેલી નાંખનાર એસ.પી.મયુર ચાવડાએ જણાવ્યું હતું કે, પેથાપુરના સ્થાનિકોએ શિવાંશનો કબજો લઈને પોલીસને જાણ કરતાં જ એકશનમાં આવ્યા હતા. દેવના દીધેલ શિવાંશને જોતાં જ સૌાના હૃદયમાં માસૂમ પ્રત્યે પારાવાર લાગણી ઉત્પન્ન થઈ હતી. સમગ્ર બાબત ગૃહમંત્રી સુધી પહોંચતાં જ સીસીટીવી ફૂટેજ આધારે પોલીસને આરોપીની કાર નંબર મળી આવતા તપાસને વેગવંતી બનાવી હતી અને હત્યારાના તથા તેના પિતાના મોબાઈલ નંબર મેળવીને ઓબ્ઝર્વેશનમાં મૂકાતા જ કોટા નજીકથી લોકેટ થઈ ગયું હતું અને તુરંત ટીમને રવાના કરી હતી.
જોકે તેના પિતા સમગ્ર હકીકત જાણતા જ પોલીસને તપાસમાં પુરતો સહયોગ આપવાની ખાત્રી આપીને પરિવાર પરત ફર્યો હતો. પોલીસ પ્રારંભ તબક્કે બાળક તરછોડવા મામલે સચિનની પૂછતાછમાં નનૈયો ભણી કઈ જાણતો ન હોવાનું રટણ ચાલુ રાખ્યું હતું. પરંતુ પોલીસે ચોતરફથી સવાલોનો મારો ચલાવતા પોતાનો જ પુત્ર હોવાથી કબુલાત કરી હતી. માતા વિશે પૂછતાછમાં તો છેક દુમાડ સુધી હત્યારા સાથે કાફલો પહોંચ્યો ત્યારે ભાંગી પડ્યો હતો અને શિવાંશની માતા અને પોતાની પ્રેમિકા મહેંદી ઉર્ફે હિનાની તા.8મીએ હત્યા કર્યાની કબુલાત કરી હતી. એલસીબી ટીમ તપાસના ભાગરૂપે પેથાપુરા ગૌશાળાથી વડોદરાના ફ્લેટ સુધી આવતીકાલે હત્યારાને સાથે રાખીને રિકન્સ્ટ્રકશન કરાવશે અને ખૂન પૂર્વેથી શિવાંશને તરછોડ્યો ત્યં સુધીની ઝીણવટભર્યા તમામ મજબુત પૂરાવા એકત્ર કરશે.