કોરોનનો ભરડો દેશભરમાં વધી રહ્યો છે, ત્યારે ક્રિકેટના ભગવાન માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર (sachin tendulkar) પણ કોરોનની ઝપેટમાં આવી ગયા છે, તો બીજેપી નેતા એવા બૉલીવુડ અભિનેતા પરેશ રાવલ (paresh raval) પણ બાકાત રહ્યા નથી..
સચિન તેંડુલકરે પણ ચેપ વિષે ટ્વિટ કરી માહિતી, ઘરે બેઠા બેઠા પોતાને અલગ રાખ્યા
સમગ્ર દેશમાં કોરોનાએ અજગરી ભરડો લીધો છે ત્યારે હવે દિગ્ગજ ક્રિકેટર સચિન તેંડુલકરને કોરોના વાયરસથી ચેપ લાગ્યો છે. તેમણે શનિવારે ટ્વીટ કરીને આ વિશે માહિતી આપી હતી. તેંડુલકરે ઘરે પોતાને અલગ રાખ્યા છે. તેમણે જણાવ્યું હતું કે ” કોવિડના લક્ષણો દેખાયા છે તેની ખાતરી કરવા માટે હું મારી જાતે પરીક્ષણ કરું છું અને સંપર્કમાં આવેલ તમામ સાવચેતી રાખે. જો કે, હળવા લક્ષણોને પગલે મેં આજે પરીક્ષણ કર્યું છે. જેમાં પોઝિટિવ આવ્યું છે. ઘરે અન્ય તમામ લોકોએ નકારાત્મક પરીક્ષણ કર્યું છે. મેં ઘરે જાતે જ અલગ થઇ ગયો છું અને મારા ડોકટરોની સલાહ મુજબ બધા જરૂરી પ્રોટોકોલનું પાલન કરી રહ્યો છું. હું બધા આરોગ્યસંભાળ વ્યાવસાયિકોનો આભાર માનવા માંગુ છું જે મને અને અન્ય ઘણા લોકોને સમર્થન આપી રહ્યા છે. તમે બધા પણ કાળજી લો.”
બીજેપીના નેતા અને બોલીવુડના પ્રખ્યાત અભિનેતા એવા પરેશ રાવલ પણ બાકાત રહ્યા નથી તેમણે ખુદ ટ્વિટ કરીને આ માહિતી આપી છે. પરેશ રાવલે ટ્વીટમાં જણાવ્યું હતું કે દુર્ભાગ્યવશ, હું કોરોના ચેપગ્રસ્ત થઈ ગયો છું, જે છેલ્લા દસ દિવસમાં મારી સાથે સંપર્કમાં આવ્યા છે તેમને વિનંતી કરવામાં આવે છે. કે પોતાની કાળજી લે અને લક્ષણો જણાય તો ટેસ્ટ કરાવે.
પરેશ રાવલના આ ટ્વીટ બાદ ચાહકો તેમને કોરોના વાયરસથી ઝડપથી રિકવરીની ઇચ્છા કરી રહ્યા છે. નોંધપાત્ર વાત એ છે કે બોલીવુડ અભિનેતા પરેશ રાવલે તાજેતરમાં કોરોના રસીનો પ્રથમ ડોઝ લીધો હતો. કોરોના મુંબઇમાં અત્યાર સુધીમાં અનેક સેલિબ્રિટીઝને ઝપેટમાં લીધા છે અને આ ટ્રેન્ડ હજી પણ સતત ચાલુ છે. હવે મહાન ક્રિકેટર તેંડુલકર અને અભિનેતા પરેશ રાવલને પણ કોરોના ચેપ લાગ્યો છે. તેમણે પોતાના ટ્વિટર એકાઉન્ટ પરથી ટ્વિટ કરીને આ વિશે માહિતી આપી હતી. આશ્ચર્યની વાત એ છે કે પરેશ રાવલે થોડા દિવસો પહેલા જ કોરોના રસીનો પ્રથમ ડોઝ લીધો હતો અને તે પછી તે હવે ચેપગ્રસ્ત છે.