સુરત : સચીનના (Sachim) વાંઝગામમાં (Wanzgam) રહેતા યુવકે નવી નકોર સ્પોટ્સ બાઇક (Spots Bike) ખરીદીને મિત્રો માટે કાજુકતરી ખરીદવા નીકળ્યો હતો, તે દરમિયાન ટ્રેક્ટરની (Tractor) સાથે અકસ્માત થતો ગંભીર ઇજાને કારણે યુવકનું મોત (Death) નીપજ્યું હતું.પ્રાપ્ત વિગતો મુજબ સચિન સ્થિત વાંઝગામે આવેલા ભારત ફળિયામાં રહેતો ૨૭ વર્ષિય ઋત્વીક લક્ષ્મણ સુરતી વ્યવસાયે ડ્રાઈવર તરીકે કામ કરી પરિવારને મદદરૂપ થતો હતો. ઋત્વિકે દશેરાના દિવસે યામાહા કંપનીની એમ.ટી. સ્પોર્ટસ બાઈક ખરીદી હતી.
ખુશીના અવસરે ઋત્વિક તેના મિત્રોને મીઠાઈ ખવડાવવાનો હતો
ખુશીના અવસરે ઋત્વિક તેના મિત્રોને મીઠાઈ ખવડાવવાનો હતો. જેથી બુધવારે ઋત્વિક તેના મિત્ર દિપ પરમારની સાથે નવી નક્કોર સ્પોર્ટ્સ બાઈક પર સવાર થઈ મિત્રો માટે કાજુ કતરી ખરીદવા જઈ રહ્યો હતો. આ દરમિયાન વાંઝગામ બ્રિજના સર્વિસ રોડ ઉપર એક ટ્રેક્ટર ડ્રાઇવરે ગંભીર રીતે ટ્રેક્ટર હંકારીને લાવ્યો હતો. આ દરમિયાન ટ્રેક્ટર અને બાઇક વચ્ચે અકસ્માત થયો હતો. બાઈક ચાલક ઋત્વિકને ગળામાં તેમજ માથામાં ગંભીર ઈજા પહોંચી હતી જ્યારે પાછળ બેસેલા દિપ પરમારને નાની-મોટી ઈજા પહોંચી હતી. અકસ્માતમાં ગંભીર ઇજાના કારણે ઋત્વિકનું મોત નિપજ્યું હતું. બીજી તરફ ટ્રેક્ટર ચાલક ટ્રેક્ટર મૂકી નાસી ત્યાંથી છૂટ્યો હતો. આ અંગે પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધે આગળની તપાસ શરૂ કરી છે.
રસ્તા વચ્ચે કૂતરું આવતા બાઇક સવાર યુવક ઘાયલ
સુરત : ઉધનામાં રોડ નંબર 6 ઉપર રસ્તા વચ્ચે અચાનક જ કુતરુ આવી જતાં આ યુવકની બાઇક સ્લીપ થઇ હતી અને તેને ઇજા થઇ હતી. પ્રાપ્ત વિગતો મુજબ ઉધનામાં આવેલ મહાકાલીનગર સોસાયટીમાં રહેતા 29 વર્ષિય સોનું (સરદ) બાબુલાલ પંચાલ બાઈકના હપ્તા કલેક્શનનું કામ કરી પરિવારનું ગુજરાન ચલાવી રહ્યો છે. સોનુ 3 ઓક્ટોબરના રાત્રી દરમિયાન રોડ નંબર 6 ઉપર બાઈક મારફતે નીકળ્યો હતો, આ દરમિયાન ત્યાં એક કુતરુ આવી જતાં સોનુની બાઇક સ્લીપ થઇ હતી. જેમાં સોનુને ગંભીર ઇજા પહોંચતા તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો. સોનુને પગમાં ફ્રેક્ચર થયુ હોવાનું ડોક્ટરે કહ્યું હતું.